Home /News /valsad /વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે જૂની અદાવતે થઈ મારામારી

વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે જૂની અદાવતે થઈ મારામારી

બે પરિવારો વચ્ચે જૂની અદાવતે થઈ મારામારી

Valsad News: વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. ઘટનામાં બંને પક્ષના કુલ 5 ઈસમો ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ધોબી તળાવ વિસ્તારમાં રહેતા ભંડારી પરિવાર અને માલિયા પરિવારના સભ્યો વચ્ચે જૂની અદાવતમાં બંને પક્ષે વચ્ચે મારામારી થઈ હતી.

વધુ જુઓ ...
    ભરત પટેલ, વલસાડ: વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. ઘટનામાં બંને પક્ષના કુલ 5 ઈસમો ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. બનાવની વિગત મુજબ વલસાડ શહેરની મધ્યમાં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં રહેતા ભંડારી પરિવાર અને માલિયા પરિવારના સભ્યો વચ્ચે જૂની અદાવતમાં બંને પક્ષે વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષ વચ્ચે થયેલી મારમારીમાં ઘાયલ થયેલાં કુલ 5 વ્યક્તિઓ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

    બે પરિવાર વચ્ચે જૂની અદાવતમાં મારામારી


    મારમારીની આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વલસાડ શહેર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં જરૂરી તપાસ હાથ ધરી છે. ધોબી તળાવ વિસ્તારમાં રહેતા શિનુભાઈ ભંડારી અને દેવજી માલિયા પરિવાર વચ્ચે જૂની અદાવતમાં મારામારી થઈ હતી. માલિયા પરિવારના સભ્યને શીનું ભંડારીની દીકરીએ જાહેરમાં ગાળો આપીને ઝાપટ મારી હોવાના આક્ષેપ ભંડારી પરિવારે લગાવ્યા હતા.

    આ પણ વાંચો: વલસાડમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, કોંગ્રેસના ઉમેદવારે આપ્યું ભાજપના ઉમેદવારને સમર્થન

    મારામારીમાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા


    ઉલ્લેખનીય છે કે, જૂની અદાવાતને લઈને એક ટોળું થઈને શીનું ભંડારીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં શીનું ભંડારી અને ગણેશ ભંડારી તથા તેના પરિવારના સભ્યોને માર મારવામાં આવ્યો હતો. લોખડના સળિયા, સ્ટમ્પ, બેઝબોલ સ્ટ્રીક તથા લોખડના સળિયા લઈને અશોક, પ્રહલાદ અને શૈલેષ માલિયા આવી પહોંચ્યા અને ભંડારી પરિવારના સભ્યોને માર માર્યો હતો. મારામારીમાં પાંચ વ્યક્તિ ઘાયલ પણ થયા હતા. જેથી તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડમાં આવ્યા હતા.


    મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


    નોંધનીય છે કે, મારામારીની ઘટનામાં બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા બંને પક્ષના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટના અંગે વલસાડ સીટી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Valsad, ગુજરાત, ઝઘડો, મારામારી