ભરતસિંહ વાઢેર, કપરાડા: વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાના વિરક્ષેત્ર ગામમાં ફૂડ પોઇઝનીંગ (food poisoning)ના કારણે એક જ પરિવારના બે બાળકોના મોત થયા છે. જ્યારે ચાર સભ્યોની હાલત ગંભીર છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને પગલે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામમાં એક જ પરિવારના છ સભ્યોને ફૂડ પોઇઝનીંગ (food poisoning)ની અસર થઈ હતી. પરિવારના સભ્યોએ બે દિવસ પહેલા રાંધેલા વાસી ભાત ખાધા હતા. આથી તમામ છ સભ્યોને ફૂડપોઈઝનિંગની અસર થઈ હતી. જેના કારણે બે બાળકીઓના મોત નીપજ્યા હતા. જ્યારે પરિવારના અન્ય બે બાળકો અને માતા-પિતાને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા જ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. એક સાથે એક જ પરિવારના બે બાળકો ફૂડ પોઝનિંગના કારણે મોતને ભેટતા અને ચાર સભ્યો ગંભીર તથા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક દષ્ટિએ પરિવારના સભ્યોએ બે દિવસ પહેલા રાંધેલા ભાત ખાવાથી આ ફૂડ પોઇઝનીંગની અસર થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે મોતનું સાચું કારણ જાણવા માટે મૃતકોના પેનલ પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી સરું કરી છે. તો બાકીના સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .
આ બનાવની જાણ થતા જ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી અસરગ્રસ્ત પરિવારના ઘર પર પહોંચી હતી. આસપાસના લોકોના અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પરિવારના સભ્યોના નિવેદનો લીધા હતા. આમ કપરાડામાં એક જ પરિવારના છ સભ્યોને ફૂડપોઇઝનિંગની અસરને કારણે બે બાળકીઓના મોત અને ચાર સભ્યો ગંભીર થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.