Home /News /valsad /વલસાડમાં એસીબીએ બોલાવ્યો સપાટો, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
વલસાડમાં એસીબીએ બોલાવ્યો સપાટો, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
બે ઉચ્ચ અધિકારીઓ લાંચ ઝડપાયા
Valsad Bribe Case: વલસાડ જિલ્લામાં એસીબીએ સપાટો બોલાવી જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપતા જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં એસીબીએ સપાટો બોલાવી જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપતા જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મહત્વનું છે કે, વલસાડ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર સેફ્ટી ઓફિસર દિવ્યાંગકુમાર બારોટ અને જ્યોતિ ભાદરકા જેવો ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ બંને ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ એસીબી ને ફરિયાદ મળી હતી
બે અધિકારીઓ 60,000ની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદ મળતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં આ બંને લાંચિયા અધિકારીઓને ફરિયાદી પાસેથી રૂપિયા 60,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ લાંચિયા અધિકારીઓએ ફરિયાદીની અને તેમના એક સગાની બેકરીમાં બેકરી પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે લાઇસન્સ અને સમગ્ર વર્ષ દરમિયાન હેરાન નહીં કરવા ના બદલે રૂપિયા 60,000ની વાર્ષિક હપ્તાની માંગ કરી હતી. આથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.
આથી એસીબીએ આ લાંચિયા અધિકારીઓને ઝડપવા લાંચનું છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન ફૂડ એન્ડ સેફટી વિભાગની કચેરી નજીક જ આ બંને લાંચિયા અધિકારીઓ ફરિયાદી પાસેથી રૂપિયા 60,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, આ અધિકારીઓએ ફરિયાદીને ધમકી પણ આપી હતી. કે જો વાર્ષિક હપ્તા પેટે રૂપિયા 60,000 નહીં આપવામાં આવે તો તેમના બેકરી પ્રોડક્ટના સેમ્પલો ફેલ કરી અને હેરાન પણ કરશે.
બંને અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
આવી ધમકીથી ફરિયાદીએ આ બંને લાંચિયા અધિકારીઓને સબક શીખવવા એસીબીનો સંપર્ક કરતા એસીબીએ સફળતાપૂર્વક બંને અધિકારીઓને લાચ લેતા ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ વલસાડ જિલ્લાના બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા જિલ્લાના અન્ય સરકારી બાબુઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.