Home /News /valsad /Valsad: જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે શાળા કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

Valsad: જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે શાળા કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

 વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે તા.17-09-2022 ના રોજ શાળાઓ માં જાહેર રજાવલસાડ જિલ્લામાં  ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા   આવતીકાલે 17મી ના રોજ તમામ શાળા કોલેજ આઈટીઆઈ બંધ રાખવા જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરી જાહેર કરવામાં આવ્યું છે. 

 વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે તા.17-09-2022 ના રોજ શાળાઓ માં જાહેર રજાવલસાડ જિલ્લામાં  ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા   આવતીકાલે 17મી ના રોજ તમામ શાળા કોલેજ આઈટીઆઈ બંધ રાખવા જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરી જાહેર કરવામાં આવ્યું છે. 

વધુ જુઓ ...
Akshay kadam, Valsad: વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા આવતીકાલે 17મી ના રોજ તમામ શાળા કોલેજ આઈટીઆઈ બંધ રાખવા જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરી જાહેર કરવામાં આવ્યું છે.વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.તો ક્યાક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે,જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં કલેક્ટરે રજાની જાહેરાત કરી છે.અને લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરી છે.

જિલ્લા કલેકટરેટ્વીટ કરી આપી માહિતી

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે એ આજરોજ ટ્વિટ કરી જણાવ્યું કે જિલ્લામાં છેલ્લા મા ભારે વરસાદની આગાહી આપવામાં આવતા આવતીકાલે 17મી સપ્ટેમ્બર ના રોજ જિલ્લાની તમામ શાળા કોલેજ આઈ.ટી.આઈ બંધ રાખવામાં આવી છે .



જ્યારે શિક્ષકો ઓનલાઈન ક્લાસ ચાલુ રાખી શકે છે જ્યારે ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા ટ્વિટ કરી જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વલસાડ જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા માટે શિક્ષકોને પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે.





વરસાદના આંકડા

છેલ્લા 24 કલાક માં પડેલા વરસાદ ની વાત કરીએ તો વલસાડ જિલ્લા માં કુલ 37.04 ઇંચ વરસાદ પડી ચુક્યો છે(ગઈ કાલે રાત્રે 8 વાગ્યાથી આજરોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં 926 એમ.એમ.પડ્યો વરસાદ) આવતીકાલને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે વલસાડ જિલ્લા પ્રસાદ દ્વારા કોલેજો તેમજ iti સહિત તમામ શૈક્ષણિક વિભાગો બંધ રાખવાના આદેશો કર્યા છે તદુપરાંત શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ લેવાશે અને ઓફલાઈન શિક્ષણ માટે રજા જાહેર કરી છે

વધુ વરસાદને લઈ નદી નાળા પાસે ન જવાની અપીલ

બીજી બાજુ આવતીકાલે ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા ના લોકોને નદી નાળા ઉપરથી પાણી પસાર થતું હોય તો રસ્તો ક્રોસ નહીં કરવો તેમજ નદીના નીચાણવાળા પટમાં નહિ જવા માટે અપીલ કરાઈ છે.
First published:

Tags: Heavy rain, Heavy rain fall, Valsad

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો