Home /News /valsad /ભાડે લીધેલી કારનો બારોબાર વેચી મારતો હતો આરોપી, ફરિયાદ નોંધાતા પોલીસે કરી ધરપકડ

ભાડે લીધેલી કારનો બારોબાર વેચી મારતો હતો આરોપી, ફરિયાદ નોંધાતા પોલીસે કરી ધરપકડ

ફરિયાદ નોંધાતા પોલીસે કરી ધરપકડ

Valsad Police: વલસાડમાં કાર ભાડે રાખી અને ભાડે રાખેલી કારને બારોબાર વેચી મારવાની એક અજીબ છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા વલસાડ પોલીસે આ મામલામાં પરવેઝ ખોલીવાલા નામના આરોપીની સીટી પોલીસે ધરપકડ કરી છે.

  ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડમાં કાર ભાડે રાખી અને ભાડે રાખેલી કારને બારોબાર વેચી મારવાની એક અજીબ છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે આ મામલે અત્યાર સુધી એક આરોપીની ધરપકડ કરી છે. ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપી અને ભાડે રાખેલી કારોને બારોબાર વેચી મારવાનું એક મસ મોટું કૌભાંડ આગામી સમયમાં બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આથી વલસાડ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

  વલસાડમાં અજીબ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ


  બનાવની વિગત મુજબ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં એક અજીબ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં વલસાડના ખડુંજી ટેકરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક મિકેનિકની કાર ભાડેથી લઇ જઇ અને ઉમરગામના એક ઇસમને વેચી મારવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા વલસાડ પોલીસે આ મામલામાં પરવેઝ ખોલીવાલા નામના આરોપીની સીટી પોલીસે ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, વાહન લે વેચની દલાલીનો ધંધો કરતા પરવેઝ ખોલીવાલાએ ઊંચું ભાડું આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 10 દિવસ સુધી કાર ભાડે કરીને લઇ ગયો હતો.

  આ પણ વાંચો: સાવધાન! આ દેશના એવા 10 રસ્તા છે, જ્યાં ગમે ત્યારે આવી શકે છે ભૂત

  આરોપી ભાડે લીધેલી કાર વેચી મારતો


  ઉલ્લેખનીય છે કે, આ કારમાં તમામ અસલ ડોક્યુમેન્ટો હતા. જોકે 10 દિવસ બાદ પણ કાર પરત ન આવતાં ફરિયાદીએ વારંવાર પરવેઝ ખોલીવાલાને કાર અંગે પૂછપરછ કરી હતી. પરંતુ પરવેઝ ખોટા વાયદા કરતા અને ફરિયાદીને શંકા જતાં આરટીઓમાં તપાસ કરતાં આ કાર ઉમરગામના કોઇ સંજય અનિલકુમાર જૈન નામના વ્યક્તિના નામે થઈ ગઈ હોવાનુ જાણવા મળ્યું હતું. આથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આથી તેઓએ ફરિયાદ દાખલ કરતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

  આ પણ વાંચો: વરઘોડાને આવતા થયો વિલંબ તો દુલ્હનની ચિંતા વધી, વરરાજાને શોધવા ધાબા પર ચઢી દુલ્હન

  15 જેટલી કારના નકલી ડોક્યુમેન્ટસ મળી આવ્યા


  છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ પોલીસે પરવેઝ ખોલીવાલાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આગવી ઢબે તેની પુછપરછ હાથ ધરી હતી સાથે જ પોલીસે તેની ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી પણ લગભગ 15 જેટલી કારના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. જેને લઇ આ પ્રકારે કારો ભાડે લઇ અન્યોને વેચી મારવાનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પહેલા કાર માલિકને ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપતા હતા. અને ત્યારબાદ કાર માલિક પાસેથી તેઓ યેન કેન પ્રકારે વિવિધ બહાના બતાવી અને કારના અસલ ડોક્યુમેન્ટ અને કાર માલિકના પણ ડોક્યુમેન્ટ મેળવી લેતા હતા અને ત્યારબાદ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને કારને બારોબાર વેચી મારતા હતા.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Valsad Crime news, Valsad police, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો