Home /News /valsad /Valsad: આ મંદિરમાં ભક્તોને થાય છે મા ના ત્રણ સ્વરૂપના દર્શન; અહી બીરાજમાન છે આ માતાજી

Valsad: આ મંદિરમાં ભક્તોને થાય છે મા ના ત્રણ સ્વરૂપના દર્શન; અહી બીરાજમાન છે આ માતાજી

ચામુંડા

ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમાના ભક્તો દર્શન કરે છે. 

વલસાડ શહેરથી 8 કિલોમીટર દૂર પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંડિકા,અંબિકા,નવ દુર્ગા અને મહાકાળી માતા બીરાજમાન છે.પેશ્વા સમયનાં આ કિલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમા સ્વરૂપે બીરાજમાન છે.

    Akshay kadam, Valsad: નવરાત્રી એટલે માં અંબાની ભક્તિના દિવસો, આ દિવસોમાં ભક્તો પરમ ભક્તિથી માતાની આરાધના કરતા હોય છે ત્યારે વલસાડ જીલ્લાના અતુલમાં આવેલ પારનેરાનાં ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોની ઘણી ભીડ જામે છે, પેશ્વાના જમાનાના કિલ્લા પર આવેલી ચામુંડા માતાજી ની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતિમા છે , જેમાં ચંડિકા,અંબિકા,નવ દુર્ગા અને મહાકાલી માતાનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

    વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દુર નેશનલ હાઈવે નજીક પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંડિકા,અંબિકા,નવ દુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના થઈ છે. પેશ્વા સમયનાં આ કીલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમાના ભક્તો દર્શન કરે છે. નવરાત્રીમાં ભક્તોની ભીડ જામતી હોય છે. શક્તિ સ્વરુપા મા ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજે છે અને ભક્તો પણ માના દર્શન માટે આકરો પથ પાર કરી આ ધામમાં પહોંચે છે. લગભગ 1000 પગથિયા ચડતા ચડતા સૌના મુખ પર રમતુ રહે છે માતાનું નામ. નાના મોટા કે વૃદ્ધ તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટે ખાસ સુવિધાઓ ઉભી કરી છે.

    કિલ્લાની દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે. આ બે મંદિરોની વચ્ચે વાવ આવેલી છે. આસોસુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડે છે. આ દિવસે પારનેરા ગામના તથા ચીચવાડા ગામના લોકો ઘરૈયા રમવા ડુંગર ઉપર જાય છે. આ ઘરૈયાઓનું મહત્વ પણ અનેરું છે. એક માન્યતા પ્રમાણે માતાજી નાં મંદિર માં નવરાત્રી દરમ્યાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. નવરાત્રી દરમ્યાન અહીં આઠમ નો મેળો ભરાઈ છે અને 3 લાખ જેટલા લોકો આ મેળા માં ભાગ લે છે એની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ અને સરકારી તંત્ર દ્વારા રખાઈ છે.

    આ પણ વાંચો: શિક્ષિકાની નોકરી છોડી આ મહિલા સખી મંડળ થકી બેંક મિત્ર બની; મહિને કરે છે દોઢ કરોડનો વ્યવહાર

    પારનેરાનાં આ ડુંગર પર શિવાજી મહારાજનો પણ ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જેનાં અવશેષો આજે પણ અહિં જોવા મળે છે. આ કિલ્લા સિવાય પેશ્વા સમયની ઐતિહાસિક 3 વાવ પણ આવેલી છે. જે વાવ માં કોઈ દિવસ પાણી ઘટતું નથી,રાજ્યભર થી લોકો આવે છે.બંને માતાજી ના મંદિરોમાં સવારે અને સાંજે આરતી થાય છે, રાજ્યભર માંથી પઘારતા ભક્તોએ ભલે આકરો પથ પાર કર્યો હોય પણ આરતીમાં ઉપસ્થિત રહી એ અલોકિક ઊર્જાનો સંચાર અનુભવે છે.માના આ ધામમાં ભક્તો વિવિધ રીતે પોતાની આસ્થાની સાબિતી આપતા હોય છે. કોઈક પગ પાડા ઘરેથી નીકળે તો કોક દરેક પગથિયે સાથિયો પુરે છે. કોઈક દરેક પગથીયે ફૂલ મૂકે છે તો કોઈક વિવિધ પ્રસાદ કે થાળ ચઢાવે છે.

    ઇતિહાસ માં ડોક્યું કરીયે તો આ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે. શિવાજી જયારે સુરત માં લૂંટ ચલાવી ફરી મહારાષ્ટ્ર તરફ જઈ રહયા હતા ત્યારે અહીં પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજી ની ભક્તિ માં લીન થયા હતા. કહેવાય છે કે આ દરમિયાન શિવાજી પર હુમલાનો પ્રયાસ થતા માએ તેમને સંકેત આપ્યો. અને ચામુંડા માં એ શિવાજી મહારાજ ને એક ઘોડી અને તલવાર આપી હતી જે ઘોડી થી શિવાજી મહારાજે કિલ્લા પરથી કુદાવી હતી અને નદી ના પેલા કાંઠે પોહચી હતી આ ચમત્કારથી જ શિવાજી પોતાનો જીવ બચાવી શક્યા હતા. જેથી આજે પણ એ નદી પાર નદી ના નામે ઓળખાય છે તો આમ મા ચામુંડાની કૃપાથી પ્રાચીન કાળથી માંડીને આજ સુધી અસંખ્ય ભક્તોની માનતા પૂરી થઈ છે.
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Valsad

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन