Home /News /valsad /"25 લાખ આપો અને ટિકિટ લઈ જાવ", AAP નેતાનો ખુદની પાર્ટી પર આરોપ

"25 લાખ આપો અને ટિકિટ લઈ જાવ", AAP નેતાનો ખુદની પાર્ટી પર આરોપ

AAP Valsad

Gujarat Election 2022: AAP દાવેદારે ચૂંટણી પહેલા જ પાર્ટી પર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લગાવ્યા હતા. જો કે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો બહાર આવતા જિલ્લાનાં રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
આમ આદમી પાર્ટી (AAP Gujarat) એ મંગળવારે 22 ઉમેદવારના નામ સાથે 8મી યાદી જાહેર કરી છે જાહેર કરવાની સાથે આંતરિક વિવાદ સામે આવ્યો છે. વલસાડ (Valsad) ની કપરાડા (Kaprada) વિધાનસભા બેઠક પર પૈસાના જોરે ટિકિટ વહેચવામાં આવી હોવાનો ખુદ આમ આદમી પાર્ટીના નેતાએ જ આરોપ લગાવ્યો. ખુદ દાવેદારે જ આક્ષેપ કરતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

કપરાડા બેઠક પરના દાવેદાર ખુશાલ વાઢુએ આક્ષેપ કરતા ટિકિટ માટે 25 લાગ્યા માગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ જાહેર કરાયેલા ઉમેદવારની ટિકિટ પણ 25 લાખમાં વેંચાયાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:  ગુજરાત યુનિવર્સિટીની બમ્પર ભરતી માટે અરજી કરવાનો કાલે છેલ્લો દિવસ, આ રીતે કરો અરજી




આ પણ વાંચો:  સોશિયલ મીડિયાથી ઇ-સિગારેટ વેચાણ કરતો આરોપી ઝડપાયો, આ રીતે કરતો હતો ઓનલાઇન વેચાણ!



તો બીજી તરફ કપરાડા બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવેલા જયેન્દ્ર ગાવિતે આક્ષેપોને ફગાવ્યા છે. સમગ્ર બાબતે ઉમેદવાર જયેન્દ્ર ગાવિતે ઓડિયો ક્લિપ ખોટી હોવાનું તેમજ ક્લિપમાં તેમનો અવાજ નહીં હોવાનું જણાવ્યું હતું. તો દાવેદારે ચૂંટણી પહેલા જ પાર્ટી પર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લગાવ્યા હતા. જો કે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો બહાર આવતા જિલ્લાનાં રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
First published: