Home /News /valsad /Valsad Fire News: ધરમપુર તાલુકાના ધામણી ગામે એકસાથે ચાર દુકાનોમાં આગ લાગી, ભારે જહેમતે આગ પર કાબૂ મેળવાયો

Valsad Fire News: ધરમપુર તાલુકાના ધામણી ગામે એકસાથે ચાર દુકાનોમાં આગ લાગી, ભારે જહેમતે આગ પર કાબૂ મેળવાયો

Valsad Fire News: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ચાર દુકાનમાં આગ લાગી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના ટીમ સ્થળે પહોંચી ગઈ હતી,

Valsad Fire News: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ચાર દુકાનમાં આગ લાગી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના ટીમ સ્થળે પહોંચી ગઈ હતી,

    ભરતસિંહ વાઢેર, ધરમપુરઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ચાર દુકાનમાં આગ લાગી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના ટીમ સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

    ચાર દુકાનો આગની ચપેટમાં આવી


    મળતી માહિતી પ્રમાણે, ધરમપુર તાલુકાના ધામણી ગામમાં કાચા શેડમાં બનાવેલી એક દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં મોટી માત્રામાં સામાન ભરેલો હતો. તેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને જોતજોતામાં જ આગ આજુબાજુની દુકાનોમાં પણ પ્રસરી ગઈ હતી. આમ, કુલ ચારેક જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી.


    આગ લાગવાનું કારણ અકબંધ


    એક સાથે ચાર દુકાનોમાં આગ લાગતા ગામમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ધરમપુરથી ફાયર ફાઈટરની ટીમ સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ તે પહેલાં દુકાનમાં રાખેલો મોટી માત્રામાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Fire News, Valsad news

    विज्ञापन