Home /News /valsad /અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ, 3 માળ જેટલા ઊંચા પાણીના ફુવારા છૂટ્યા

અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ, 3 માળ જેટલા ઊંચા પાણીના ફુવારા છૂટ્યા

પાઈપ લાઇનમાં ભંગાણ

Astol Water Supply Scheme: અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામ ગભાણ ગામમાં સર્જાયું ભંગાણ 3 માળ જેટલા ઊંચા તોતિંગ પાણીના ફુવારા છૂટ્યા પાણીના પ્રચંડ પ્રવાહને કારણે લાખો લીટર પાણીનો વ્યય થયો હતો.

વધુ જુઓ ...
  ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામ ગભાણ ગામમાં પાણી પુરવઠા યોજનાની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. ભંગાણને કારણે પાણીના ઊંચા તોતિંગ ફુવારા ઉછળ્યા હતા. આથી લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. જો કે કલાકો સુધી પાણીના વેડફાટ થયા બાદ  પાણી પુરવઠો બંધ કરી અને તેનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ અનેક વખત અસ્ટોલ પાણી પુરવઠા યોજનાના પાઇપલાઇનના કામમાં કોન્ટ્રાક્ટરોએ દાખવેલી બેદરકારીને કારણે અનેક વખત ભંગાણ  સર્જાઇ ચુક્યા છે.

  ભંગાણ સર્જાતા કામની ગુણવત્તા અંગે સવાલો


  મળતી માહિતી પ્રમામે ફરી એક વખત મસ મોટું ભંગાણ સર્જાતા કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા  તાલુકા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકાર દ્વારા મહત્વકાંક્ષી 600 કરોડથી વધુના ખર્ચે અસ્ટોલ જૂથ પાણી પરોઠા યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પહાડો ઉપરથી પાણીની પાઇપલાઇનનો નાખવામાં આવી હતી. અને અહીંના અંતરિયાળ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું.

  આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

  અસ્ટોલ પાણી પુરવઠા યોજનાના કામમાં બેદરકારી


  જોકે શરૂઆતથી જ અસ્ટોલ પાણી પુરવઠા યોજનાના કામમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપો થઈ ચૂક્યા હતા. અનેક વખત મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત જામ ગભાણ ગામ નજીક અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેને કારણે પાણીના ઊંચા તોતિંગ ફુવારા છૂટ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે આસપાસની  માટીનું પણ મોટા પાયે ધોવાણ થયું હતું.

  આ પણ વાંચો: જો આ વાત સાચી પડી તો ઋષભ પંતને ભરવો પડશે દંડ

  પાણીનો વ્યય થતા આસપાસના ખેતરોમાં ભારે નુકશાન


  ઉલ્લેખનીય છે કે, આ બનાવ પગલે લાખો લીટર પાણીનો વ્યય થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યુ હતુ. કલાકો સુધી લાખો લિટર પાણીનો વ્યય થતો રહ્યો હતો. જોકે ત્યારબાદ સંબંધિત વિભાગની ટીમ દ્વારા પાણી પુરવઠો બંધ કરી અને લાઈનમાં સર્જાયેલા ભંગાણને રીપેરીંગ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ પગલે એસ્ટોલ પાણી પુરવઢા વિભાગ દ્વારા રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Valsad news, Water Supply, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन