Home /News /valsad /નવા વર્ષની ઉજવણીને વલસાડ પોલીસ એક્શન મોડમાં, આંતર રાજ્ય ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ હાથ ધરાયું

નવા વર્ષની ઉજવણીને વલસાડ પોલીસ એક્શન મોડમાં, આંતર રાજ્ય ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ હાથ ધરાયું

વલસાડ પોલીસ એક્શન મોડમાં

Valsad Police: 31 ડિસેમ્બર અને  નવા વર્ષની ઉજવણીને લઇ વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. વલસાડ નજીકથી મોંઘી ગાડીઓમાંથી 300 વધુ બોટલનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: 31મી ડીસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યમાં દારૂની હેરાફેરી રોકવા અને પીવાના શોખીનોને સબક શીખવાડવા વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. વલસાડ પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને  લઈ વિશેષ એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. આ સાથે સાથે પોલીસે તે પ્રમાણે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ સાથે જ આંતર રાજ્ય ચેકપોસ્ટો પર પોલીસ બાજ નજર રાખી રહી છે.

    300 બોટલથી વધારે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો


    આ સાથે વાત કરવામાં આવે તો, વલસાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી વલસાડ રૂરલ પોલીસે મોંઘી દાટ ગાડીઓમાં દારૂની હેરાફેરીના ત્રણ કેસ કર્યા છે. જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી 300 બોટલથી વધારે વિદેશી દારૂનો જથ્થો મળી અંદાજે પાંચ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસ 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસના એક્શન પ્લાન મુજબ હાઇવે પર વાહન ચેકિંગમાં હતી.

    આ પણ વાંચો: બહેન માટે છોકરો જોવા અમદાવાદ આવવું યુવકને 10.75 લાખમાં પડ્યું

    પોલીસે સઘન ચેકિંગ શરૂ કરી દીધું


    ઉલ્લેખનીય છે કે, દરમિયાન આ વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અને અલગ અલગ જગ્યાએથી આ વાહનોમાં ચોરખાના બનાવી અને થતી દારૂની હેરાફેરીને ઝડપી પાડવામાં આવી છે. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની વાત કરવામાં આવે તો, સુભાષ વસાવા, મહિમા પંડા, વિશાલ કદમ,સંજીત ઉર્ફે સંદીપ યાદવ અને સોનું લક્ષ્મણ ઉર્ફે ચામુંડા અર્જુન ખરવાલનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: ગોંડલના સુલતાનપુરમાં ગરીબ પરિવારને નવું મકાન બનાવીને આપી અદ્યતન સુવિધા, જુઓ તસવીરો

    તમામ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી


    આ તમામની ધરપકડ કરી પોલીસે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં પણ 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ વલસાડ જિલ્લા પોલીસ સતર્ક છે. જિલ્લાની તમામ આંતર રાજ્ય ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ ચાલી રહ્યું છે. આથી આ વખતે વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી અને નશાની હાલતમાં ઝડપાયા શોખીનોને સબક શીખવવા પોલીસ  અત્યારથી જ કામે લાગી ગઈ છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: 31st december, 31st Party, New year party, Valsad news, Valsad police

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો