Home /News /valsad /PM મોદી ફરી ગુજરાત પ્રવાસે, વાપીમાં ભવ્ય રોડ-શો, જુજવામાં સંબોધશે સભા

PM મોદી ફરી ગુજરાત પ્રવાસે, વાપીમાં ભવ્ય રોડ-શો, જુજવામાં સંબોધશે સભા

વલસાડ જીલ્લામાં PM મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે.

Gujarat assembly election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વલસાડ જીલ્લામાં PM મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે.

  અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વલસાડ જીલ્લામાં PM મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. વાપીમાં ભવ્ય રોડ-શો યોજાશે તેમજ જુજવામાં જંગી સભા સંબોધશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષામાં 9 એસ.પી., 17 ડીવાયએસપી, 40 પીઆઈ, 90 પીએસઆઈ અને 1500 પોલીસકર્મીઓ જોડાશે. પીએમ ફરી વલસાડના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વલસાડના કાર્યકર્તાઓ અને નાગરિકો PMને આવકારવા થનગની રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..

  વાપીમાં પીએમનો ભવ્ય રોડ શો યોજાશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. આજે વલસાડ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવતી પ્રચાર કરશે. વાપીમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. જ્યારે વલસાડના જુજવામાં પીએમ જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને ઉમેદવારો સાથે પાર્ટીના અગ્રણીઓ અને સંગઠન પૂર જોશમાં તૈયારી કરી રહ્યું છે. પીએમ સતત બીજી વખત વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા હોવાથી કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાયો છે.

  આ પણ વાંચો: દબંગની દબંગીરી યથાવત, કહ્યું - ‘મને કોઈ નોટિસ મળી નથી, હું ચૂંટણીપંચને જવાબ આપવા તૈયાર’

  મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત

  વલસાડ જિલ્લા પોલીસવડાએ વડાપ્રધાનના રોડ-શો મામલે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાનની સુરક્ષામાં 9 એસપી, 17 ડીવાયએસપી, 40 પીઆઈ, 90 પીએસઆઈ અને 1500 પોલીસકર્મીઓ જોડાશે. સાથે જ વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ પણ વડાપ્રધાનના રોડ-શોના રૂટની મુલાકાત લઇ અને નિરીક્ષણ કર્યું હતું અને કાર્યકર્તાઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

  મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણમાંથી ગુજરાતમાં પ્રવેશે ત્યારે દમણના ડાભેલ ચેકપોસ્ટથી વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાશે. આ રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં વાપીવાસીઓ ઉમટી પડશે. સાથે જ વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. વાપીમાં રોડ-શો બાદ પીએમ વલસાડના જુજવામાં જંગી જાહેરસભા સંબોધશે. આથી ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી 19,20 અને 21 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8 સભાઓ સંબોધશે અને 20 તારીખે સોમનાથ દાદાના દર્શન કરશે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Visit, PM Modi પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन