નગરપાલિકા ની ઢીલી નીતિને કારણે વલસાડ માં બેન થયેલું પ્લાસ્ટિક ખુલ્લેઆમ વેચાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ઈમ્પોર્ટથી લઈ વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.વલસાડ શહેર ખાતે બેન થયેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક મળી રહી છે.
Akshay kadam, Valsad: કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ઈમ્પોર્ટથી લઈ વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે,એવી ઘણી કંપનીઓ પણ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની વિરુદ્ધ છે. કારણ કે એવી ઘણી વસ્તુઓ છે જેના પર પ્રતિબંધ પછી આવનારા પડકારોનો સામનો કરવા માટે કંપનીઓને તૈયાર રહેવાની જરૂર છે.ત્યારે વલસાડ શહેર ખાતે બેન થયેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ખુલ્લે આમ વેચાણ થઇ રહ્યું છે અને લોકો વાપરી પણ રહ્યા છે.ભારતસહિત સમગ્ર ગુજરાત રાજ્ય આ 1 જુલાઈ 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ 2 મહિલા જેટલો સમય વીતી જવા છતાં હજી સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે.
જોઈએ આ વિશેષ અહેવાલ
સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે નામ થી જ સ્પષ્ટ થાય છે કે તે એવી પ્રોડકટ છે જેનો એક વાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે તેનો સરળતાથી નિકાલ થઈ શકતો નથી.તેમજ રિસાયકલ કરી શકાતું નથી આજ કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિક નું પ્રદુષણ પણ વધી રહ્યું છે.જેને લઈને સરકાર દ્વારા સમગ્ર દેશ માં 1 જુલાઈ 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પણ હજી આવા પ્લાસ્ટિક ના પ્રોડકટનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે.જી હા વાત છે વલસાડ શહેર ના શાકભાજી માર્કેટ સહીત શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્લાસ્ટિકના પ્રોડક્ટનું વેચાણ કરતી દુકાનો ની કે જેમાં પ્લાસ્ટિક પ્રોડકટ સરળતાથી મળી રહ્યા છે.
વલસાડની દુકાનો
વલસાડના શાકભાજી માર્કેટ ખાતે આવેલી ચામુંડા પ્લાસ્ટીક, છીપવાળ દાણા બજાર ખાતે આવેલી નિપા પ્લાસ્ટિક,શ્રીઝીલ પ્લાસ્ટિક જેવી દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે.આ પ્લાસ્ટિકના કારણે તેનું પ્રદુષણ પણ વધી રહ્યું છે. ત્યારે વલસાડ નગરપાલિકા દ્વારા આવી દુકાનો પર કેમ કાર્યવાહી નથી કરવામાં આવી રહી તેવા સવાલો ઉઠી રહ્યા છે.વલસાડ નગરપાલિકા હાલ સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અંકુશ લાગે તેવી લોક માંગ ઉઠી છે.
નગરપાલિકા ની ઢીલી નીતિપ્રમુખ ને ફોન ઉચકવાની તસ્દી ન લીધી
સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપ્પર અંકુશ લાવવાની જવાબદારી વલસાડ નગરપાલિકા ની હોવા છતાં પાલિકાના ના અડધિકારીઓ આંખ આડા કાન કરતા સહીત અન્ય જગ્યાએ ખુલ્લેઆમ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ થઇ રહ્યું છેજ્યારે આ બાબતે વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન પટેલે ફોન ઉંચકવાની તસ્દી પણ લીધી ન હતીં