Home /News /valsad /વલસાડ: બે દિવસની રજા મંજૂર કરવા માંગી 200 રૂપિયાની લાંચ, ધરપકડ

વલસાડ: બે દિવસની રજા મંજૂર કરવા માંગી 200 રૂપિયાની લાંચ, ધરપકડ

એસીબીની સપાટો

Valsad ACB trap: સામી દિવાળીએ માત્ર ₹200ની લાંચ લેવાનું આ પ્રકરણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. થોડા દિવસ પહેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુબા ગામના ઉપસરપંચ ત્રણ લાખ રૂપિયા લેતા ઝડપાયા હતા.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં સામી દિવાળીએ ધરમપુર બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. આરોપીએ ફરિયાદી કંડક્ટર પાસેથી બે દિવસની રજા મંજૂર કરવા માટે રૂપિયા 200ની લંચ માગી હતી. બીજી તરફ ધરમપુર બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર રમેશ રાવતનો ઘણા સમયથી તેમના સ્ટાફ પર બિનજરૂરી પરેશાન કરવાનો આક્ષેપ હતો. આવા સમયમાં ફરિયાદી કંડકટર પોતાની હકની રજા માટે રજા મંજૂર કરવા ગયો હતો, ત્યારે રજા પાસ કરવાની અવેજીમાં રૂપિયા 200ની લાંચ માંગવામાં આવી હતી. જેને લઈને ફરિયાદી કંડક્ટરે એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

    સામી દિવાળીએ માત્ર ₹200ની લાંચ લેવાનું આ પ્રકરણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. થોડા દિવસ પહેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુબા ગામના ઉપસરપંચ ત્રણ લાખ રૂપિયા લેતા ઝડપાયા હતા. ફરી એકવાર એસીબીની ટીમે વલસાડ જિલ્લાના ધરમપુરમાં સપાટો બોલાવ્યો છે, જેને લઈને સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    એસીબી સફળ ટ્રેપ


    ફરિયાદી : એક જાગૃત નાગરિક

    આરોપી : રમેશકુમાર પ્રભાતસિંહ રાવત, આસીસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, એસ.ટી.ડેપો ધરમપુર (વર્ગ-૩) જિ.વલસાડ

    ગુનો બન્યા તારીખ : 19-10-2022

    લાંચની માંગણીની રકમ : રૂપિયા 200

    લાંચની સ્વીકારેલી રકમ : રૂપિયા 200

    લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા 200

    ગુનાનું સ્થળ: ધરમપુર એસ.ટી. ડેપો, તા.ધરમપુર જિ.વલસાડ
    " isDesktop="true" id="1270471" >

    ગુનાની વિગત: આ કામના ફરીયાદી ધરમપુર એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હોય અને તેઓના ઘરે ધાર્મિક વિધી હોવાથી બે દિવસની રજા લેવાની હોય જે અંગે ફરીયાદી આરોપીને રૂબરૂમાં મળતા આરોપીએ ફરિયાદી પાસે રજા મંજૂર કરાવી આપવા રૂ.૨૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

    આ પણ વાંચો: સલામત સવારી? નવસારીમાં એસટી બસના ચાલકે દારૂ પીને હંકારી બસ! ટક્કર વાગતા કાર બળીને ખાખ

    સાથે જ ફરિયાદીને કહ્યું હતું કે, રજા અરજીનુ ફોર્મ ભરીને લઇને આવો ત્યારે વ્યવહારના રૂ.૨૦૦/- લેતા આવજો. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી 200 રૂપિયાની લાંચ લેતા પકડાયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GSRTC, Gujarat police, Valsad, એસીબી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन