Umbergaon Assembly Constituency : ઉમરગામ વિધાનસભા બેઠકના ઘણા વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ વધુ છે. આંકડા મુજબ આ પંથકની કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર અનુક્રમે 3.94 અને 39.98 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 252369 મતદારો અને 275 મતદાન મથકો છે.
Umbergaon Assembly Constituency : ઉમરગામ વિધાનસભા બેઠકના ઘણા વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ વધુ છે. આંકડા મુજબ આ પંથકની કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર અનુક્રમે 3.94 અને 39.98 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 252369 મતદારો અને 275 મતદાન મથકો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022)ને હવે વેઢે ગણાય તેટલા મહિના જ બાકી છે. ભાજપ દાયકાઓથી રાજ્યની ધૂરા સંભાળી રહ્યો છે અને કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરવા બાબતે વનવાસમાં હોય તેવું લાગે છે.
અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસે ઘણા એવા મુદ્દા હતા, જેના થકી તે ભાજપનો પ્રબળ વિરોધ કરી શકે તેમ હતી. પરંતુ કોંગ્રેસનું અંદરનું રાજકારણ જ એટલું ખરાબ છે કે, તે પૂરી તાકાત સાથે ભાજપનો વિરોધ કરી શકતી નથી. જેના પરિણામે વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ ઘણી બેઠકો પર જીતતા જીતતા રહી જાય છે.
આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ આવું બની શકે છે. કોંગ્રેસ હજુ ભાજપ સામે યોગ્ય રીતે મુદ્દો ઉપાડી શકી નથી. ત્યારે ગત વખતની ચૂંટણી કરતા આગામી ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું હોય શકે છે.
અધૂરામાં પૂરું આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ઝંપલાવવા તૈયાર છે, જેના કારણે ભાજપ કરતા કોંગ્રેસના વધુ મત કપાય તેવી ધારણા સિવાય રહી છે. વર્તમાન સમયના ગરમ રાજકીય માહોલ વચ્ચે અમે તમને ઉમરગામ વિધાનસભા (ST) (Umbergaon Assembly Constituency Elections) મતવિસ્તારની સ્થિતિ અંગે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
ઉમરગામ વિધાનસભા બેઠક (Umbergaon Assembly Seat) હેઠળ ઉમરગામ તાલુકાના ગામડાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પારડી તાલુકાના કેટલાક ભાગ અને ચાણોદ તેમજ ડુંગરા સહિતના ગામડા પણ આ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. આ પંથકમાં ગુજરાતી સાથે હિન્દી, ભોજપુરી અને મરાઠી ભાષા પણ બોલાય છે.
ગુજરાતની કુલ 182 વિધાનસભામાં ઉમરગામ વિધાનસભા બેઠકનો ક્રમ 182મો છે. આ બેઠક વલસાડ જિલ્લામાં આવેલી છે અને વલસાડ (ST) લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ આ પંથકમાં કુલ 349902 લોકો વસવાટ કરે છે. જેમાંથી 51.32 લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને 48.68 ટકા લોકો શહેરી વિસ્તારમાં રહે છે.
અનુસૂચિત જનજાતિની વસ્તી વધુ
ઉમરગામ વિધાનસભા બેઠકના ઘણા વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ વધુ છે. આંકડા મુજબ આ પંથકની કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર અનુક્રમે 3.94 અને 39.98 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 252369 મતદારો અને 275 મતદાન મથકો છે.
રમણભાઈ પાટકર છે વર્તમાન ધારાસભ્ય
2019ની લોકસભા ચૂંટણીમાં 66.78 ટકા મતદાન થયું હતું. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 64.52 ટકા મતદાન થયું હતું. 2017માં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 60.87 ટકા અને 34.44 ટકા વોટ મળ્યા હતા.
જ્યારે 2019માં અનુક્રમે 76.47 ટકા અને 18.94 ટકા મત મળ્યા હતા. વલસાડ (ST) લોકસભા બેઠક પર અત્યારે ભાજપના ડૉ.કે.સી.પટેલ સાંસદ તરીકે જવાબદારી નિભાવે છે અને ભાજપના પાટકર રમણલાલ નાનુભાઈ ઉમરગામ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.
