Home /News /valsad /Valsad: બિનવારસી મૃતકોના સ્વજન છે આ મહિલા; સ્મશાનમાં રહીને કરે છે અંત્યેષ્ટી વિધિ; જાણો કેમ

Valsad: બિનવારસી મૃતકોના સ્વજન છે આ મહિલા; સ્મશાનમાં રહીને કરે છે અંત્યેષ્ટી વિધિ; જાણો કેમ

મૃતદેહોને સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કારની પ્રવૃત્તિ 

વલસાડ જિલ્લામાં ગૌરીબેન પટેલ જિલ્લામા મળી આવતા બિનવારસી મૃતકોના સ્વજન બનીને અગ્નિ સંસ્કાર કરવાનું ઉમદા કાર્ય 1980 થી કરી રહ્યા છે.ગૌરીબેન પટેલ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 27,000થી વધુ બિનવારસી મૃતકોના સ્વજન બનીને તેઓએ અગ્નિ સંસ્કાર કર્યા છે.

વધુ જુઓ ...
    Akshay kadam, Valsad: ગરુડ પુરાણ અનુસાર માનવીનું મૃત્યુ નિશ્ચિત છે અને તે કોઈ પણ સમયે થઈ શકે છે. સનાતન સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર મુજબ માનવ જીવનમાં કુલ સોળ સંસ્કાર કરવામાં આવે છે. જેમાં પ્રથમ સંસ્કાર એ ગર્ભધાન સંસ્કાર હોય છે જેના કારણે માનવ જીવનની પ્રક્રિયા શરૂ થાય છે. તે જ રીતે મનુષ્યના જીવનનો અંતિમ સંસ્કાર હોય છે તેના મૃત્યુ પછી થતી ક્રિયા. અંતિમ સંસ્કાર આત્માના શરીર ત્યાગનો સમય હોય છે.પરંતુ શરીર છોડ્યા બાદ માણસના મૃતદેહ સાથે થતી ક્રિયાઓ પદ્ધતિસર અને નિયમાનુસાર કરવામાં આવે છે. તેમને અંતિમ વિદાય આપવામાં આવે છે ત્યારે તે પંચતત્વમાં ભળી જાય છે.

    વલસાડ જિલ્લામાં ગૌરીબેન પટેલ જિલ્લામા મળી આવતા બિનવારસી મૃતકોના સ્વજન બનીને અગ્નિ સંસ્કાર કરવાનું ઉમદા કાર્ય 1980 થી કરી રહ્યા છે.ગૌરીબેન પટેલ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 27,000થી વધુ બિનવારસી મૃતકોના સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કાર કર્યા છે. જે બદલ તેમની નિ:સ્વાર્થ સેવાભાવનાને વલસાડ ના લોકો બિરદાવી રહ્યા છે . સ્મશાનમાં લોકો જવા માટે ડરતા હોય છે ત્યારે વલસાડની ગૌરીબેન પટેલ આખી રાત દિવસ બિનવારસી,સડી ગયેલી, કોહવાયેલી, અંગો છુટા પડીગયેલા સહીતની અનેક મૃતદેહોનો અંતિમસંસ્કાર કરે છે.તેઓએ અત્યા સુધી કુલ 27 હજારથી વધુ મૃતદેહોનો અંતિમસંસ્કાર કર્યો છે.લોકો કહે છે કે રાત્રે ભૂત પ્રેત સહીતના ડરાવના અવાજ આવતો હોવાની લોક વાયકા પણ છે. છતા 1980થી વલસાડની આ મહિલા વલસાડ સ્મશાન ભૂમિમાં જ રહે છે.

    કુદરતનો નિયમ છે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે આપડે ઘણા એવા લોકો જોયા હશે જેઓના આગળ પાછળ કોઈ નથી હોતું અથવા કોઈ ની બિનવારસી હાલતમાં લાશ મળી આવે ત્યારે એ વ્યક્તિ ના અંતિમ સંસ્કાર કોઈ બીજા વ્યક્તિ(પુરુષ) દ્વારા જ કરવામાં આવતું હોય છે પરંતુ અહીંયા વાત કઈ અલગ છે ત્યારે વાત કરીએ વલસાડ ના ગૌરીબેન ની જેઓએ અત્યાર સુધી માં કુલ 27,000 થી વધુ મૃતદેહો ને અગ્નિ દાહ આપ્યો છે.

    આ પણ વાંચો: અહીથી તમે નરી આંખે જોઈ શકો છો શનિ,મંગળ સહિત વિવિધ ગ્રહો; જુઓ કેવી રીતે

    વલસાડ જિલ્લામાં ગૌરીબેન પટેલ જિલ્લામા મળી આવતા બિનવારસી મૃતકોના સ્વજન બનીને અગ્નિ સંસ્કાર કરવાનું ઉમદા કાર્ય 1980 થી કરી રહ્યા છે.ગૌરીબેન પટેલ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 27,000થી વધુ બિનવારસી મૃતકોના સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કાર કર્યા છે. જે બદલ તેમની નિ:સ્વાર્થ સેવાભાવનાને વલસાડ ના લોકો બિરદાવી રહ્યા છે . ગૌરીબેન પટેલ એક મહિલા હોવા છતાં પણ તેમના દ્વારા જે રીતે નિ:સ્વાર્થભાવે 27,000 થી વધુ બિનવારસી મૃતકોના મૃતદેહોને સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેને વલસાડ ના પારડીસાંઢપોર ગ્રામપંચાયત દ્વારા બિરદાવમાં આવી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Cremation, Dead body, Valsad

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन