ભરતસિંહ વાઢેર, વલસાડઃ શહેરના નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે છીપવાડા વિસ્તારમાં બે આખલાઓએ ધમાલ મચાવી હતી. તેને લઈને રસ્તેથી પસાર થતા અનેક રાહદારીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
આખલાઓએ વાહનચાલકોને અડફેટે લીધા
મળતી માહિતી પ્રમાણે, છીપ વિસ્તારના દાણા બજારમાં બે આખલાઓ સામસામે આવી ગયા હતા. ત્યારે બંને આખલાઓએ ઘણાં સમય સુધી યુદ્ધ માંડતા રાહદારીઓમાં દોડધામ મચી હતી. આ આખલાઓએ અનેક વાહનચાલકોને પણ અડફેટે લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
નગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ
આ ઘટનાને પગલે વલસાડવાસીઓમાં રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, રખડતા પશુઓ પર કાબૂ રાખવાની ખૂબ જરૂરી છે. તેની સામે નગરપાલિકા સાવ નિષ્ક્રિય જોવા મળી હતી તેને લઈને લોકોમાં આક્રોશ ફેલાયો છે. પાલિકાની આવી ઘોર બેદરકારીને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાઈ જતા હોય છે.