Home /News /valsad /વલસાડમાં ધોળે દિવસે ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, એક જ પરિવારના ચાર લોકોની ધરપકડ
વલસાડમાં ધોળે દિવસે ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, એક જ પરિવારના ચાર લોકોની ધરપકડ
ચોરી કરતી ગેંગ ઝડપાઈ
Valsad News: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ધોળે દિવસે ઘરફોડ ચોરી કરતી એક ગેંગ છેલ્લા કેટલાક દિવસોથી તરખાટ મચાવી રહી હતી. વલસાડ જિલ્લા પોલીસ માટે માથાનો દુખાવો બની રહેલી આ ગેંગ અંતે પોલીસ પાંજરે પુરાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસના હાથે પકડાયેલ આ ચોર ગેંગના સાગીરતો એક જ પરિવારના સભ્યો છે.
ભરતસિંહ વાઢેર, વલસાડ: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ધોળે દિવસે ઘરફોડ ચોરી કરતી એક ગેંગ છેલ્લા કેટલાક દિવસોથી તરખાટ મચાવી રહી હતી. વલસાડ જિલ્લા પોલીસ માટે માથાનો દુખાવો બની રહેલી આ ગેંગ અંતે પોલીસ પાંજરે પુરાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસના હાથે પકડાયેલ આ ચોર ગેંગના સાગીરતો એક જ પરિવારના સભ્યો છે. હાલ વલસાડ જિલ્લા પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપતા આપતી આ ગેંગની ધરપકડ બાદ ચોરીના અનેક ગુનાઓના ભેદ ઉકેલાઇ રહ્યા છે.
ધોળા દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધોળા દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હતો. જેના કારણે વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જો કે હવે વલસાડ એલસીબીએ આ મામલે એક ચોર ગેંગને દબોચી લીધી છે. સાથે જ પોલીસે ચોરીનો માલ ખરીદનાર એક રીસીવરની પણ ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરી કરવાના સાધનો તેમજ વાહનો પણ કબ્જે કર્યા છે. વલસાડ જિલ્લામાં ધોળે દિવસે ચોરીને અંજામ આપતીગેંગના આરોપીઓમાં શીવા ઉર્ફે રાજુ ચીન્નપા તીરમલીયા ધોત્રે, શ્યામ S/૦ ચીન્નાપા તીરમલીયા ધોત્રે, મહેશ S/O હનુમંત્તા ચીન્નાપા તીરમલીયા ધોત્રે અને રાહુલ S/O શીલ્વરાજ મુપનારના નામ સામેલ છે.
પોલીસના હાથે ઝડપાયેલ આ ગેંગના સાગરીતો એક જ પરિવારના સભ્યો છે, અને ચારેય રીઢા ગુનાગાર છે. ઝડપાયેલ આ આરોપીઓએ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અનેક ગુનાઓને અંજામ આપ્યા હતા. અનેક વખત તેમના કારનામાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર પોલીસની ભીસ વધતા તેઓ ઉમરગામમાં સ્થાયી થયા અને વલસાડ જિલ્લામાં આતંક મચાવતા હતા. જોકે આખરે હવે આ આરોપીઓ વલસાડ જિલ્લા એલસીબીના હાથે ઝડપાઇ ગયા છે. વલસાડ જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયેલ 11 ઘર ફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયા છે.
ઘર ફોડ ચોરીને અંજામ આપતા એક જ પરિવારના ચાર સભ્યો માંથી ત્રણ આરોપી તો એવા પણ છે જેમનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે. જેમાં આરોપી શીવા ઉર્ફે રાજુ ચીન્નપા તીરમલિયા ધોત્રે સામે મહારાષ્ટ્રના દહીસરમાં ચોરીના 2, બદલાપુરમાં 1, તલેગાંવમાં 6 અને ડીસીબી સીઆઇડીમાં આર્મ્સ એક્ટનો પણ 1 ગુનો નોંધાયો છે. જ્યારે શ્યામ ચીન્નાપા સામે વિરાર, માણીકપુર, તલેગાંવ, કોલશેવાડી અને દહીસરમાં કુલ 10 ગુના નોંધાયા છે. અને રાહુલ શીલ્વરાજ મુપનાર સામે મહારાષ્ટ્રના અરનાલા, વિરાર, બાઝારરોડ, દહીસરમાં કુલ 19 ગુના નોંધાઇ ચૂક્યા છે. આમ આ ત્રણ આરોપી અનેક વાર મહારાષ્ટ્ર પોલીસના ચોપડે પણ ચઢી ચુક્યા છે.