Home /News /valsad /Valsad: વલસાડના પ્રખ્યાત રાજારાણી વડાપાવ, ભીડ એટલી કે લોકો કરે પડાપડી

Valsad: વલસાડના પ્રખ્યાત રાજારાણી વડાપાવ, ભીડ એટલી કે લોકો કરે પડાપડી

X
શહેરના

શહેરના સ્ટેશન રોડ પર આવેલુ જૂનું અને જાણીતું એવું રાજરાણી વડાપાવ સેન્ટર આવેલું છ

રાજા રાણી વડાપાવ નામની દુકાન સાલ 1987માં શરૂ કરી હતી ત્યારે વડાપાવની કિંમત 2.50 રૂપિયા હતા.

    Akshay Kadam, Valsad:  ગુજરાતીઓ પોતાના સ્વાદપ્રેમના કારણે વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાતી વાનગીઓની બહારના લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યાં છે. વલસાડમાં છેલ્લા ત્રણ દાયકાથી એક વડાપાવના સ્વાદે લોકોને ઘેલુ લગાડ્યું છે. એટલું જ નહીં આ વડાપાવનું નામ પણ થોડું અટપટુ છે, કારણ કે તે રાજારાણી વડાપાવ સેન્ટર તરીકે ફેમસ છે. વલસાડ શહેરના સ્ટેશન રોડ પર આવેલુ જૂનું અને જાણીતું એવું રાજરાણી વાડપાવ સેન્ટર આવેલું છે. વલસાડ ટ્રેન કે બસમાં આવતા મુસાફરો,  નોકરીયાતો શાળામાં જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ વડાપાવ લેવા માટે પડા પડી કરતા હોય છે.

    કેવી રીતે થઇ રાજારાણી વડાપાવની શરૂઆત

    કર્ણાટકાથી કામની શોધમાં ગુજરાત આવેલા નારાયણ શેટ્ટી એ વલસાડમાં આવી સ્થાયી થયા બાદ પાવભાજીની લારી ઉપર રાત દિવસ નોકરી કરી હતી. થોડા પગભર થતા પોતાનો ધંધો કરવા માટે વિચાર્યું હતું અને તેઓએ રાજારાણી ઓટો ગેરેજ નામની દુકાન ભાડે લઈ વડાપાવની શરૂઆત કરી.  રાજા રાણી વડાપાવ નામની દુકાન સાલ 1987 માં શરૂ કરી હતી ત્યારે વડાપાવની કિંમત 2.50 રૂપિયા હતા. વલસાડમાં સૌપ્રથમવાર વડાપાવની શરૂઆત થતા મજુર વર્ગ તથા મધ્યમ વર્ગ આખો દિવસ કામ કરી વડાપાઉં ખાઈને દિવસ પસાર કરતા હતા, વડાપાવની સાઈઝ મોટી હોવાના કારણે વધુને વધુ ગ્રાહકો ખાવા માટે આવતા ગયા અને તેમ તેમ વલસાડનું રાજા રાણી વડાપાવ સેન્ટર પ્રખ્યાત થયું.

    રાજારાણી નામની પણ છે ખાસ વાત

    સ્ટેશન રોડ ઉપર રાજા રાણી ઓટો પાર્ટ્સની દુકાન ચાલતી હતી તે દુકાનમાં જ વડાપાવ વેચવાનું શરૂ કર્યું હતું અને તે નામથી જ નારાયણ ભાઈનું ભાગ્ય ખુલ્યું હતું, જેથી આજે પણ રાજારાણીના નામથી જ દુકાન ચલાવે છે.

    ચટણી નું છે ખાસ કોમ્બિનેશન


    વડપાવની સાથે ત્રણ પ્રકારની ચટણી આપવામાં આવે છે, જેમાં ખજૂર-આમલીની ચટણી સાથે સાઉથની નારિયેળની ચટણી,અને લસણની તિખી ચટણીનું કોમ્બિનેશન બનાવતા વડાપાવ લોકોના જીભે સ્વાદ ચોટયો અને લોકો વડાપાવનો સ્વાદ અચૂક લેતા હોય છે.

    વલસાડ રેલવે સ્ટેશન તથા બસ ડેપોની એકદમ નજીક આવેલું છે 

    વલસાડ એસ.ટી બસ સ્ટેન્ડથી માત્ર 200 મીટર અને રેલ્વે સ્ટેશનથી માત્ર 700 મીટર નજીક હોવાથી મુસાફરી કરતા મુસાફરો રાજા રાણી વડાપાવ નો સ્વાદ અચૂક માણતા હોય છે. તદુપરાંત શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ વડાપાવનો નાસ્તો કરતા હોય છે.

    1987 નીકિંમત અને 2022 ની કિંમત

    1987 માં વડાપાવ ની કિંમત 2.50 ₹ હતી અને હાલમાં વડાપાવની કિંમત 25 રૂપિયા છે પરંતુ તેનો સ્વાદ 35 વર્ષથી એકસરખો જાળવી રાખ્યો છે અને રાજરાણીના વડપાવ ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને વડાપાવના પાર્સલ અમદાવાદથી લઇ મુંબઇ સુધી લઈ જતા હોય છે. આજે પણ સમગ્ર વલસાડ જિલ્લા સહિત અન્ય વિસ્તારમાં પણ રાજા રાણી સ્નેકબારના નામથી જાણીતા બન્યા છે.
    First published:

    Tags: Valsad, ખોરાક

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन