Home /News /valsad /Valsad: તમે સાંભળ્યા પણ નહી હોય તેવા ગરબા અહી ગવાય છે; અનોખો છે વીડિયો

Valsad: તમે સાંભળ્યા પણ નહી હોય તેવા ગરબા અહી ગવાય છે; અનોખો છે વીડિયો

પંડોળ

પંડોળ ગામમાં ઢોલક અને મંજીરાના તાલે જ ત્રણ પેઢીથી ગરબા રમાય છે

ગુજરાત રાજ્યના વૈવિધ્યને રજૂ કરે મા અંબાની નવ દિવસ આરાધના કરી માની પૂજા કરવામાં આવે છે.ત્યારે અન્ય જિલ્લાઓની જેમ વલસાડમાં પણ છેલ્લા 17 વર્ષથી પરંપરાગત રીતે 200 જેટલા ગરબા કંઠસ્થ રીતે ઢોલક અને મંજીરાના તાલે લોકો ગરબા રમીને માની આરાધના કરે છે.

વધુ જુઓ ...
    Akshay kadam, Valsad: રાજ્યમાં હાલ નવરાત્રિનો માહોલ જામ્યો છે.ત્યા ગુજરાતના ખુણે ખુણે પરંપરાગત રીતે ગરબા ગવાઈ રહ્યા છે.જેમાં ગુજરાત રાજ્યના વૈવિધ્યને રજૂ કરે મા અંબાની નવ દિવસ આરાધના કરી માની પૂજા કરવામાં આવે છે.ત્યારે અન્ય જિલ્લાઓની જેમ વલસાડમાં પણ છેલ્લા 17 વર્ષથી પરંપરાગત રીતે 200 જેટલા ગરબા કંઠસ્થ રીતે ઢોલક અને મંજીરાના તાલે લોકો ગરબા રમીને માની આરાધના કરવામાં આવે છે.આ ગરબા આસપાસના વિસ્તારોમાં ખુબજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

    માં શક્તિના આરાધનાનોપર્વ એટલે ગરબો.અને ગરીબોમાં બે તાળીઓ પાડી ગરબા ગાઈ આરાધના કરી ગોળ ગોળ ફરવું એટલે અખિલ બ્રહ્માંડની પરિક્રમા કરી શક્તિની આરધના કરવાબરાબર છે ત્યારે વર્તમાન સમયમાં અર્વાચીન ગરબાનું સમગ્ર સ્વરૂપ બદલાયું છે લોકો બેતાળીના ગરબા વિશરીને ડીજેના તાલે ઝૂમતા થયા છે,શક્તિની આરાધના નેવે મુકાઈ હોય એવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે વાપી નજીકમાં આવેલ પંડોર ગામે બે આહીર યુવકોએ છેલ્લા 17 વર્ષથી ચાલી આવતી પ્રાચીન ગરબાની પરંમપરા જાળવી રાખી છે .

    પ્રાચીન ગરબા એટલે કૌરવ પાંડવ,શ્રવણ કથા,રૂકમણી ,સુભદ્રા કૃષ્ણ ,રામાયણ મહાભારત સહિતની દંતકથા સાથેના ગરબા

    પ્રાચીન ગરબા એટલે બે તાળી અને ઢોલક મંજીરા સાથે ગરબા યોજાય છે જેમાં શક્તિની આરાધના માટે ગવાતા માતાજીના ગરબા,કૌરવ પાંડવના ગરબા,શ્રાવણ કથા,રૂકમણી ,સુભદ્રા કૃષ્ણ ,રામાયણ મહાભારત સહિતની દંતકથા સાથેના ગરબા અહીં ગવાય છે

    એક ગરબો એક કલાક ચાલે છે, ગવાયેલો ગરબો પાછો બીજી વાર રજુ થતો નથી,સાંભળવા લોકો દૂર દૂર થી આવે છે

    પ્રાચીન દંત કથા સાથે સંકળાયેલ ગરબાની એક ખાસિયત છે કે તે એક ગરબો અંદાજિત એક કલાક ચાલે છે અનેએક વાર ગયેલ ગરબા ફરી રજૂ થતા નથીવળી કથા ને ગરબા સ્વરૂપે સાંભળવું એ પણ એક લ્હાવો છે જેને સાંભળવા માટે વાંસદા,નવસારી,દમણ સેલવાસ સહિત અનેક સ્થળેથી લોકો અહીં આવે છે.

    આ પણ વાંચો:શિક્ષિકાની નોકરી છોડી આ મહિલા સખી મંડળ થકી બેંક મિત્ર બની; મહિને કરે છે દોઢ કરોડનો વ્યવહાર

    આવનારી પેઢી ને શીખવી રહ્યા છે

    આહીર સમાજના બે યુવકો અશોકભાઈ આહીર અને હિતેશભાઈ આહીર દ્વારા વર્ષો જુની બે-ત્રણ પેઢીથી ચાલી આવેલ બે તાળીના ગરબાની સંસ્કૃતિ જાળવી રાખી છે અને આગામી પેઢીને પણ તેઓ શીખવી રહ્યા છે જેથી આ પરંપરા લુપ્ત ન થાય.

    છેલ્લા 17 વર્ષ થી ચાલે છે

    પંડોર આહીર સમાજના યુવકો દ્વારા છેલ્લા 17 વર્ષ થી બે તાળીના પ્રાચીન ગરબા જાળવણી કરી છે જ્યાં આજે ડીજે અને ઓરકેસ્ત્રા ના તાલે લોકો માત્ર મોજ કરવા ગરબા રમતા હોય ત્યાં યુવા પેઢીને શક્તિની આરાધના ની સાચી રીત શીખવવા માટે અનોખો દાખલો આહીર સમાજના યુવકો બેસાડી રહ્યા છે
    First published:

    विज्ञापन
    विज्ञापन