વાપીમા રહેતી અને એક સ્કૂલમાં ધોરણ 10 મા અભ્યાસ કરતી એક સગીરા ઘરે કોઈને કઈ કહ્યા વગર અચાનક નીકળી જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે ભારે શોધખોળ બાદ પણ સગીરા ન મળી આવતા વાપી ટાઉન પોલીસ મથકે અપહરણ અંગે ફરિયાદ નોંધાવામા આવી છે.
બનાવની વિગત મુજબ વાપી ટાઉન પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતા એક પરિવારની 16 વર્ષીય પુત્રી ઘરે કોઈને કઈ કહ્યા વગર નીકળી ગઈ હતી. પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની 16 વર્ષીય પુત્રી વાપીની એક સ્કૂલ મા ધોરણ 10 મા અભ્યાસ કરતી હતી. અને તે 17 ડિસેમ્બર ના રોજ ઘરે જોઈને કઈ પણ કહ્યા વગર અચાનક નીકળી ગઈ હતી. અને ત્યાર બાદ મોડી રાત સુધી તે ઘરે પરત ફરી ન હતી.
મોડી રાત સુધી સગીરા ઘરે પર ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સગા સંબંધીઓ ના ઘરે પણ તેમજ આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવા છતાં સગીરા ન મળતા અને કોઈ જગ્યાએ પત્તો ન લાગતા આખરે પરિવાર પોલીસના શરણે આવ્યા હતા. અને કોઈ અજાણ્યા ઇસમે સગીરાનું અપહરણ કર્યું હોય તેવી શંકા રાખીને પરિવારે આ અંગે સોમવારે વાપી ટાઉન પોલીસ મથકે અજાણ્યા સામે અપહરણ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને તે દિશામાં તપાસ હાથ ધરી છે.અને પોલીસે સગીરાના મોબાઈલ લોકેશન ના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ મિત્ર વર્તુળના નિવેદન લઈને સગીરાને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે.