Home /News /valsad /Valsad news: પીપરોણી ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસ.ટી બસ પહોંચી, કેવો હતો માહોલ?

Valsad news: પીપરોણી ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસ.ટી બસ પહોંચી, કેવો હતો માહોલ?

X
પીપરોણી

પીપરોણી ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસ.ટી બસની સુવિધા શરૂ થઈ.

Valsad news: પીપરોણી ગામ માં સૌ પ્રથમ વખત જ શણગારેલી બસ પહોંચતા ગામ લોકો એકઠા થયા હતા. અને પ્રથમ વખત જ ગામમાં આવેલી બસનું (st bus) પૂજા અગરબત્તી કરી અને સ્વાગત કર્યું હતું.

Valsad news: વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પીપરોણી ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસ.ટી બસની (ST bus service) સુવિધા શરૂ થઈ છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના હદને અડીને આવેલા કપરાડા તાલુકાના (Kaparada taluka) પીપરોણી ગામના લોકો આઝાદીથી અત્યાર સુધી એસ.ટી બસની સુવિધાથી વંચિત હતા. ગામ સુધી પહોંચવાનો રસ્તો પણ પાકો ન હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામમાં વિકાસ શરૂ થયો છે. અને હવે પાકો રસ્તો પણ બનતાં ગામમાં એસ.ટી. ની સુવિધા શરૂ થઈ છે ત્યારે પીપરોણી ગામ માં સૌ પ્રથમ વખત જ શણગારેલી બસ પહોંચતા ગામ લોકો એકઠા થયા હતા. અને પ્રથમ વખત જ ગામમાં આવેલી બસ નું પૂજા અગરબત્તી કરી અને સ્વાગત કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તાર છે. આ વિસ્તાર સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતો છે. આથી અન્ય વિસ્તારોની સરખામણીમાં આ તાલુકાના ઓછો વિકાસ થયો હતો. એમાંય કપરાડાના અંતરિયાળ અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ને અડીને આવેલો આ વિસ્તાર વિકાસની મુખ્યધારા થી વંચિત હતો. પરંતુ હવે ગામમાં વિકાસ શરૂ થયો છે. અત્યાર સુધી ગામના લોકોએ તાલુકા મથક કપરાડા કે જિલ્લા મથક વલસાડ જવું હોય કે અન્ય કોઈ ગામ જવું હોય તો પીપરોણી ગામના લોકોએ ચાલતા નજીકના એવા ગામ સુધી જવું પડતું કે જયાં એસ.ટી બસ કે અન્ય પ્રાઇવેટ વાહન ની સુવિધા ચાલતી હોય.

મહત્વપૂર્ણ છે કે પહાડી વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં પ્રાઇવેટ વાહનો પણ ચાલતા ન હતા. અને જે એકલ દોકલ વાહન ચાલતાં તેમાં પણ જીવના જોખમે લોકોને મુસાફરી કરવી પડતી હતી. પરંતુ હવે કપરાડા ના ધારાસભ્ય એવા જીતુભાઈ ચૌધરી રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી છે. આથી ગામના લોકોએ એસ.ટી.ની સુવિધા શરૂ કરવા માટે માંગ કરી હતી.

આ પણ વાંચોઃ-ACB trap: વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો, ST નિગમનો ડિવિઝન કંટ્રોલર દિલીપ ચૌધરી રૂ.10 હજાર લેતા પકડાયો

લોકોની માગ થતા રાજ્ય મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના પ્રયાસોથી કપરાડા તાલુકા મથક પીપરોણી ગામ સુધી દિવસમાં બે વખત એસટી બસની સુવિધા શરૂ થઈ છે. કપરાડા એસટી ડેપોથી બસ ને શણગારી અને પ્રથમ વખત પીપરોણી ગામ મોકલવામાં આવી હતી. આ પ્રસંગે એસ.ટી વિભાગના અધિકારીઓ અને સ્થાનિક જન પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પીપરોણી ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસ.ટી બસ પહોંચતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રથમ વખત જ ગામમાં આવેલી બસની દીવાબત્તી કરી અને પૂજાઅર્ચના કરી અને સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ-Rajkot news: લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી કર્યુ મહિલાનું શોષણ, મહિલાની ન્યાય માટે પોકાર

તો ગામ માં આવેલી બસ માં ચડી અને યુવકોએ બસની સાથે ફોટા પડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. આમ વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા છેવાડાના ગામ પીપરોણી ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસટી બસની સુવિધા શરૂ થતા લોકો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.
First published:

Tags: Gujarati news, ST Bus, Valsad news