ઉંમરગામ બેઠક પર ભૂતકાળની ચૂંટણીઓ (Past Elections on Udgargam seat)
આ બેઠક એસટી માટે અનામત રાખવામાં આવી છે. આ બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં 13 ચૂંટણીઓ થઈ ચૂકી છે. અહીં 2002ને બાદ કરતાં ભાજપ 1995થી ચૂંટાઈને આવે છે. અત્યાર સુધીમાં આ બેઠક પર ભાજપે 5 વખત અને કોંગ્રેસે 7 વખત જીત મેળવી છે.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
રમણલાલ પાટકર
ભાજપ
2012
રમણલાલ પાટકર
ભાજપ
2007
રમણલાલ પાટકર
ભાજપ
2002
શંકરભાઈ વરલી
કોંગ્રેસ
1998
રમણલાલ પાટકર
ભાજપ
1995
રમણલાલ પાટકર
ભાજપ
1990
છોટુભાઈ પટેલ
કોંગ્રેસ
1985
છોટુભાઈ પટેલ
કોંગ્રેસ
1980
છોટુભાઈ પટેલ
કોંગ્રેસ (આઈ)
1975
છોટુભાઈ પટેલ
કોંગ્રેસ
1972
કિકલાભાઈ વરલી
કોંગ્રેસ
1967
એસ ડી ઠકરિયા
કોંગ્રેસ
1962
એસ ડી ઠકરિયા
કોંગ્રેસ
આ બેઠક પર 2007થી ભાજપના રમણલાલ પાટકર ચૂંટાઈને આવે છે. ગત 2017ની વાત કરીએ તો રમણલાલ પાટકર સામે કોંગ્રેસે અશોકભાઈ પટેલને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં રમણલાલને 96004 મત મળ્યા હતા જ્યારે અશોકભાઈને 54314 મત મળ્યા હતા. રમણલાલની જંગી બહુમતીથી જીત થઈ હતી.
2012ની ચૂંટણીમાં રમણલાલ સામે કોંગ્રેસ પાર્ટીએ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં રમણલાલને 69450 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ગોવિંદભાઈને 41151 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ત્યારે પણ જંગી સરસાઈથી જીતી ગયા હતા.
ઉંમરગામ બેઠકના જ્ઞાતિ જાતિના સમીકરણો (Age Village Seat Caste Equations)
ઉમરગામ ટ્રાઇબલ વિસ્તાર અને ગરીબ તથા આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. જેમાં નાના નાના ખેડૂતો રહે છે. આ બેઠક પર સૌથી વધારે વારલી જ્ઞાતિના મતદારોનો છે. કુલ 252369 મતદારો પૈકી 53742 વારલી મતદાતાઓ છે. આ બેઠક પર કુલ 1 લાખથી વધુ એસટી મતદારો નિર્ણાયકની ભૂમિકામાં જોવા મળતા હોય છે. આ બેઠક પર 70 હજાર જેટલા બક્ષીપંચ મતદારો પણ પરિણામને અસર પાડી શકે છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનાં ચંદેરીયા ખાતે ગુજરાતના સ્થાપના દિવસ 1 મે ના રોજ આમ આદમી પાર્ટી અને બીટીપી એ આદીવાસી સંકલ્પ મહા સંમેલન યોજી હતી અને આવનારી 2022 વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી. આ તકે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે પહેલા અંગ્રેજોએ શોષિત કર્યા હવે પોતાનાં જ કરે છે, મોટા મોટા પ્રોજેક્ટો બનાવી લાખો આદીવાસીઓને ભાજપે વિસ્થાપિત કર્યા છે.
ભાજપ છે બળવાન
આમ તો આદિવાસી પટ્ટામાં ભાજપની નબળાઈ ઉડીને આંખે વળગે છે. પરંતુ આ બેઠક પર ભાજપ સતત વિજય મેળવે છે. જેથી આ પંથકમાં ભાજપ બળવાન કહી શકાય. ભાજપે આ બેઠક જીતવા માટે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું છે, આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય રમણલાલ દર વખતે મોટી સરસાઈથી જીતતા આવ્યા છે. જેથી આગામી ચૂંટણીમાં પણ આ બેઠક ભાજપ લઈ જાય તેવી સંપૂર્ણ શક્યતા છે.
ઉમરગામ તાલુકામાં મહારાષ્ટ્ર સાથે જમીન વિવાદ
ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ આજે પણ યથાવત છે. ઉમરગામ તાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતમાં આવતા સર્વે નંબર 9 પર મહારાષ્ટ્ રાજ્ય પણ પોતાનો હક દાવો કરી રહ્યુ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીન માપણી કરવા આવતા વિવાદ થયો હતો. સ્થાનિકોએ આ માપણીનો વિરોધ કર્યો હતો. જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહારાષ્ટ્રના અધિકારીઓ અને ગુજરાતના અધિકારીઓએ બેઠક કરી અને માપણીની પ્રક્રિયા બંધ કરી હતી.
રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામ તાલુકમાં થયું હતું
રામાનન્દ સાગર દ્વારા નિર્માણ થયેલી રામાયણ સિરિયલ 1985માં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વૃદાવન સ્ટુડિઓમાં બની હતી. 25મી જાન્યુઆરી 1987ના રોજથી દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. જે બાદ ઉમરગામના વૃંદાવન સ્ટુડિઓમાં અનેક સિરિયલો, ફિલ્મોનું નિર્માણ થયું છે. રામાયણ તેમજ મહાભારત (2013), શનિ, રઝિયા સુલ્તાન, સૂર્યપુત્ર કર્ણ, રાધાકૃષ્ણ, પોરસ જેવી વિવિધ ટી.વી. ધારાવાહિકોનું નિર્માણ પણ આ સ્થળે થયું હતું.