Home /News /valsad /ગુજરાતમાં દર મહિને આવતા 15 લાખ લિટરથી વધુ મિથેનોલને લઇ વાપી પોલીસે લીધો મહત્ત્વનો નિર્ણય
ગુજરાતમાં દર મહિને આવતા 15 લાખ લિટરથી વધુ મિથેનોલને લઇ વાપી પોલીસે લીધો મહત્ત્વનો નિર્ણય
વાપી જીઆઇડીસીનું મિથેનોલ અને ઈથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે.
કેમિકલ કાંડે અનેક લોકોનો ભોગ લીધો છે. ત્યારે ફરી એક વખત આવો કોઈ કાંડ ન સર્જાય અને જે ઉદ્યોગોમાં મિથેનોલનું મોટાપાયે ઉત્પાદન અને ઉપયોગ કરવામાં આવે છે. તેના પર હવે સરકાર અને પોલીસ પણ વિશેષ નજર રાખશે.
ભરતસિંહ વાઢેર, વાપી: રાજ્યમાં સર્જાયેલા કેમિકલ કાંડ (Chemical Kand) બાદ ઇથેનોલ અને મિથેનોલ (methanol)ના વપરાશ અને ઉત્પાદનને લઈ સરકાર (Gujarat Gov.)સાથે હવે પોલીસ (Gujarat Police) પણ સતર્ક થઈ છે. ત્યારે વાપી જીઆઇડીસી (Vapi GIDC)માં 75 થી વધુ કંપનીઓમાં દર મહિને 15 લાખ લિટરથી વધુ મિથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી મીથેનોલનો મોટાપાયે ઉપયોગ ધરાવતી કંપનીઓ પર હવે પોલીસ પણ બાજ નજર રાખશે. આ બાબતે મિથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સૂચનો કરવામાં આવ્યા છે. અને તેનું પાલન કરવા તમામ કંપનીઓને તાકીદ કરી છે. તો મિથેનોલનો ઉપયોગ કરતા ઉદ્યોગો પણ હવે સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા બાહેધરી આપી રહ્યા છે.
રાજ્યની અગ્રણી ઉદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં નાના મોટા હજારો ઉદ્યોગ ધંધાઓ ધમધમે છે. વાપીમાં આવેલી 70 થી વધુ કંપનીઓમાં ઇથેનોલ અને મિથેનોલનું મોટાપાયે ઉપયોગ થાય છે. એક અંદાજ મુજબ વાપી અને આસપાસના વિસ્તારમાં 15 લાખ લિટરથી વધુ મિથેનોલનું કંપનીઓમાં ઉપયોગ થાય છે. આથી રાજ્યમાં સર્જાયેલા કેમિકલ કાંડ બાદ હવે વાપી જીઆઇડીસીની કંપનીઓમાં ઉપયોગમાં લેવાતા મિથેનોલના જથ્થા પર પણ પોલીસ હવે બાજ નજર રાખશે. આ બાબતે વલસાડ જિલ્લા પોલીસ મિથેનોલનો ઉપયોગ કરતા ઉદ્યોગો સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા નું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ મિથેનોલનું જ્યાં સ્ટોરેજ કરવામાં આવે છે અને તેને વહન કરતાં વાહનોમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવવા માટે તાકીદ કરવામાં આવી છે. અને હવેથી પોલીસની એક ટીમ પણ વાપીની મિથેનોલનો અને ઇથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓ પર નજર રાખવા માટે પણ પોલીસે તૈયારી શરૂ કરી છે.
વાપી જીઆઇડીસીનું મિથેનોલ અને ઈથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે. જોકે હવે રાજ્યમાં સર્જાયેલા કેમિકલ કાંડને લઈ હવે સરકારની સાથે પોલીસ અને ઉદ્યોગો પણ વધારે સતર્ક બન્યા છે. અને વાપીના ઉદ્યોગોમાં થતા મિથેનોલ અને ઇથેનોલના ઉપયોગના સ્ટોકનું રેગ્યુલર મેન્ટેન કરવાની સાથે તેના સ્ટોરેજ અને વહન કરવા સરકાર દ્વારા અને પોલીસ દ્વારા કરવામાં આવેલી સૂચનો અને ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન કરવાની ખાતરી આપી રહ્યા છે.
કેમિકલ કાંડે અનેક લોકોનો ભોગ લીધો છે. ત્યારે ફરી એક વખત આવો કોઈ કાંડ ન સર્જાય અને જે ઉદ્યોગોમાં મિથેનોલનું મોટાપાયે ઉત્પાદન અને ઉપયોગ કરવામાં આવે છે. તેના પર હવે સરકાર અને પોલીસ પણ વિશેષ નજર રાખશે. સાથે જ ઉદ્યોગોમાં વપરાતા મિથેનલ અને ઇથેનોલનો કોઈ દુરુપયોગ ન થાય તે માટે પણ આવા ઉદ્યોગો પર સતત નજર રાખવી જરૂરી છે.