Home /News /valsad /Valsad: શું તમે પણ વિનોદભાઈની જેમ સ્માર્ટ ખેડૂત બનવા માંગો છો? આવી રીતે કરો અરજી

Valsad: શું તમે પણ વિનોદભાઈની જેમ સ્માર્ટ ખેડૂત બનવા માંગો છો? આવી રીતે કરો અરજી

X
સરકારે

સરકારે સહાયની રકમ રૂ.૧૫૦૦થી વધારી રૂ.૬૦૦૦ કરતા ખેડૂતોનો ધસારો વધ્યો

કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે દિવસે વધતા રાજ્ય સરકારે ખેડૂતો શ્રેષ્ઠ ખેતી કરી સ્માર્ટ ખેડૂત બને તે માટે ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડવા સ્માર્ટ ફોન યોજના અમલમાં મુકી છે,જો કે આ યોજનામાં પહેલા સહાયની રકમ રૂ.1500 હતી તે વધારી રૂ.6000 કરતા વલસાડ જિલ્લામાં આ યોજનાને ભારે પ્રતિસાદ મળ્યો છે. કુલ 473 ખેડૂતોએ અરજી કરી હતી જેમાંથી 469 મંજૂર થઈ છે.

વધુ જુઓ ...
  Akshay kadam, Valsad: સમગ્ર દેશ અને વિશ્વ ટેક્નોલોજી સાથે આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતનો ખેડૂત પણ દેશ અને વિશ્વ સાથે જોડાયેલો રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના થકી પારડી તાલુકાના ડુમલાવના પારસી ફળિયાના ખેડૂત વિનોદભાઈ પટેલ આજે આધુનિક ટેક્નોલોજીની મદદથી પોતે કરતા ખેતીમાં તમામ પ્રકારની સગવળ ઘર બેઠા જ મેળવી રહ્યા છે.આજે તેઓ આંગળીના ટેરવે વાતાવરણ, ખાતરના ભાવ સ્માર્ટ ફોનની મદદથી મેળવી આધુનિક રીતે ખેતી કરી રહ્યા છે.અને અન્ય ખેડૂતો પણ સ્માર્ટ બને તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.સ્માર્ટ ફોન યોજનાથી કૃષિ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનને તેઓ બિરદાવી રહ્યા છે.

  કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે દિવસે વધતા રાજ્ય સરકારે ખેડૂતો શ્રેષ્ઠ ખેતી કરી સ્માર્ટ ખેડૂત બને તે માટે ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડવા સ્માર્ટ ફોન યોજના અમલમાં મુકી છે,જો કે આ યોજનામાં પહેલા સહાયની રકમ રૂ.1500 હતી તે વધારી રૂ.6000 કરતા વલસાડ જિલ્લામાં આ યોજનાને ભારે પ્રતિસાદ મળ્યો છે. કુલ 473 ખેડૂતોએ અરજી કરી હતી જેમાંથી 469 મંજૂર થઈ છે.

  પેહલા ફોર્મ ભરવા માટે ગ્રામપંચાયત-જિલ્લા પંચાયત જવું પડતું હતું

  પારડી તાલુકાના ડુમલાવના પારસી ફળિયાના ખેડૂત વિનોદભાઈ પટેલ જણાવ્યું કે,અગાઉ સરકારની કોઈ યોજનાની માહિતી મેળવવાની હોય કે યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું હોય તો ગ્રામ પંચાયત તેમજ તાલુકા અથવા જિલ્લા પંચાયત સુધી જવુ પડતું હતું. ચોમાસામાં ખાસ કરીને હવામાન ખાતાની વરસાદની આગાહી માટે પણ ભગવાન ભરોસે રહેવુ પડતું હતું.

  ખાતરના ભાવ વધ ઘટ થાય તો તેની માહિતી પણ મળતી ન હતી. ખેતીના પાકમાં રોગ- જીવાતની માહિતી અગાઉથી મળતી ન હોવાથી ઘણીવાર ઉભા પાકને નુકશાન થતું હતું. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તાની રકમ બેંકમાં જમા થાય તો તેની માહિતી પણ મળતી ન હતી. જેથી ખેડૂતો પરેશાન હતા પરંતુ ખેડૂતોની પીડાને રાજ્ય સરકારે પોતાના સ્વજનની માફક સમજીને સ્માર્ટ ફોન યોજના અમલમાં મુકી.

  2 મહિના અગાઉ જાણ થતાં ઓનલાઇન અરજી કરી

  2 મહિના અગાઉ જ વર્તમાન પત્ર દ્વારા આ યોજનાની માહિતી મળતા ગ્રામ સેવકનો સંપર્ક કર્યો તેમણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં મદદ કરી હતી. ૨ માસમાં મારી અરજી મંજૂર થતા વાપીની મોબાઈલ સ્ટોરમાંથી રૂ.17,499નો સ્માર્ટ ફોન ખરીદ્યો હતો. બાદમાં સહાયની રકમ રૂ. 6000 સીધા બેંક ખાતામાં જમા થઈ છે.

  ચહેરા પર ખુશીના ભાવ સાથે ખેડૂત વિનોદભાઈ વધુમાં જણાવ્યું કે, સ્માર્ટ ફોન હાથમાં આવતા સમગ્ર વિશ્વ જાણે મુઠ્ઠીમાં આવી ગયું હોય એવું લાગે છે. હવે માત્ર ક્ષણભરમાં આંગળીના ટેરવે મને સરકારની વિવિધ યોજના, હવામાન ખાતાની આગાહી, નવી ખેત પધ્ધતિ, એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ, ખાતરના ભાવ તેમજ સંભવિત રોગ-જીવાતની માહિતી સ્માર્ટ ફોનમાં મળી જાય છે.

  પશુ બીમાર પડે તો તાત્કાલિક ડોક્ટરને પણ બોલાવી લઈએ છીએ. હવે યોજનાનો લાભ લેવા માટે હું મોબાઈલમાંથી ઓનલાઈન અરજી પણ કરી દઉ છું જેથી કચેરી સુધી જવાનો સમય અને નાણાંનો વ્યય પણ અટક્યો છે. અમે ખેડૂતોએ વોટ્સઅપ પર ગૃપ પણ બનાવ્યું છે જેમાં ખેતીને લગતા અપડેટ શેર કરી ખેતીને આધુનિક રૂપ આપી રહ્યા છે. આ યોજનાથી ખરેખર એવું લાગે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ સબકા પ્રયાસનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. જેના થકી નવા આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

  કેટલી સહાય પેહલા મળતી અને હવે કેટલી મળે

  આ યોજનામાં ફોનની ખરીદ કિંમતના 10 ટકા અથવા વધુમાં વધુ રૂ.1500 સહાય પેટે મળતા હતા પરંતુ હવે સરકારે આ યોજનામાં ફોનની ખરીદ કિંમતના 40 ટકા અથવા વધુમાં વધુ રૂ.6000 બે માંથી જે રકમ ઓછી હશે તે સહાય પેટે આપતા આ યોજનાને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. વર્ષ 2021-22માં માત્ર 82 ખેડૂતોએ લાભ લીધો હતો પરંતુ હવે યોજનામાં સહાયની રકમ વધતા વધુ કુલ 473 અરજી મળી જેમાંથી 469 મંજૂર કરી છે.

  આ યોજનાનો લાભ લેવા માટેના નિયમો

  ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવા પરિવારમાંથી એક ખેડૂતને ફોન ખરીદી પર સહાય મળશે
  આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
  સહાયની રકમનું વ્યાજ અને સહાયની રકમ પણ સરકાર ભોગવશે
  યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારની આધાર કાર્ડની નકલ, કેન્સલ ચેક, બેંક પાસબુક, મોબાઈલ ખરીદીનું જીએસટી નંબર વાળુ બિલ, જમીનની 7/12 અને 8ની નકલ રજૂ કરવાનું રહેશે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Farmer in Gujarat, Mobile and Technology, Smart phone, Valsad

  विज्ञापन
  विज्ञापन