જમીન માલિકોને યોગ્ય વળતર મળતા એમણે સરકાર નો આભાર માન્યો
વલસાડ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવેમાં અનેક ખેડૂતોની જમીન કપાતમાં ગઈ છે. પરંતુ સરકાર દ્વારા યોગ્ય વળતર મળતા ખેડૂતો કરોડપતિ બની ગયા છે.ખેડૂતોએ જમીન ખરીદી છે, ભવ્ય મકાન બનાવ્યા અને ગાડી ખરીદી છે.
Akshay kadam, valsad: દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવે જે વલસાડ જિલ્લામાંથી પસાર થઇ રહ્યો છે.દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત કરવામાં આવ્યું હતું. જમીનનું ખેડૂતોને યોગ્ય વળતર મળતા જમીન માલિકો માલામાલ થઇ ગયા છે. સામાન્ય પતરાના છાપરામાં રહેતા ખેડૂતોએ બંગલા બનાવ્યા અને ગાડીઓ પણ વસાવી છે
કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો એ કરોડરજ્જુ સમાન હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નવા ભારતના નિર્માણમાં ધોરીનસ સમાન પુરવાર થશે. અંદાજે રૂપિયા 98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા 1,380 કિલોમીટર લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ એક્સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે.
અમે પણ બન્યા કરોડપતિ , 2 વીઘાના 1 કરોડ મળ્યા
અટગામના ખેડૂત દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોતે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.શરૂઆતમાં કોન બનેગા કરોડ પતિ જોતા ત્યારે વિચાર આવતો કે આટલા પૈસા અમને ક્યારે મળશે ?. એક્સપ્રેસ હાઇવેમાં મારી 2 વીઘા જેટલી જગ્યા જવાની હતી ત્યારે અમને 17 લાખ જેટલી કિંમત મળવાની હતી. પરંતુ વલસાડ ખેડૂત સમાજ સંઘ દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરી વલસાડ જિલ્લાના ખેડૂતોને 1 કરોડ ઉપર રકમ અપાવી છે.
પહેલા ઘરમાં ટાઇલ્સ ન હતી, હવે 45 લાખનું મકાન બનાવ્યું
ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા અમે કાચા મકાનમાં રહેતા હતા.જ્યાં નીચે ટાઇલ્સ પણ લગાવાની અમારી ક્ષમતા ન હતી. પરંતુ વડોદરા - મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં અમારી 2 વીઘા જેટલી જગ્યા ગઈ અને એમાંથી આવેલા વળતરમાં જમીન પણ ખરીદી છે, 45 લાખ રૂપિયાનું ઘર પણ બનાવ્યું છે અને ફરવા માટે એક ગાડી પણ લીધી છે. વડોદરા- મુંબઈ એક્સપ્રેસ હાઇવે અમારા માટે અલાદીનનો ચિરાગ નીકળ્યો છે.અમે સરકારનો ખુબ આભાર માન્યે છીએ. અમારી જીવવાની લાઈફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે.
વલસાડ ખેડૂત સમાજ સંઘની લડત રંગ લાવી
વલસાડના અટગામ ગામમાંથી દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવે(વડોદરા- મુંબઈ એક્સપ્રેસ હાઇવે) પસાર થઇ રહ્યો છે, જેમાં વલસાડ ખેડૂત સમાજ સંઘની લડતના કારણે વલસાડના ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું છે અને ખેડૂતોકરોડપતિ બની ગયા છે.