અત્યાર સુધી કુલ 50 થી વધુ મેરેથોન દોડમાં ભાગ લઈ વિજેતા બન્યા છે.
વડોદરામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં વલસાડનાં 67 વર્ષીય રમેશભાઈ તૃતિય ક્રમ વિજેત બન્યા હતાં. રમેશભાઇ અત્યાર સુધી કુલ 50 થી વધુ મેરેથોન દોડમાં ભાગ લઈ વિજેતા બન્યા છે.
Akshay Kadam, valsad: વલસાડના નિવૃત્ત શિક્ષક 67 વર્ષની ઉંમરે પણ મેરેથોનમાં યુવાનોને હંફાવે છે. વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં 67 વર્ષીય રમેશભાઈ તૃતિય ક્રમ મેળવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યાર સુધી રમેશભાઈએ 100 મીટર થી 42 કિલોમીટર ની 50થી વધુ મેરેથોનમાં ભાગ લઈ જીત મેળવી છે.
વલસાડ તાલુકાના રોલા ગામ ખાતે રહેતા રમેશભાઈ પટેલ 67 વર્ષની ઉંમરે પણ યુવાનોને મેરેથોનમાં હંફાવે છે. 42 km ની મેરેથોન હોય કે 10 km ની તમામ મેરેથોનમાં રમેશભાઈ ભાગ લઈ જીતે છે. હાલ જ વડોદરા ખાતે યોજાયેલી આંતરરષ્ટ્રીય મેરેથોમાં રમેશભાઈ પટેલે 65 પ્લસ કેટેગરીમાં 10.5 કીમી દોડમાં ભાગ લીધો હતો.
અને આ મેરેથોન 55.12 મિનિટના સમયમાં પૂર્ણ કરી તૃતિય સ્થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લાનો દબદબો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાળવયો હતો. આ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં દક્ષિણ આફ્રિકા, કેન્યા, વગેરે દેશના ખેલાડીઓ તથા રાષ્ટ્રીય મેરેથોન ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં તેમની સામે પણ 67 વર્ષીય રમેશભાઈએ પોતાનું સ્થાન જાળવવામાં સફળતા મેળવી હતી.
અનેક મેરેથોનમાં ભાગ લઇ વિજેતા બન્યાં
રમેશભાઈએ રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા યોજાયેલી 10 કીમી મેરેથોનમાં પણ ભાગ લઈ 58.53 મિનિટમાં પૂરી કરી સિનીયર સિટીઝન્સમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. નાશિક ખાતે રાષ્ટ્રીય ખેલ મહાકુંભમાં તેમણે 1500 મીટર દોડમાં પ્રથમ અને 800 મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવી ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
તેઓએ અત્યાર સુધી 42.195 કીમીની ફુલ મેરેથોન, 21 કીમીની હાફ મેરેથોન, 12 કીમી,8 કીમી અને 6 કીમીની મેરેથોનમાં ભાગ લઈ સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તેઓ 100 મીટર થી 42.195 કીમી દોડમાં ભાગ લઈ ચુક્યા છે . હાલમાં પણ તેઓ સક્રિય રહી રમતક્ષેત્રે ખેલાડીઓને તૈયાર કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાને નામના અપાવી રહ્યા છે.
રમેશભાઇ રોજ સવારનાં દોડવા જાય છે
રમેશભાઈ 67 વર્ષની ઉંમરે પણ મેરેથોન માં ભાગ લઈ તમામ યુવાનો માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. 67 વર્ષની ઉંમરે પણ રમેશભાઈ એકદમ સ્વસ્થ જીવન જીવે છે. ત્યારે સ્વસ્થ રહેવા માટે નિવૃત્ત શિક્ષક રમેશભાઈએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નિવૃત્ત થયા બાદ સ્વસ્થ રહેવા માટે વિશેષ તેઓ કઈ કરતાં નથી.
રોજ સવારે વહેલા ઉઠી દોડવા માટે જાય છે, ત્યાર બાદ પ્રાર્થના કરી તેઓ પોતાના દિવસ દરમિયાનના તમામ કામો કરે છે અને પ્રતિકૂળ સંજોગોમાં પણ પોઝિટિવ થઈ હલકો આહારની સાથે તમામ વ્યસનો થી દૂર રહે છે. રમેશભાઈ જણાવ્યું હતું કે, આજના યુવાનોએ સ્વસ્થ રહેવા માટે તમામ પ્રકારના વ્યસનો થી દુર રહેવું જોઈએ. તમામ માટે સ્વસ્થ રહેવા માટેનું મહત્વનું કારણ બની શકે છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર