Home /News /valsad /Valsad: ક્રિષ્ણાબેને ગર્ભાવસ્થામાં વેટલિફિટંગની કરી તૈયારી; જાણો ડાયટ પ્લાન અને કેમ કરી તૈયારી?

Valsad: ક્રિષ્ણાબેને ગર્ભાવસ્થામાં વેટલિફિટંગની કરી તૈયારી; જાણો ડાયટ પ્લાન અને કેમ કરી તૈયારી?

X
 તેમના

 તેમના પતિ જ તેમના જીમ ટ્રેનર છે અને ગર્ભાવસ્થા દરમિયાન તેમણે જ પ્રેક્ટિસ કરાવી

વલસાડનાં મોટા પરસીવાડમાં રહેતા ક્રિષ્ણાબેન મહેરઝાદભાઇ પટેલે અસાધારણ કાર્ય કર્યુ છે. વેટલિફિટંગ સ્પર્ધાની તૈયારી દરમિયાન તેવો પ્રગ્નેટ થયા હતાં. પરંતુ તૈયારી ચાલુ રાખી હતી. ગર્ભાવસ્થાનાં નવ મહિના સુધી તૈયાર કરી હતી.

Akshay Kadam, valsad: મન હોઈ તો માળવે જવાઈ કહેવત અવારનવાર સાંભળવા મળે છે. પરંતુ આ કહેવત વલસાડના મોટા પરસીવાડમાં રહેતા ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલે ખરી સાબીત કરી બતાવી છે. ક્રિષ્ણાબેન અવિશ્વસનીય કામ કરી બતાવ્યું છે. ક્રિષ્ણાબેન વેટલિફિટંગ સ્પર્ધાની તૈયારી કરતા હતાં. આ દરમિયાન તેવો પ્રેગ્નેટ બન્યાં હતાં. પરંતુ વેટલિફિટંગની તૈયારી છોડી દીધી ન હતી અને તૈયારી ચાલુ રાખી હતી. નવ મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન તૈયારી કરતા રહ્યાં હતા અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્પોર્ટ પાવરલિફિટંગ એસોસિયેશન દ્વારા આયોજીત સાઉથ ગુજરાતની વેટલિફિટંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

25 જેટલી સાઉથ ગુજરાતની બહેનોએ ભાગ લીધો

ગુજરાત સ્પોર્ટ પાવરલિફ્ટિંગ એસોસિયેશન દ્વારા સાઉથ ગુજરાતની વેટલિફ્ટિંગની ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં વુમન્સ કેટેગરીમાં 25 જેટલી સાઉથ ગુજરાતની બહેનોએ ભાગ લીધો હતો. જેમાં વલસાડના મોટા પારસીવાડનાં ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલ સિનિયર કેટેગરીમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન,



બેન્ચ પ્રેસમાં ગોલ્ડ મેડલ તથા ફૂલ પાવર લીફટિંગમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સુરતમાં યોજાયેલી સાઉથ ગુજરાતની વેટલિફ્ટિંગની ટુર્નામેન્ટમાં ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલે સ્કોડ્સ 95-કે.જી., બેન્ચપ્રેશ 62.5-કેજી, ડેડ લિફ્ટ 110-કેજીનું વજન ઉંચકી સિનિયર કેટેગરી વિજેતા બન્યા હતાં.



ક્રિષ્ણાબેનનાં પતિ તેમના કોચ છે

ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલની ઉંમર 26 વર્ષની છે અને તેઓને સંતાનમાં 1 વર્ષનો અર્ષ્યાન નામનો છોકરો છે અને તેમનું વજન 58 કે.જી. છે અને તેઓ છેલ્લા 2 વર્ષથી A Fitness નામના જિમમાં પ્રેક્ટિસ કરે છે, તેમના પતિ મહેરઝાદ પટેલ જ તેમના કોચ છે અને તેમને ગર્ભાવસ્થા દરમિયાન પણ તેમણે પ્રેક્ટિસ કરી છે.



ડાયટ પ્લાન

ક્રિષ્ણાબેને ડાયટ વિષે જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા પહેલા પણ ભાત, ઈંડા, ચિકન ખાતા હતાં અને ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ લઇ દાળ-રાઈસ(ભાત),ચિકન, મટન ચાલુ રાખ્યું હતું.આજે પણ મારુ ડાયટ પ્લાન એ જ છે. હું મારા જેવી બીજી મહિલાઓને એટલું જ કેહવા માંગીશ કે, તેઓ પણ તમારા ડોક્ટર તથા જિમ ટ્રેનરની સલાહ લઇ ગર્ભાવસ્થા જીમમાં વર્કઆઉટ કરી શકો છો અને તમે પણ તમારું ડાયટ પણ ચાલુ રાખી શકો.



સિદ્ધિમાં પરિવારનો સપોર્ટ

મળેલી સિદ્ધિ માટે તેમણે જણાવ્યું હતુ કે, પરિવારનો ખુબ જ સપોર્ટ મળ્યો હતો અને ખાસ મને મારા પતિ મહેરઝાદ પટેલે મોટીવેટ કર્યું છે અને એમણે જ મને ટ્રેનિંગ આપી છે. આજે એમના કારણે જ મને આ સિદ્ધિ મળી છે. હું મારા સાસુ સસરાનો ખુબ જ સપોર્ટ મળ્યો છે.



ગર્ભાવસ્થા અપંગતા નથી :ક્રિષ્ણાબેન પટેલ

ક્રિષ્ણાબેન મહેરઝાદ પટેલે જણાવ્યું હતું કે , પ્રેગ્નન્સીએ અપંગતા નથી. આપડા ઘણા એવા સમાજો છે જ્યાં મહિલાની ડિલિવરી થઇ જાય પછી સવા મહિના ઘરની બહાર ન નીકળવાનું, આરામ કરવો અને એવી ઘણી બધી વાતો કહેવામાં આવતી હોય છે, તથા ઘણી મહિલાઓને સિઝર કરવાની નોબત આવતી હોઈ છે. તેઓને ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હોય કે, તારે આમ ન કરવાનું.



તેમ ન કરવાનું, જ્યારે હું મારી વાત કરું તો મારા પતિ તથા મારા ડોકટરની સલાહ લઈ મેં મારું કાયમનું ડાયટ પ્લાન દાળ-રાઈસ(ભાત),ચિકન, મટન ચાલુ રાખ્યું અને જીમમાં પ્રેક્ટિસ કરવાનું પણ ચાલુ રાખ્યું હતું. જેનું પરિણામ આજે મને મળ્યું છે. હું એટલું જ કેહવા માંગીશ કે તમે તમારા ડોકટર અને જીમ ટ્રેનરની સલાહ મુજબ ગર્ભાવસ્થા દરમિયા 100% વર્કઆઉટ કરી શકો.
First published:

Tags: Local 18, Pregnant-women, Valsad, Weight

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો