Home /News /valsad /વાપી : વીજકાપ અંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ આપ્યું મોટું નિવેદન, પીએમ મોદીનો માન્યો આભાર

વાપી : વીજકાપ અંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ આપ્યું મોટું નિવેદન, પીએમ મોદીનો માન્યો આભાર

Kanu Desai Kanu Desai : રાજ્યના વીજ સંકટ અંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈનું નિવેદન

Power Crisis in Gujarat : સમગ્ર દેશમાં કોલસાની તંગીના વચ્ચે વીજકાપનું સંકટ, ગુજરાતની વીજળની સ્થિતિ અંગે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આપ્યું આ નિવેદન

    ભરતસિંહ વાઢેર,  વાપી :  એક તરફ સમગ્ર દેશમાં કોલસાની અછતના કારણે વીજકાપનું સંકટ સર્જાયું છે. રાજ્યમાં વીક સંકટની સ્થિતિ કેવી છે તે તો લોકો જાણે છે પરંતુ દેશની સરખામણીએ રાજ્યમાં વીજ સંકટ નથી અને પાવરકટની સમસ્યા નથી. આ નિવેદન રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આપ્યું છે. 'સમગ્ર દેશમાં ગુજરાત (Gujarat Power Crisis)  જ એક એવું રાજ્ય છે જે પાવર કટની સમસ્યાથી બચી શક્યું છે' આવું નિવેદન રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી (Energy Minister Kanu Desai) કનુભાઇ દેસાઇએ કર્યું છે.  વાપીના મોરાઇ માં એક કાર્યક્રમમાં ઉપસ્થિત ઉર્જા મંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું  આભારી છે  કારણ કે પીએમ  નરેન્દ્ર મોદીના પ્રયાસોથી (PM Narendra Modi) જ રાજ્યમાં અત્યારે રોજના 6 હજાર મેગાવોટ સોલાર અને વિન્ડ એનર્જી ઉપલબ્ધ થઈ રહી છે.

    વાપી નજીક આવેલા મોરાઈ ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા શનિવારે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરાઇની એમિગો અને જાણીતી વેલસ્પન  નામની કંપનીઓમાં  કર્મચારીઓને કામદારોએ રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું.

    આ પણ વાંચો :  સુરત : 72 તોલા સોનુ, 60 કિલો ચાંદી સહિત 86 લાખની મતાની થઈ હતી ચોરી, પોલીસે આવી રીતે પકડ્યા ચોર

    આ પ્રસંગે નાણા અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી અને રક્તદાન કરનાર કર્મચારીઓ  અને કામદારો નો ઉત્સાહ વધાર્યો હતો. આ વખતે મીડિયા સાથેની વાતમાં તેઓએ વર્તમાન સમયમાં રાજ્યમાં વીજળીની સમસ્યા અંગે વાત કરી હતી. સાથે જ વીજળી અને ગેસ ના ભાવ વધારા અંગે ના સવાલ ના જવાબમાં  ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં અત્યારે યુક્રેન અને  રશિયાના યુદ્ધને કારણે ગેસ પૂરવઠામાં સમસ્યા સર્જાઈ છે., આથી દેશના ગેસ આધારિત વીજ પ્લાન્ટ બંધ છેે.આથી  વીજળી નો સંપૂર્ણ મદાર  ઈમ્પોર્ટેડ કોલસા આધારિત છે.'
    " isDesktop="true" id="1209118" >

    આ પણ વાંચો :  Vanthali Police: જૂનાગઢના વંથલીમાં કૌભાંડ આચરનાર 5 પોલીસકર્મી સસ્પેન્ડ, મહિલા PSIને લીવ પર મૂકી દીધા

    કનુભાઈએ ઉમેર્યુ કે  તેમ છતાં 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી અત્યારે રાજ્યમાં રોજના 6 હજાર મેગાવોટ જેટલું સોલાર અને વિન્ડ એનર્જીનો ઉત્પાદન થઇ રહ્યું છે., સાથે જ કોલસા આધારિત જ વીજ ઉત્પાદનથી રાજ્યના ઉદ્યોગો અને રહેણાક વિસ્તાર ને પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો છે.'
    Published by:Jay Mishra
    First published:

    Tags: કોલસાની અછત, ગુજરાતી સમાચાર, વીજળી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો