Home /News /valsad /સેલવાસના અથાલ વિસ્તારમાં જાહેર રસ્તા ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, ઓઇલ રસ્તા પર ઢોળાયું
સેલવાસના અથાલ વિસ્તારમાં જાહેર રસ્તા ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, ઓઇલ રસ્તા પર ઢોળાયું
ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત
Accident News: સેલવાસના અથાલ વિસ્તારમાં જાહેર રસ્તા પર ઓઇલ ભરેલા ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ટેન્કરમાં ભંગાણ સર્જાતા ટેન્કરમાં ભરેલું ઓઇલ રસ્તા પર ઢોળાયું હતું. જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માત ને પગલે રોડના બંને તરફ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
ભરતસિંહ વાઢેર, સેલવાસ: સેલવાસના અથાલ વિસ્તારમાં જાહેર રસ્તા પર ઓઇલ ભરેલા ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ટેન્કરમાં ભંગાણ સર્જાતા ટેન્કરમાં ભરેલું ઓઇલ રસ્તા પર ઢોળાયું હતું. જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માત ને પગલે રોડના બંને તરફ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આથી કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
ઓઇલ ભરેલા ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત
ઉલ્લેખનીય છે કે, ટેન્કરમાંથી થઈ રહેલા ઓઇલ લીકેજને બંધ કરવા અને રસ્તા પર ઢોળાયેલા ઓઇલને દૂર કરવા ભારે પ્રયાસ કર્યા હતા. બનાવની વિગત મુજબ દાદર નગર હવેલીના પાટનગર સેલવાસના અથાલ નરોલી રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક રસ્તા પરથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આથી ટેન્કરમાં ભરેલા ઓઇલનો જથ્થો રોડ પર ઢોળાયો હતો. આમ લાંબા સમય સુધી ટેન્કરમાંથી ઓઇલ ઢોળાતું રહ્યું હતું. પરિણામે રસ્તા પર ઓઇલની જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
નાળામાં પાણીના બદલે ઓઇલનો પ્રવાહ વહ્યો
રસ્તા પર ઢોળાયેલું ઓઈલ રસ્તા પરથી રસ્તાની બાજુમાં આવેલા નાળામાં ફેલાઈ ગયું હતું. આથી નાળામાં પણ પાણીના બદલે ઓઇલનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ગંભીર અકસ્માતને કારણે મુખ્ય રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા હતા. બનાવની જાણ થતા જ સેલવાસ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને રોડ પર ઢોળાયેલા ઓઇલને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. સાથે જ ટેન્કરમાંથી લીકેજ થતા ઓઇલને પણ બંધ કરવા ભારે જહેમત ઉઠાવી હતી.
કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો
જોકે આ દરમિયાન અકસ્માતને કારણે કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આમ પ્રદેશના મુખ્ય રસ્તા પર બનેલી આ ઘટનાને કારણે લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. અકસ્માતના પગલે ભારે ચક્કરજામ પણ સર્જાયો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે સાથે ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો.