Home /News /valsad /Vapi News: વાપીમાં ગેસ એજન્સી લેવાની લાલચે બિલ્ડર સાથે લાખો રૂપિયાની ઠગાઈ, અદાણીની નકલી વેબસાઇટ બનાવીને ઠગ કળા કરી ગયા!
Vapi News: વાપીમાં ગેસ એજન્સી લેવાની લાલચે બિલ્ડર સાથે લાખો રૂપિયાની ઠગાઈ, અદાણીની નકલી વેબસાઇટ બનાવીને ઠગ કળા કરી ગયા!
વાપીના બિલ્ડર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
Vapi News: વાપીના એક જાણીતા બિલ્ડર સાથે લાખો રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ આ મામલે બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી છે.
ભરતસિંહ વાઢેર, વાપીઃ શહેરના એક જાણીતા બિલ્ડર સાથે લાખો રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ બિલ્ડરે ગેસ એજન્સી લેવા માટે એક અજાણી વેબસાઇટ સાથે સંપર્ક કર્યો હતો. ત્યારે આ વેબસાઇટના માધ્યમથી લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ આ મામલે બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી છે.
પ્રોસેસિંગ ફીના નામે અનેકવાર રૂપિયા પડાવ્યા
મળતી માહિતી પ્રમાણે, બિલ્ડરે ગેસ એજન્સી લેવા માટે ઓનલાઇન સર્ચ કર્યુ હતુ. જેમાં ઘણી બધી વેબસાઇટ આવી હતી. તેમાંથી એક વેબસાઇટમાં તેમને ગેસ એજન્સી લેવા માટેની પ્રકિયા વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ તેમણે તે વેબસાઇટના માધ્યમથી ગેસ એજન્સી લેવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરી હતી. ત્યારબાદ આ વેબસાઇટે તેમની પાસેથી વિવિધ પ્રોસેસિંગ ફીના નામે અનેકવાર રૂપિયાની માંગણી કરી હતી. ગેસ એજન્સીને લેવાની હોવાથી બિલ્ડરે પણ લાખો રૂપિયાનો વ્યવહાર કરી નાંખ્યો હતો.
આખરે બિલ્ડરને સમગ્ર હકીકત ખબર પડતા તેમના પગતળેથી જમીન ખસી ગઈ હતી. તેમને તપાસ કરતા જાણ થઈ હતી કે, તેમણે જે વેબસાઇટ પર રૂપિયાનો વ્યવહાર કર્યો છે તે કોઈ એજન્સીની વેબસાઇટ નથી. કેટલાક ભેજાબાજોએ આ રીતે બિલ્ડરને છેતર્યા હતા. ત્યારે મળતી વિગત પ્રમાણે, બિલ્ડરે અત્યાર સુધીમાં આ વેબસાઇટના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 94 લાખ જેટલા રુપિયા ગુમાવ્યા છે.
આ ઘટના બાદ બિલ્ડરે વલસાડ સાયબર ક્રાઇમ વિભાગને સમગ્ર ઘટના અંગે ફરિયાદ કરી હતી. ત્યારે હાલ આ મામલે સાયબર પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અદાણી ગેસની કોઈ વેબસાઇટ નથી. નકલી વેબસાઇટ બનાવીને ઠગ ગેંગે ફરિયાદીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.