વલસાડ શહેરમાં છેલ્લા 22 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે,રોજના 200 થી વધુ ટીફીન બનાવમા
વલસાડ શહેરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટી શીવજી મહારાજે આજથી 22 વર્ષ પહેલા 1લી મે 2000ના રોજ વલસાડની હોસ્પિટલો કે જેમાં ખાસ કરીને આદિવાસી અને ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તેઓને પોષ્ટીક અને સાત્વિક ભોજન આપવાની પહેલ કરી હતી
Akshay kadam, Valsad: વલસાડ જિલ્લો એ ગુજરાત રાજ્યના છેવાડામાં આવેલો જિલ્લો છે.આ જિલ્લામાં સૌથી વધુ આદિવાસી સમુદાયની વસ્તી રહે છે.આ જિલ્લામાં કુપોષિતોની શંખ્યા પણ સૌથી વધુ લોકોમાં જોવા મળે છે. વલસાડમાં ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારાગરીબ દર્દીઓને ભર પેટ ભોજન મળી રહે અને તેઓ જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવા મહાન હેતું ને ધ્યાનમાં રાખી આજથી 22 વર્ષ પહેલા ટિફિન સેવા શરૂ કરવામાં આવી હતી. જે આજે વલસાડના દર્દીઓ સહિત તેઓના પરીવારજનોનીજઠરાગ્નિ ઠારવાનું કાર્ય અવીરત કરી રહી છે.વલસાડની હોસ્પિટલોમાં સારવાર લેવા આવતા દર્દીઓ સહિત તેઓના પરીવારને ટ્રસ્ટ દ્વારા છેલ્લા 22 વર્ષથી આજ દિન સુધી મફતમાં ટિફિન પહોંચાડવામાં આવે છે.
વલસાડ ખાતે 22 વર્ષ પહેલાં અન્નક્ષેત્ર ની શરૂઆત કરવામાં આવી
વલસાડ શહેરની મધ્યમાં આવેલાભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટી શીવજી મહારાજે આજથી 22 વર્ષ પહેલા 1લી મે 2000ના રોજ વલસાડની હોસ્પિટલો કે જેમાં ખાસ કરીને આદિવાસી અને ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તેઓને પોષ્ટીક અને સાત્વિક ભોજન વિનામુલ્યે મળી રહે તેવા શુભ હેતુથી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને ટિફિન સેવા પુરી પાડવાનું માનવતાભર્યું કાર્યનો આરંભ કર્યો હતો.તે સમયે વલસાડના સેવાભાવિ બિલ્ડર બ્રિજમોહન મિસ્ત્રીએ 100 ટિફિન અને નાણાકીય મદદ કરી હતી. જે આજે 22 વર્ષ પછી પણ ચાલુ છે.
ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વલસાડની કસ્તુરબા હોસ્પિટલ, મ્યુનિસિપલ હોસ્પિટલ અને ફ્રી આઇએનસીઆઈ હોસ્પિટલમાં જઈને ટિફિન આપવામાં આવે છે અને અન્ય ખાનગી હોસ્પિટલમાંથી દર્દીઓના પરિવારના સભ્યો મંદિરમાં આવીને ટિફિન લઇ જાય છે. મંદિરના ટ્રસ્ટી શીવજી મહારાજે જણાવ્યું કે, કોઈ પણ દર્દી અને તેમનાં પરિવાર પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આજ સુધી કોઈ પણ દર્દીને ભોજન વિના ભૂખ્યા રહેવા દીધા નથી.
ન્યૂઝ 18 લોકલના માધ્યમ થી કરી અપીલ
ભવિષ્યમાં પણ વલસાડની વધુ હોસ્પિટલોમાં ટિફિન સેવા પુરી પાડવાના પ્રયત્નો કરીશું. વધુમાં ભીડભંજન મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શિવજી મહારાજે ન્યૂઝ 18 લોકલના માધ્યમ થી જણાવ્યું કે વલસાડના કોઈ પણ અશક્ત વ્યક્તિ હોયકે ઘરે કોઈ સહારો ન હોયતેવાં વ્યક્તિની જાણ કરવાથી તેઓ બે ટાઈમનું ટિફિન પણ પહોંચાડે છે.