રીંગણાં,મરચા,કાકડી,ભીંડા,ફ્લાવર જેવા શાકભાજીના છોડોમાં વધુ વરસાદના કારણે નુકશાની
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ ના કારણે લીલા શાકભાજીનો પાક લેતા ખેડૂતો ને ભારે નુકશાન થવા પામ્યું છે..ભારે વરસાદના કારણે શાકભાજીના છોડોમાં નુકશાની થતા પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સરકાર સર્વે કરાવીને સહાય આપે એવી માંગ કરી છે
Akshay Kadam, Valsad: ભારત દુનિયામાં ફળો અને શાકભાજી ઉત્પાદનમાં ચાઈના પછી બીજા ક્રમે આવે છે. સાથોસાથ ઉતાર્યા પછીનો બગાડ પણ ઘણો મોટો ૩૦ ટકા જેટલો છે. ફળો અને શાકભાજી એક્મ દીઠ વધારે ઉત્પાદન ,વધારે આવક અને વધારે કેલેરી શક્તિ આપવા જાણીતા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ ના કારણે લીલા શાકભાજીનો પાક લેતા ખેડૂતો ને ભારે નુકશાન થવા પામ્યું છે.ભારે વરસાદના કારણે શાકભાજીના છોડોમાં નુકશાની થતા પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સરકાર સર્વે કરાવીને સહાય આપે એવી માંગ કરી છે
કયા કયા પાકોને નુકસાન
છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો ભારે અસર પોહચવા પામી છે સપ્ટેમ્બર મહિનામાં લીલા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે રિંગણ,મરચા,કાકડી,ભીંડા,ફ્લાવર જેવા શાકભાજીના છોડોમાં વધુ વરસાદના કારણે નુકશાની થવા પામી છે સાથે પપ્યાના ઝાડોમાં પણ ભારે નુકશાન થવા પામ્યું છે પપૈયાના ઝાડ વરસાદના કારણે જમીન દોષ થઈ જવા પામ્યા હતા.તો સાથે લીલા શાકભાજીના છોડોમાં ફૂગ આવી જતા ઝાડ પર આવતો પાક હવે નિષ્ફળ જશે.
કેટલા રૂપિયાનું નુકસાન
ભારે વરસાદના કારણે નાના ખેતરો માં 50 હજારથી વધુ નું નુકસાન મોટા ખેતરોમા 2 લાખ થી વધુ નું નુકશાન ખેડૂતો ને થતા ખેડૂતોએ હવે સરકાર પર આશ લગાવી છે
સહાયની માંગણી
સરકાર વહેલી તકે ખેડૂતોનું સર્વે કરાવી સહાય ચૂકવે એવી માંગ કરી છે સાથે અગાઉ થયેલા સર્વેની સહાય હજુ સુધી ન ચૂકવતા એ સહાય પણ આપવામાં આવે એવી માંગ જિલ્લાના ખેડૂતો કરી રહયા છે.જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રિંગણ, મરચા, કાકડી,ભીંડા,ફ્લાવર જેવા શાકભાજીના છોડોમાં વધુ વરસાદના કારણે ફગ લાગી જતા છોડમાં સડો થવા લાગ્યો છે.જેના કારણે ખેડૂતોએ કરેલા ઈન્વેસ્ટમેન્ટમાં અત્યારથીજ નુકસાની દેખાઈ રહી છે.
આ છોડ મહત્મ 2થી 5 રૂપિયામાં મડતા હોય છે. જેથી ખેડૂતોએ કરેલી 17થી 20 વિઘાની ખેતીમાં આશરે 2થી 3 લાખનો માલ નાખતા હોય છે.જિલ્લામાં 15 ઈંચથી વધુ વરસાદના કારણે આ તમામ ખેતરમાં રહેલા છોડને નુકસાન થયું છે.સરકાર વહેલી તકે ખેડૂતોનું સર્વે કરાવી સહાય ચૂકવે એવી માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે ગત ખેતીનું પણ સર્વે થઈ ગયાના મહિનાઓ વીતી ગયા છે છતા તે સહાય સરકાર દ્વારાચૂકવવામાં આવી નથી.
જિલ્લા બાગાયતી અધિકારીએ શું કહ્યું.
આ સમગ્ર બાબતે જિલ્લા બાગાયતી અધિકારી ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે હજુ શુધી ખેડૂતોને નુકશાની ની કોઈ અરજી આવી નથી