પારસી સ્ત્રી અન્ય સમાજમાં લગ્ન કરે તો તેની પારસી તરીકેની માન્યતા રદ થાય છે.
18 ડિસેમ્બરને સરકારે લઘુમતી દિવસ તરીકે જાહેર કર્યો છે. દેશમાં ઘણી લઘુમતી કોમ છે. તેમાં એક પારસી પણ છે. વિદેશથી આવી ભારતમાં દૂધમાં સાંકળ ભળે તેમ ભળી ગયા છે અને દેશના વિકાશમાં યોગદાન આપ્યું છે. આજે તેમની વસ્તી ઘટી રહી છે.
Akshay Kadam,Valsad : 18 ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વલસાડ જિલ્લાના સંજાણ બંદર ખાતે ઇરાનથી આવી ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી જનાર પારસી સમાજે ભારત દેશમાં વસી અમૂલ્ય યોગદાન આપ્યું છે.વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે પાર્સલે વસવાટ કર્યો અને દેશના અનેક કર્મભૂમિ સાથે વતનની જેમ યોગદાન આપી ઋણ અદા કર્યું છે. સંઘર્ષ કરતા સમાધાનમાં માનનારી નિરુપદ્રવી કોમ તરીકેની છાપ ધરાવતા પારસી સમાજના લોકો ગુજરાત રાજ્યમાં અમદાવાદ વડોદરા,સુરત,નવસારી વલસાડ જેવા શહેરોમાં છૂટાછવાયા પરિવારો વસવાટ કરે છે.
ભારતમાં પારસીઓની ઘટતી વસ્તીના કયાં મુખ્ય કારણ ?
સંસ્થા દ્વારા એક સર્વે કરાયો જેમાં સામે આવ્યું કે. લગભગ 25 થી 30 ટકા પારસીઓ લગ્ન કરતા નથી અને લગ્ન કરનારા પારસીઓની સરેરાશ ઉંમર વધારે હોય છે. જેથી સમાજમાં બાળકોને જન્મ આપવાની ક્ષમતા ઘટી રહી છે. આ સમાજમાં પુરુષ અને સ્ત્રીઓ નોકરી અથવા તો કામકાજમાં વ્યસ્ત રહે છે. જેથી એક જ બાળકોનો આગ્રહ વધારે રાખવામાં આવે છે. વ્યસ્તતાના કારણે બીજા બાળક માટે આ સમાજમાં નિરાશા જોવા મળે છે.
પારસી ધર્મના રિતીરિવાજો પણ કારણભૂત
એક તારણ એવું પણ સામે આવ્યું છેકે,પારસી ધર્મના રીતરિવાજો અને કાયદા પણ તેમની વસ્તી ઘટાડાનું મુખ્ય કારણ છે. આ સમાજમાં પારસી સ્ત્રી અન્ય સમાજમાં લગ્ન કરે તો તેની પારસી તરીકેની માન્યતા રદ થાય છે. તેના બાળકોને પારસી ગણવામાં આવતા નથી.
પારસીઓમાં વિદેશગમન વધારે
પારસી મુખ્યત્વે મહેનતું અને આગવી વિચારસરણી ધરાવે છે.તે સમાજ અને દેશના વિકાસમાં મોટું યોગદાન ધરાવે છે. આ કોમમાં ભણતર અને ગણતરનું મહત્વ રહેલું છે. જેથી આ કોમના લોકો વ્યક્તિગત વિકાસને પ્રાધાન્ય આપે છે. જેથી વિદેશ જવાનો ક્રેઝ આ કોમમાં છેલ્લા ઘણા વર્ષોમાં વધ્યો છે. જેથી ભારતમાં આ સમાજની વસ્તી સતત ઘટી રહી છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાંથી યુરોપના દેશોમાં કે અમેરિકા, કેનેડા જેવા દેશોમાં પારસી સમાજનું સ્થળાંતર વધ્યું છે.