Home /News /valsad /નશામાં ધૂત રેલવે કર્મચારીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, આત્મહત્યાની ધમકી આપી બિલ્ડીંગના છજજા પર બેસી ગયો 

નશામાં ધૂત રેલવે કર્મચારીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, આત્મહત્યાની ધમકી આપી બિલ્ડીંગના છજજા પર બેસી ગયો 

રેલવે કર્મચારી થયો નશામાં ધૂત

Drunk railway employee Valsad: વલસાડના અબ્રામા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં કર્મચારી નશામાં ધુત થઈ અને આત્મહત્યની ધમકી આપી બિલ્ડીંગના બીજા માળે છજજા પર ઉતરી જતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પરિવારજનોના પણ જીવ તાળવે ચોંટયા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના અબ્રામા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં કર્મચારી નશામાં ધુત થઈ અને આત્મહત્યની ધમકી આપી બિલ્ડીંગના બીજા માળે છજજા પર ઉતરી જતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પરિવારજનોના પણ જીવ તાળવે ચોંટયા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ત્રણ કલાક સુધી હાઈ વૉલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. નશામાં ધૂત રેલવે કર્મચારીએ સર્જેલા હાઈ વૉલ્ટેજ ડ્રામાને કારણે નશામાં પાણીની ટાંકી પર ચડી ગયેલા શોલેના વીરુની યાદ આવી ગઈ હતી.

    પરિવારજનોને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી


    બનાવની વિગત મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલા ઝરણાપાર્કમાં રહેતા એક રેલવે કર્મચારીએ ઘરે ભરપૂર નશો કર્યો હતો. નશો કર્યા બાદ પારિવારિક કંકાસમાં તે બિલ્ડીંગના બીજા માળના છજજા પર ઉતરી ગયો હતો. અને ત્યાંથી પરિવારજનોને પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી. આથી આસપાસના વિસ્તારના લોકોમાં દોડધામ બચી ગઈ હતી. પરિવારજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જો કે, આ સમગ્ર મામલો હાઈ વૉલ્ટેજ ડ્રામા જ હતો.

    આ પણ વાંચો: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ જીવવાનું હરામ કરી દીધું

    નશામાં ધૂત થયો રેલવે કર્મચારી


    ઉલ્લેખનીય છે કે, પરિવારજનોએ તેને સમજાવી અને છજજા પરથી નીચે ઉતારવા આજીજી કરી હતી. પરંતુ નશામાં ધૂત થયેલો આ રેલવે કર્મચારીએ કોઈ રીતે માનવા તૈયાર ન હતો અને બિલ્ડીંગના છજા પર બેસી ગયો હતો. બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં વ્યક્તિને સમજાવવા માટે પ્રયાસ કર્યા હતા પરંતુ કોઈ કાળે તે માનવા તૈયાર ન હતો.

    આ પણ વાંચો: Viral Video: આ વીડિયો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા, લદ્દાખી સ્ટાર્સે ગાયું ગીત

    આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી


    મળતી માહિતી પ્રમાણે પરિવારજનોએ જાળીએથી તે વ્યક્તિનું ટીશર્ટ અને હાથ પકડી લીધા હતા. આથી વ્યક્તિ બારીએ લટકી રહ્યો હતો. આખરે સ્થાનિક યુવકો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પોતાના જીવને જોખમમાં મૂકી અને બિલ્ડિંગના બીજા માળે છજા પર ઉતરી અને નશામાં ધૂત વ્યક્તિને દોરડા વડે બાંધી દીધો હતો. ત્યારબાદ તેને મહામહેનતે હેમખેમ નીચે ઉતાર્યો હતો. જોકે ત્રણ કલાક સુધી લોકોના અને પોલીસના જીવ અધ્ધર કરનાર આ વ્યક્તિનો કબજો લઈ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Sucide attempt, Valsad news, Valsad police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन