Home /News /valsad /વલસાડ: પારડી નજીક હાઇવે પરની હોટેલમાં મારામારી, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

વલસાડ: પારડી નજીક હાઇવે પરની હોટેલમાં મારામારી, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ

Pardi Hotel fight: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad Mumbai National highway) પર પારડી નજીક આવેલી ફાઉન્ટન હોટલમાં ગઈ મોડી રાત્રે હોસ્પિટલના પરિસરમાં બનેલી ઘટનામાં બે પક્ષો આમને-સામને આવી ગયા હતા.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના પારડી (Pardi) નજીક આવેલી ફાઉન્ટેન હોટેલ Pardi hotel fight) પર ગઈ મોડીરાત્રે બે જૂથો વચ્ચે સામસામે મારામારી (Valsad hotel fight) થઈ હતી. હોટેલ પરિસરમાં શરૂ થયેલી મારામારી હોટલના હૉલમાં સુધી પહોંચી હતી. કેટલાક શખ્સોએ એક વ્યક્તિને ઘેરી અને હોટલના હૉલમાં લાકડી અને ધોકા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો (Clash between two group) કર્યો હતો. હોટેલમાં બનેલી મારામારીની આ ઘટનાને કારણે હોટેલના સ્ટાફ અને ગ્રાહકોમાં દોડધામ મચી ગઇ હતી. મારામારીની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    આ મામલે પારડી પોલીસે જવાબદાર લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી છે. ફાઉન્ટન હોટલ (Fountain hotel)માં થયેલી મારામારી મામલે પારડી પોલીસ સ્ટેશન (Pardi police station)માં સામસામે ફરિયાદ પણ દાખલ થઇ છે. આ મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઇજા થતા તેઓને પોલીસ પહેરા  સાથે પારડીની એક ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

    બનાવની વિગત મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad Mumbai National highway) પર પારડી નજીક આવેલી ફાઉન્ટન હોટલમાં ગઈ મોડી રાત્રે હોસ્પિટલના પરિસરમાં બનેલી ઘટનામાં બે પક્ષો આમને-સામને આવી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. મામલો ઉગ્ર બનતા જોરદાર મારામારી થઈ હતી.

    હોટેલ પરિસરની બહાર થયેલી મારામારી હોટેલના હોલમાં વધુ ઉગ્ર બની હતી. જે બાદમાં બેથી ત્રણ શખ્સોએ એક વ્યક્તિને ઘેરીને હોટલના હોલમાં જ લાકડી અને ધોકા જેવા હથિયારો સાથે માર માર્યો હતો. એક વ્યક્તિને ઢસડીને હોટેલની બહાર લઇ જવામાં આવ્યો હતો. હોટેલ બહાર લઈ ગયા બાદ પણ માર મારવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: અકસ્માત બાદ પૂર્વ સાંસદના કાર ચાલકે એસટી બસના ડ્રાઇવરને માર્યો માર

    હોટલની અંદર બનેલી મારામારીની ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આ મામલામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હોટલમાં મારામારી કરનાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



    પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બબાલ અને મારામારી પ્રેમ પ્રકરણમાં થઈ હતી. જોકે, બંને પક્ષોએ સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપો કરીને પારડી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. આ મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં તેઓને પોલીસ પહેરા સાથે પારડીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hotel, Valsad, સીસીટીવી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો