Home /News /valsad /Valsad: અહીથી તમે નરી આંખે જોઈ શકો છો શનિ,મંગળ સહિત વિવિધ ગ્રહો; જુઓ કેવી રીતે

Valsad: અહીથી તમે નરી આંખે જોઈ શકો છો શનિ,મંગળ સહિત વિવિધ ગ્રહો; જુઓ કેવી રીતે

X
ગાંધીનગર

ગાંધીનગર અને મુંબઈના વિજ્ઞાન કેન્દ્ર કરતા પણ અદ્યતન સુવિધા,સેવા,ઉપકરણોથી સુસજ્જ

પ્રાકૃતિક સૌદર્યના ધામ સમા વલસાડમાં આવેલું ધરમપુરઐતિહાસિક વારસાને જાળવીને બેઠું છે, તેનો આ વૈભવ ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં દ્રષ્‍ટિગોચરથાય છે. ધરમપુરના ગૌરવને નવી ઊંચાઇ આપતું આધુનિક વિજ્ઞાન તીર્થ-જિલ્લા વિજ્ઞાનકેન્‍દ્ર ધરમપુર.

વધુ જુઓ ...
    Akshay kadam, Valsad: પ્રાકૃતિક સૌદર્યના ધામ સમા વલસાડમાં આવેલું ધરમપુર ઐતિહાસિક વારસાને જાળવીને બેઠું છે, તેનો આ વૈભવ ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં દ્રષ્‍ટિ ગોચર થાય છે. ધરમપુરના ગૌરવને નવી ઊંચાઇ આપતું આધુનિક વિજ્ઞાન તીર્થ-જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર છે. ભૂતકાળના વૈભવને કલા કસબના વારસાને આગળ વધારીને આધુનિક વિજ્ઞાન સાથે આજની પેઢીને જોડવાની કડી રૂપ ભૂમિકા ભજવતું આ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર વિજ્ઞાન અને સંસ્‍કૃતિના સંગમ સમું બન્‍યું છે. સાયન્‍સ ટેકનોલોજી એન્‍જીનિયરીંગઅને મેથેમેટીકસનો નવતર અભિગમ STEM તરીકે જગ પ્રસિદ્ધ છે. તેમાં આજની દુનિયાને A-એટલે કે આર્ટસનો ઉમેરોકર્યા છે. ધરમપુર વિજ્ઞાન કેન્‍દ્રએ આ અભિગમને તેના પ્રારંભિક કાળથી જ લીધો હતોઅને જગતની સાથે કદમ મિલાવવાની દુરદર્શિતા સાથેના અભિગમનો પરિચય પણ આપ્‍યો છે.

    ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના પ્રાંગણમાં પ્રવેશો એટલેએક નાનકડા સુંદર અરણ્‍યમાં પ્રવેશતા હોય તેવું લાગે. વિશાળ કદની ડોલની પ્રતિભામાત્ર એક રૂપિયાના સિક્કા જેટલી જગ્‍યામાં કેન્‍દ્ર બનાવીને ઘુમતી હોય ત્‍યાંથીશરૂ થતો વિજ્ઞાનનો ચમત્‍કાર તમને વિજ્ઞાનની આધુનિક દુનિયામાં લઇ જાય છે. વિજ્ઞાનનારહસ્‍યો,રોમાંચ અને ચમત્‍કાર સમા તથ્‍યો અહીં બહુ સરળતાથી ઉઘાડવામાંઆવે છે. અહીંની સૌથી મોટી વિશેષતા એ છે કે વિજ્ઞાન અહી ભારેખમ નથી કે અધરું નથી.!રમતા રમતા વિજ્ઞાનના નિયમો સમજી શકો તેવી તેની રચના છે. ચાલો આ આધુનિક વિજ્ઞાનતીર્થ યાત્રાની એક નાનકડી શાબ્‍દિક ઝલક જોઇએ

    પ્રકૃતિના સંતાનો એવા વનબંધુ વિસ્‍તારના બાળકોમાં પણ બુદ્ધિઅને પ્રતિભા પૂરતા પ્રમાણમાં હોય છે. તેમને અવસર અને સવલત મળે તો વિકસતા વિશ્વસાથે કદમ મિલાવવા તેઓ સક્ષમ બને છે. આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે.વિકસિત દેશોએ વિજ્ઞાનની આંગળી પકડીને વિકાસ સાધ્‍યો છે. વનબંધુ વિદ્યાર્થી ઓને વિજ્ઞાનમાં જિજ્ઞાસા જાગે અને વિજ્ઞાનના નિયમો, શોધ, સંશોધન, શિક્ષણપરત્‍વે વધુ ઉત્‍સુક બને તે માટે ધરમપુર તાલુકાનું વિજ્ઞાન કેન્‍દ્ર પ્રેરણાષાોત બન્‍યુંછે.અહિ પ્રસ્‍થાપિત વિજ્ઞાન કેન્‍દ્ર રાષ્‍ટ્રીય વિજ્ઞાનસંગ્રહાલય પરિષદ, સાંસ્‍કૃતિકવિભાગ,ભારત સરકાર દ્વારા સંચાલીત છે. જે વલસાડ જિલ્લાના ધરમપુરતાલુકાના મથકે આવેલું છે. ૨૭ એપ્રિલ, ૧૯૮૪ના રોજ તેની સ્‍થાપના કરવામાં આવી હતી. અને કુલ ૪.૫એકરના વિસ્‍તારમાં ફેલાયલું છે. આ વિજ્ઞાન કેન્‍દ્ર ગુજરાતમાં સૌથી જુનું અનેજિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર તરીકેનું સૌ પ્રથમ કેન્‍દ્ર છે. આ વિજ્ઞાન કેન્‍દ્ર આદિવાસીઓમાં વિજ્ઞાન જાગૃતિ અંગેની સેવામાં સતત ૩૬ વર્ષથી કાર્યરત છે.

    આ પણ વાંચો: આ છે ગુજરાતના માચીસ મેન; દેશ વિદેશના માચીસ બોક્સનું કર્યું છે કલેકશન;જુઓ વીડિયો

    આ વિજ્ઞાન કેન્‍દ્રની વિશેષતા એ છે કે ગુજરાતના સૌથી મોટા વિજ્ઞાન કેન્‍દ્ર, ગાંધીનગર અને મુંબઇના વિજ્ઞાન કેન્‍દ્ર કરતા પણ કેટલીક વધારે અદ્યતન સુવિધાઓ, સેવાઓ અને ઉપકરણોથી સુસજજ છે. જેણે છેવાડા સુધી વસતા આદિવાસીઓના મનમાં વિજ્ઞાનમાં રસ દાખવવાના માર્ગો શોધી કાઢયા છે. સામાન્‍ય લોકો સરળતાથી વિજ્ઞાનને સમજી શકે તે હેતુથી વિજ્ઞાનને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્‍યું છે. જેમાં કેન્‍દ્રમાં લોકપ્રિયવિજ્ઞાન(POPULAR SCIENCE), મનોરંજક વિજ્ઞાન(FUN SCIENCE), પ્રતિબોધ (PERCEPTION) અને ક્રિયાકલાપ કક્ષ તથા નક્ષત્રાલય (PLANETARIUM), શિક્ષણ વિસ્‍તરણ પ્રવૃતિઓ (EDUCATION EXTENSION PROGRAMS), થ્રીડી વિજ્ઞાન શો(3D SCIENCE SHOW), મીરર મેજીક, એકઝીબીશન વગેરે જેવી સુવિધા સાથે બાળ વિજ્ઞાન ઉદ્યાન, પશુ-પક્ષી દર્શનનો સમાવેશ થાય છે. અહીંના ઇનોવેશન હબ (INNOVATION HUB) બાળકો માટે વિશેષ પ્રોત્‍સાહનું કેન્‍દ્ર બન્‍યું છે. જેમાં વિવિધ પ્રોજેકટ બાળકો દ્વારા જાતે તૈયાર કરવામાં આવે છે. ૫૦૦ થી વધારે કોમ્‍પોનન્‍ટજોડીને બાળકો રોબોટ તૈયાર કરે છે. અને તેમાં વિવિધ કમાન્‍ડ સેટ કરી તેની પાસે કામો કરાવવામાં આવે છે. વિવિધ પ્રોજેકટને લગતી કોમ્‍પીટીશન પણ યોજવામાં આવે છે. જેમાં બાળકો શાળા વતી ગ્રુપમાં અથવા વ્‍યકિતગત રીતે ભાગ લે છે.

    ૩-ડી પ્રિન્‍ટિંગધરાવતું મશીન જે મુંબઇ અને અમદાવાદ વચ્‍ચે ફકત આ કેન્‍દ્ર પાસે જ છે. તે એન્‍જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિબળ છે.લોકપ્રિય વિજ્ઞાન વિભાગ (POPULAR SCIENCE), વનસંપતિનું મહત્ત્વ, વન્‍ય સૃષ્‍ટિ અને માનવ જાતિઓ માટેના સુચક સાંકેતિક સંબંધો સાથેના નમુનાઓ વૃક્ષોના મહત્ત્વ સાથે સમજાવે છે. વૃક્ષ પોતાનું ભોજન કઇ રીતે બનાવે, પાણીમાં વમળો કઇ રીતે ઉત્‍પન્ન થાય, દૂષિત પાણીના એક ટીપામાં જીવાણું સુક્ષ્મ વિવર્ધકથી જોઇશકાય છે.અહિ મુકેલા જનીન સંવધિત ખોરાક, કલોનિંગ, લોહીના ઘટકો, પાણીમય જીવન, વસ્‍તી વિસ્‍ફોટ, પોષક ખોરાક વિષયક માહિતી તથા નવનિર્મિત નમુનાઓ વગેરેબાળકોનું જ નહીં પરંતુ વડિલોનું પણ મન આકર્ષિત કરતી બાબતો છે.



    બાળકોની જીજ્ઞાસાવૃતિ વધારતું પ્રતિબોધ(PERCEPTION) વિભાગશરીરના ઇન્‍દ્રિયો અને મગજની એકબીજા પર થતી અરસપરસની અસરની ક્રિયાઓ, રંગોના પડછાયા કેવી રીતે બને, માનવીને બે આંખો કેમ છે વગેરે જેવા વિષયો ઉપર સ્‍પષ્‍ટ સમજઅને સરળતાથી આપવામાં આવે છે. ગમ્‍મત સાથે રોજીંદા જીવનમાં અનુભવ કરતા વિજ્ઞાનનમુનાઓ,અરિસા સાથે રમતો, પ્રકાશની ગતિના નિયમો, અવાજની ગતિના નિયમો, ભુલભુલામણી, પ્રકાશનું પરિર્વતન આધારિત જાદુઇ પેટી, રંગોનું મિશ્રણ, અદ્રશ્‍ય થતો સળિયો વગેરે ક્રિયાકલાપ કક્ષ વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત બાળકો માટે સ્‍પેશિયલ મેજીક શો દ્વારાતેઓના મનમાં અંધશ્રધ્‍ધા દૂર કરી જે-તે કારણો માટે વિજ્ઞાન કારણભૂત છે તેવાજાગૃતતાના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે જે બાળકોનો મન પસંદ વિભાગ છે.

    આ પણ વાંચો: ધ્રુવ પટેલે 13 વર્ષની ઉંમરે કિક બોક્સિંગમાં જીત્યા છે 30 ગોલ્ડ સહિત 6 સિલ્વર મેડલ; જુઓ વીડિયો

    55 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું 8 મીટર વ્‍યાસનું ડિજીટલ નક્ષત્રાલય (PLANETARIUM)  મુલાકાતીઓ  માટે ખગોળ વિષયક જાગૃતિ માટે ખાસ  છે. તેમાં  તારાઓ,  નક્ષત્રો ઇત્‍યાદી મૂળભૂત તથ્‍યો સાથે રોજીંદા જીવનમાં ખગોળશાખાનું  મહત્‍વ સમજાવે છે.  થ્રીડી શોમાં ધ્રુવીભૂત પ્રકાશ અને કાચના ઉપયોગદ્વારા દ્રશ્‍યો પ્રેક્ષકોની ઉપરથી વિવર્તિત થઇને આવતા પ્રેક્ષકોમાં ખાસ કરીનેબાળકો આનંદિત થઇ જાય છે. વિજ્ઞાન કેન્‍દ્રના બાળ ઉદ્યાનના ( CHILDREN SCHIENCE PARK ) શૈક્ષણિક અને આનંદ આપનારા સાધનો રમતા - રમતા બાળકોને વિજ્ઞાનના મૂળ નિયમોને સમજવાના આશયને ધ્‍યાને રાખીને બનાવવામાંઆવ્‍યા છે.

    પ્રાણીઓનું નિરિક્ષણ કરી તેમના જીવનનું પ્રકૃતિમાં-ઇકોલોજીમાં જે મહત્‍વછે તે સમજવા માટેનું ઉત્તમ સ્‍થળ જીવ વિજ્ઞાનનો વિભાગ છે.  જેમાં સસલા, વિવિધ પક્ષીઓ, હંસ, મોર વગેરે છે. જે બાળકોમાં પ્રાણીઓ પ્રત્‍યેનો પ્રેમ અને તેમની ઉત્‍પતિ અનેજીવન બાબતે ઉદભવતા પ્રશ્નો હલ કરે છે. આ ઉદ્યાન ખુલ્લામાં વિવિધ ઔષધિય વનસ્‍પિતિઓ પણ ઉછેરવામાં આવી છે. આ ઉદ્યાન વૃક્ષો વચ્‍ચે આવેલી પ્રયોગશાળા સમાન છે.આ સિવાય જિલ્લાની અંતરિયાળ શાળાના બાળકો જે મુલાકાતે નથી આવી શકતા તેઓ માટે ‘મોબાઇલ સાયન્‍સ એકઝીબીશન વાન' દ્વારા દર વર્ષે ૫૦થી વધુ અલગ-અલગ શાળાઓમાં પહોંચી ત્‍યાંના બાળકોને વિજ્ઞાનથી અવગત કરવા માટે એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.

    આ પણ વાંચો: જૂનાથાણામાં વિધ્નહર્તા ગણેશજીનું છે ઐતિહાસિક મંદિર; 361 વર્ષ પૂર્વે આ રાજાએ કરી હતી સ્થાપના

    ગ્રહણનાદિવસે વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે નજીવા દરે ‘ગ્રહણ દર્શન' તથા ‘આકાશ દર્શન' કરાવવામાં આવે છે. આ કેન્‍દ્ર પાસે બે મોબાઇલ વાનની સુવિધાઅદ્યતન વૈજ્ઞાનિક સાધનો સાથે ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત કેન્‍દ્ર પાસ 2 ટેલીસ્‍કોપની સુવિધા છે જેના વડે તારા નિદર્શન, ગ્રહણ જોવાનો લાભ મુલાકાતીઓ શનિ-રવિ સાંજના સમયે લઇ શકે છે.તથા કેન્‍દ્ર દ્વારા મોટા ગ્રુપ અથવા શાળા કોલેજ દ્વારા ટુર કાર્યક્રમ યોજી જે-તેસ્‍થળ ઉપર જઇ નિઃશુલ્‍ક આકાશ દર્શન કરાવવામાં આવે છે.પ્રાથમિકથી લઇ કોલેજના વિદ્યાર્થીઓ અને વડિલોને પણ રસ જાગેઅને સરળતાથી વિજ્ઞાનના નિયમો સમજાય તેવી સમગ્ર વ્‍યવસ્‍થા અહીં જરૂરી સાધનો અનેવિજ્ઞાનના માર્ગદર્શક તજજ્ઞો સાથે ગોઠવવામાં આવી છે. વન વિસ્‍તારની અલગ-અલગપ્રકારની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇને વધારાની સુવિધા તથા વ્‍યવસ્‍થા ગોઠવીને દુરદરાજના વનવાસી વિસ્‍તાર ધરમપુરમાં આધુનિક વિજ્ઞાનનું આ તીર્થ વલસાડ જિલ્લાનીશોભા બની રહ્યું છે.

    વિજ્ઞાન કેન્‍દ્ર માત્ર દિવાળી અને ધૂળેટીના તહેવારે બંધરહે છે. આ સિવાયના દિવસોમાં સવારે ૦૯.૩૦ થી સાંજે ૦૬.૦૦ વાગ્‍યા સુધી મુલાકાત લઇશકાય છે. આદિવાસી વિસ્‍તારને ધ્‍યાને રાખી મુલાકાત માટેની પ્રવેશ ફી વિભાગ દ્વારાનજીવી રૂા. ૧૫ રાખવામાં આવી છે. વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત લેવા ગુજરાત ભરથી તથામહારાષ્‍ટ્રના શરહદી વિસ્‍તારથી પણ લોકો આવે છે. શાળા કોલેજ દ્વારા પ્રેરણા પ્રવાસગોઠવવામાં આવે છે. અહી દર વર્ષે લગભગ ૨.૫ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. તથા ૪.૫લાખથી વધારે લોકોને બાહ્ય એકટીવીટી, મોબાઇલ વાન, અને વિવિધ ટુરના કાર્યક્રમો દ્વારા સંપર્ક સાધવામાં આવે છે. બાળકોમાં વિજ્ઞાન પ્રત્‍યે રસ અને કોઇ પણ બનાવમાટે તર્ક કરવાની શકિત આ કેન્‍દ્રની મુલાકાત બાદ વધુ પ્રબળ બની જાય છે. આજનાડિજીટલ યુગમાં બાળકોને ટીવી, મોબાઇલની આદતથી દુર કરવા અને તેમના મનમાં વિજ્ઞાનને સરળતાથી સમજી તેનો હાવમટાવવા,આંતરીક વિકાસ કેળવવા વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત એક અદભુત લ્હાવો સમાન છે
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Science, Science city, Valsad

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन