Home /News /valsad /Gujarat election 2022: ભાજપનો ગઢ ગણાતી પારડી બેઠક પર કેવુ છે ચૂંટણી પહેલાનુ ચિત્ર? જાણો વિગતો

Gujarat election 2022: ભાજપનો ગઢ ગણાતી પારડી બેઠક પર કેવુ છે ચૂંટણી પહેલાનુ ચિત્ર? જાણો વિગતો

Pardi assembly constituency : આ બેઠક પર માધીમાર સમાજનુ ખૂબ પ્રભુત્વ છે. માધીમાર સમાજને કોઈ પક્ષ અવગણી શકે તેમ નથી. આ સાથે જ આ વિસ્તારના પરપ્રાંતિય વોટ અને આદિવાસી સમાજના મતદારોના વોટ પર કોઈપણ પક્ષનો હારજીતનો મદાર રહેલો છે.

Pardi assembly constituency : આ બેઠક પર માધીમાર સમાજનુ ખૂબ પ્રભુત્વ છે. માધીમાર સમાજને કોઈ પક્ષ અવગણી શકે તેમ નથી. આ સાથે જ આ વિસ્તારના પરપ્રાંતિય વોટ અને આદિવાસી સમાજના મતદારોના વોટ પર કોઈપણ પક્ષનો હારજીતનો મદાર રહેલો છે.

ગુજરાતમાં ચૂંટણીની મોસમ (Gujarat Assembly election 2022) જોશભેર ખીલી રહી છે અને દરરોજ રાજકીય આબોહવામાં નવો જ પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનુ શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ બની જાય છે, ત્યારે આ વખતે જંગ ફક્ત ભાજપ-કૉંગ્રેસ પૂરતો સીમિત નથી પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય હોવાને નાતે ગુજરાતની ચૂંટણી પર દેશ અને દુનિયાની નજર છે. છેલ્લા બે દશકાથી ગુજરાતમાં ભલે ભાજપનું શાસન હોય પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપને પણ આ ચૂંટણીમાં ડર છે. કેમ કે, આ વખતે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે નહીં, પરંતુ આમ આદમી પાર્ટી સાથે થવાની છે. કોંગ્રેસ ભલે ગુજરાતમાં જીતના મોટા દાવા કરે પણ જમીની સ્તર પર કોંગ્રેસમાં એક સાંધે અને તેર તૂટે તેવા હાલ છે. ગુજરાત વિધાનસભાની આજની ચર્ચા અંતર્ગત આપણે વાત કરીશું પારડી (Pardi assembly constituency) વિધાનસભા બેઠક વિશે.

પારડી વિધાનસભા બેઠક

પારડી ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું મુખ્ય મથક છે. આ નગર કિલ્લા પારડી નામથી ઓળખવામાં આવે છે. પારડી ખાતેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 તેમજ અમદાવાદ અને મુંબઈને જોડતી રેલવેલાઈન પસાર થતી હોવાને કારણે અહીં ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે જ પારડીમાં ડોંગર, કેરી, ચીકુ, શેરડી અને લીલોતરી જેવા પાકની ખેતી કરવામાં આવે છે. આ સાથે જ પારડી ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 180 નંબરની બેઠક છે. વર્ષ 2017 પ્રમાણે આ બેઠક પરના મતવિસ્તારમાં કુલ 219721 મતદારો છે, જેમાં 115966 પુરૂષ, 103755 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- Gujarat election 2022: ભાજપનો ગઢ ગણાતી પારડી બેઠક પર કેવુ છે ચૂંટણી પહેલાનુ ચિત્ર? જાણો વિગતો


પારડી બેઠક અંતર્ગત આવતા ગામ

પારડી તાલુકાના ગામો – ઉમરસાડી, બાલદા, કુંભારીયા, સોંધલવાડા, પરવસા, કછવાલ, મોટા વાઘછીપા, નાના વાઘછીપા, સુખેશ, બોરલાઈ, સુખલાવ, વેલપરવા, ખડકી, મોતીવાડા, પલસાણા, કાલસર, ઉદવાડા, કોલક, કિલ્લાવાડા, દશવાડા, આમલી, ખુંટેજ, સરોધી, ઓરવડ, સારણ, તરકપારડી, વટાર, કુંતા, મોરાઈ, બગવાડા, તીધરા, પરિયા, ટુકવાડા, બલીથા, સલવાવ, છરવાડા, નમધા, ચાંદોર, છીરી, કરવડ, પારડી (એમ), ચલા (CT), વાપી (M)

પારડી વિધાનસભા બેઠકનુ ઐતિહાસિક મહત્વ (Historical significance of Pardi assembly seat)

રાજકીયની સાથો સાથ પારડી વિધાનસભા બેઠકનુ ઐતિહાસિક મહત્વ પણ ઘણું જ વધારે છે. જણાવી દઈએ કે પારસીઓનુ પ્રથમ અગ્નિ મંદિર પારડીમાં જ સ્થપાયું હતું. આ સાથે જ રાષ્ટ્રીય ધોરીમારંગ નંબર 8 પર વેલ બગવાદાના પ્રાચીન જૈન સ્થળ પર પણ યાત્રાળુઓનો સતત ઘસારો થતો જોવા મળે છે. વલસાડની પારડી બેઠક ઈશ્વરભાઈના ખેડ સત્યાગ્રહની પણ સાક્ષી રહી છે. આ બેઠકમાં આસો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે ખૂબ મોટો મેળો પણ ભરાય છે. પેશ્વાઈની શાનની સાક્ષી પૂરતો પેશ્વાનો કિલ્લો પણ પારડીમાં આવેલો છે. આ સાથે જ ઉમરસાડીનો દરિયો, કોલકનો દરિયો પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. આ સાથે જ તાલુકો પોતાની એપીએમસી પણ ધરાવે છે.

પારડી બેઠક પર જાતિગત સમીકરણ (gender equation at the Pardi seat)

આ બેઠક પર માધીમાર સમાજનુ ખૂબ પ્રભુત્વ છે. માધીમાર સમાજને કોઈ પક્ષ અવગણી શકે તેમ નથી. આ સાથે જ આ વિસ્તારના પરપ્રાંતિય વોટ અને આદિવાસી સમાજના મતદારોના વોટ પર કોઈપણ પક્ષનો હારજીતનો મદાર રહેલો છે. આ બેઠકમાં મતોનુ ધ્રુવીયકરણ શક્ય છે. આ બેઠક પર સૌથી વધુ કોળી પટેલ, ઘોડિયા પટેલની પણ બહુમતી જોવા મળે છે. આ ત્રણેય સમાજને સાથે રાખીને ચાલનારને અહીં ચોક્કસથી સત્તા મળે છે.

આ પણ વાંચો- Gujarat election 2022: દાહોદ જિલ્લામાં લીમખેડા વિધાનસભા બેઠક ભાજપનો સૌથી મજબૂત ગઢ


પારડી બેઠક પર હાર-જીતના સમીકરણ (win-lose equation on the Pardi seat)
વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2017દેસાઈ કનુભાઈBJP
2012દેસાઈ કનુભાઈBJP
2007પટેલ ઉષાબેનBJP
2002પટેલ લક્ષમણભાઈINC
1998પટેલ ચંદ્રવદનBJP
1995કે સી પટેલBJP
1990રમણલાલ પટેલINC
1985પટેલ સવિતાબેનINC
1980રમણલાલ પટેલINC
1975પટેલ છોટુભાઈBJS
1972ઉત્તમભાઈ પટેલINC
1967યુ એચ પટેલINC
1962ઉત્તમભાઈ પટેલPSP

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પારડી વિધાનસભા બેઠક પરથી ભાજપના કનુભાઈ મોહનલાલ દેસાઈએ જંગી જીત નોંધાવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મોહનભાઈ પટેલને હરાવ્યા હતા. કનુભાઈને 98 હજારથી વધુ મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભરતભાઈને માત્ર 46 હજાર મત મળ્યા હતા. અહીંથી બહુજન સમાજ પાર્ટી તરફથી ગિરીશભાઈ જીવનભાઈ પરમાર અને આમ આદમી પાર્ટી તરફથી ડૉ.રાજીવ શંભુનાથ પાંડે પણ મેદાનમાં હતા.

પારડી બેઠક પર ભાજપનું વર્ચસ્વ (BJP dominates Pardi seat)

પારડી બેઠક દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનો એક ભાગ છે. છેલ્લી પાંચ ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ભાજપ ચાર વખત જીત્યું છે. 2007 સુધી આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી. આ બેઠકની ખાસ વાત એ છે કે, દરેક ચૂંટણીમાં નવા નેતા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. મતલબ કે અહીંથી સતત બીજી વખત કોઈ ધારાસભ્ય આવ્યા નથી.

1995માં ભાજપના ડો.કે.સી.પટેલ, 1998માં ભાજપના ચંદ્રવદન પટેલ, 2002માં કોંગ્રેસના લક્ષ્મણભાઈ બાબુભાઈ પટેલ, 2007માં ભાજપના ઉષાબેન ગીરીશકુમાર પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012માં આ બેઠક સામાન્ય જાહેર થઈ હતી અને ભાજપના કનુભાઈ મોહનલાલ દેસાઈ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત વખતે પણ ભાજપે કનુભાઈ પર દાવ રમ્યો હતો. બીજી તરફ પારડી તાલુકા પંચાયત અને નગરપાલિકાનો કબજો પણ ભાજપ પાસે જ છે.

પારડી વિધાનસભાના પ્રશ્નો (Pardi Assembly Questions)

આ બેઠકના મુખ્ય પ્રશ્નોની વાત કરવામાં આવે તો અહીં સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની સમસ્યા છે. અહીંના લોકોને પીવાનુ પૂરતુ પાણ મળતુ નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીને સામનો કરવો પડે છે. આ સિવાય અહીંના આદિવાસી વસ્તી ધરાવતા અતરિયાળ ગામોમાં ઘણી બધી સમસ્યાઓ હાલ પણ વણઉકેલી છે,

અહીં ડુંગરાળ અને જંગલ વિસ્તારોમાં આવેલા નાના ગામો સુધી પહોંચવા માટેના રોડ રસ્તાઓની સુવિધા નહીવત છે અને જ્યાં રસ્તાઓ છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે.

આ સિવાય આ વિસ્તારમાં ઔદ્યોગિક આવેલો છે, છતા પણ અહીંના સ્થામિક લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી. રોજગારી મેળવવા માટે લોકોને બહાર જવુ પડે છે. અહીંના લોકો રોજગારી મેળવવા માટે છેક સેલવાસ, દમણ, વાપી અને વલસાડ સુધી લાંબા થવુ પડે છે.

પ્રાથમિક સુવિધાઓની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણની અપૂરતી સુવિધાઓ જોવા મળે છે, જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. આ સાથે જ ઔદ્યોગિક એકમો દ્વારા નદી નાળાઓમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતુ હોવાને લઈને પણ લોકો લાંબા સમયથી ફરિયાદો કરી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Pardi, Valsad

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો