Home /News /valsad /Valsad: હવે રખડતા ઢોરની સમસ્યા નહીં રહે, સંયુક્ત પ્રયાસથી એક નવરત પ્રયોગ કરવામાં આવ્યો

Valsad: હવે રખડતા ઢોરની સમસ્યા નહીં રહે, સંયુક્ત પ્રયાસથી એક નવરત પ્રયોગ કરવામાં આવ્યો

ગૌ

ગૌ ધામ દાતા ના સહયોગ થી ચાલે છે અને રોજ નો રૂ.15 થી રૂ.20 હજાર નો ખર્ચો આવે છે

 વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આસપાસના ગામડાઓમાંથી રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે છા‌શવારે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો સર્જાતા હતા.

  Akshay Kadam, Valsad: વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આસપાસના ગામડાઓમાંથી રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે છા‌શવારે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો સર્જાતા હતા. ત્યારે વર્ષો જૂની સમસ્યાના અંત માટે વલસાડની અગ્નિવીર ગૌ સેવા દળ સંસ્થા અને ભાગડાવડા ગ્રામપંચાયતના સંયુક્ત પ્રયાસથી તિથલ રોડ વાંકી નદી પાસે પ્રથમવાર ગૌધામનું નિર્માણ કરાયું છે. હાલમાં આ ગૌ ધામમાં શહેરમાંથી પકડી લેવાયેલા 168 જેટલા ગાય,આંખલા,બળદોને આશ્રય સ્થાન મળ્યું છે.


  વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળના પ્રમુખ દિનેશભાઇ ચૌહાણ, ઉપપ્રમુખ હેમંત ખેરનાર, માનસિંગ ગઢવી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા સામે છેલ્લા 1 વર્ષથી પ્રયાસો કરી રહ્યા હતા.ગાય બળદ ઘાયલ અવસ્થામાં મળે તો તેમની વિના મૂલ્યે સારવાર માટે આ સંસ્થાના કાર્યકરોએ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી હતી.પાલિકા દ્વારા આવા રખડતા બિનવારસી ઢોરને પકડવા માટે કોઇ નક્કર આયોજન ન થતાં અગ્નિવીર ગૌ સેવા દળના કાર્યકરો ભાગડાવડા ગ્રામપંચાયતના સરપંચ ધર્મેશભાઇ પટેલને મળી પશુધન માટે આશ્રય સ્થાન અને તેમની સારવાર, નિભાવ માટે જમીન શોધી આપી છે.

  સરપંચે અનાવિલ NIR ને વાત કરતા તેમને પોતાની જગ્યા વાપરવા આપી
  ધર્મેશભાઇએ આ પૂણ્યના કાર્ય માટે શહેરના અનાવિલ એન.આઇ.આર સ્થિત પરિવારનો સંપર્ક કર્યો હતો.જેમની વાત ધ્યાને લઇ આ ઉદાર પરિવારે તાત્કાલિક વાંકી નદી તિથલ રોડ ઉપર તેમની માલિકીની જમીન ગૌ આશ્રય સ્થાન માટે વાપરવા મંજૂરી આપી દીધી હતી.જેમાં પ્રથમવાર ગૌ ધામ તૈયાર કરાયું છે.આ જગ્યાએ હાલે 168 જેટલા ગાય બળદોને ઘાસચારો,સારવાર,પાણી વિગેરેની વ્યવસ્થા અગ્નિવીર ગૌ સેવા દળના કાર્યકરો રાત દિવસ કરી શહેરની રખડતા ઢોરની સમસ્યાને લગભગ નિર્મૂળ કરવા તરફ આગળ વધી રહ્યા છે.


  વલસાડ અનાવિલ સ્વ.કે.આર.દેસાઇના પરિવારે ઉદારતા દાખવી

  ઢોરની સમસ્યાથી શહેરીજનો,વાહનચાલકો, રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતું ઉકેલ માટે ગૌ ધામ બનાવવા ભાગડાવડા સરપંચ ધર્મેશ પટેલ અને ડે.સરપંચ બકુલ જોષી સાથે ચર્ચા કરી હતી પરંતું જમીનનો મુદ્દો ઉભો થયો હતો. સરપંચ ધર્મેશભાઇએ શહેરના બીડીસીએના માનદમંત્રી સ્વ.કે.આર.દેસાઇના વિદેશ સ્થિત પરિવાર સાથે આ મુદ્દે રજૂઆત કરતા તિથલ વાંકી નદી સ્થિત કિમતી જમીનનો ગૌ ધામના વપરાશ માટે મંજૂરી આપી દીધી હતી.


  ગૌ ધામમાં પશુધન નિભાવ માટે રોજનો રૂ.15,000 થી રૂ. 20,000 નો ખર્ચ
  સંસ્થાના કાર્યકર બકુલભાઇ જોષીએ જણાવ્યું કે,સરપંચ ધર્મેશભાઇ પટેલ અને સ્વ.કે.આર.દેસાઇના એનઆઇઆર પરિવારના સહયોગથી જમીનનો પ્રશ્ન ઉકેલાયો છે. ગૌ ધામમાં શહેરના રખડતા ઢોરને પકડીને સંસ્થાના કાર્યકરો સંસ્થાના એમ્બ્યુલન્સ વાહનમાં લાવીએ છીએ,જેના નિભાવનો દૈનિક ખર્ચ રૂ.15 થી 20 હજારનો છે.હાલમાં દાતાઓ દ્વારા સંસ્થાને રૂ.10 લાખનું દાન ગૌ સેવા માટે મળ્યું છે.જેમાંથી ગૌ ધામમાં બે મોટા શેડ,બે પાણીના હવાડા,ઘાસચારાનો શેડ,કમ્પાઉન્ડની સુવિધા ઉભી થઇ છે.​​​​​​​

  વલસાડમાં ગૌ ધામ માટે ઘણા સમયથી પ્રયાસ ચાલૂ હતા


  શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને હલ કરવા માટે અમારી સંસ્થા કાર્યકરોની ટીમ સાથે કાર્યરત હતા.ભાગડાવડા સરપંચ ધર્મેશ ભાઇ પટેલ અને સંસ્થાના કાર્યકર બકુલભાઇ જોષી સાથે આ અંગે ચર્ચા કરી ગૌ ધામનું નિર્માણ કરવા જમીનનો પ્રશ્ન શહેરના એક ઉદાર અનાવિલ એનઆઇઆર પરિવારના સહયોગથી ઉકેલાયો છે.જેમા રખડતા પશુધનની સાચવણી,સારવાર અને ગૌ સેવાનું કાર્ય સંસ્થાના તમામ કાર્યકરો સાથે રહીને સતત કરી રહ્યા છે.
  First published:

  Tags: Valsad

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन