Home /News /valsad /Valsad: સિકલસેલ એનીમિયાથી અનેક આદિવાસીઓનું જીવન બચાવે છે ડો. યઝદી ઇટાલિયા 

Valsad: સિકલસેલ એનીમિયાથી અનેક આદિવાસીઓનું જીવન બચાવે છે ડો. યઝદી ઇટાલિયા 

X
સિકલસેલના

સિકલસેલના પ્રોજેકટ માટે ઝીણવટ ભરી નાની મોટી વાતો ઉપર ચર્ચા ઓ કરવામાં આવી હતી

કોઇ એક વ્યક્તિ કોઇ ચોક્કસ ક્ષેત્રમાં તેનું જીવન સમર્પિત કરે ત્યારે કેવું પરિણામ આવે છે તેનું ઉદાહરણ છે વલસાડનાં ડો. યઝદી ઇટાલિયા. 

    Akshay kadam, Valsad: સિકલસેલ એનીમિયા (Sickle cell anemia)આદીજાતિઓમાં (Tribal) જોવા મળતો વારસાગત રોગ (Genetic disease)છે. આ રોગ રંગ સૂત્રની ખામીના કારણે ઉદભવે છે. આ રોગને કારણે થતી શારીરિક અને માનસિક યાતનાઓ, વ્યથા ખુબ જ હોય છે. ડુગંરાળ અને અતંરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને આ વારસાગત રોગની પિડામાંથી મૂક્ત કરાવવાનું કામ ડો. યઝદી ઇટાલિયા (Dr Yazdi Italia) વર્ષોથી કરી રહ્યાં છે.

    રાજ્યની આરોગ્ય સેવામાં (health services) સિકલસેલની સારવારને આવરી લેવામાં આવી

    2005- 06ના વર્ષમાં રાજ્યની આરોગ્ય સેવામાં (health services) સિકલસેલની સારવારને આવરી લેવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં એનો વ્યાપ 14 આદિવાસી જિલ્લાઓમાં પથરાયેલો છે. રાજ્યમાં સિકલસેલના પ્રથમ 2 દર્દી વલસાડ જિલ્લાના મળી આવ્યા હતા. જેમનું નિદાન વલસાડ રક્તદાન કેન્દ્રના (Valsad Raktdan Kendra) ડો.યઝદી ઇટાલિયાએ કર્યું હતું. આ બંન્ને દર્દી સમગ્ર ભારતમાં સૌથી વધુ લાંબુ જીવન જીવ્યા હોવાનો શ્રેય નિદાન કરનાર વલસાડ રક્તદાન કેન્દ્રના ડો. યઝદી ઇટાલિયાને ફાળે જાય છે.

    ભારત દેશમાં ગુજરાત રાજ્યની આરોગ્ય સેવા કરવા વલસાડ રક્તદાન કેન્દ્રને જવાબદારી સોંપી હતી.

    રાજ્યનો સિકલસેલનો પ્રથમ પ્રોજેકટ ડો.યઝદી ઇટાલિયાએ મુક્યો હતો. સિકલસેલના પ્રોજેકટ માટે ઝીણવટ ભરી નાની મોટી વાતો ઉપર ચર્ચા ઓ કરવામાં આવી હતી. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયા અને સિકલસેલ રોગથી બચાવવા તેમની તપાસ થવી જરૂરી હતી.તેમણે જણાવ્યું કે, રાજ્યના આદિવાસી લોકોને સિકલસેલથી બચાવવા આદિવાસી વિસ્તરોમાં સિકલસેલ માટે મોટી સંખ્યામાં એકસાથે ચકાસણી કરવામાં આવી હતી. વર્ષ 2006 માં નરેન્દ્ર મોદીએ જવાબદારી સોંપી હતી.વર્ષ 2006મા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સિકલસેલ એનીમિયા નિયંત્રણ કાર્યક્રમને પ્રથમ વખત ભારત દેશમાં ગુજરાત રાજ્યની આરોગ્ય સેવા કરવા વલસાડ રક્તદાન કેન્દ્રને જવાબદારી સોંપી હતી.

    આ પણ વાંચો :  ગુજરાતનાં આ ડોક્ટરે સર્પદંશનો ભોગ બનેલા 5000થી વધુ લોકોને બચાવ્યા 

    ભારતના અસંખ્ય આદિવાસીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે એવો નવતર અભિગમ રૂપ કાર્યક્રમ હોય, ગૌરવવંતો પ્રધાનમંત્રી એવોર્ડ આપ્યો હતો.

    2011માં રાજ્યના આ કાર્યક્રમને તે સમયના વડાપ્રધાન મનમોહનસિંઘ દ્વારા ભારતના અસંખ્ય આદિવાસીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે એવો નવતર અભિગમ રૂપ કાર્યક્રમ હોય, ગૌરવવંતો પ્રધાનમંત્રી એવોર્ડ આપ્યો હતો. જેનું ભારતના બીજા રાજ્યોએ પણ અનુકરણ કર્યું.હવે આ સિકલસેક પ્રોજેકટને વધુ વેગ આપીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રોજેકટ તરીકે સામેલ પણ કર્યો છે.જે લોકો આ દર્દથી પિડાય છે તેમને વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી રહી છે.

    સિકલસેલના આંકડા

    સિકલસેલ એનીમિયાની આંકડાકીય વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 2500 થી વધુ દર્દીઓ છે. નવસારી જિલ્લામાં 1700 થી વધુ અને ડાંગ જિલ્લામાં 700 થી વધુ દર્દીઓ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 29,600 જેટલા સિકલ સેલ એનીમિયાના દર્દીઓ છે.
    First published:

    Tags: Tribal community