Home /News /valsad /valsad: અહીં ઋષિકુમારો કડકડાટ બોલે સંસ્કૃત; જુઓ વીડિયો

valsad: અહીં ઋષિકુમારો કડકડાટ બોલે સંસ્કૃત; જુઓ વીડિયો

X
પંડિત

પંડિત સાતવલેકરજી ને સાલ 1968 માં રાષ્ટ્રપતિ દ્બારા પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો

વલસાડના કિલ્લા પારડીમાં સ્વાધ્યાય મંડળ વૈદિક અનુસંધાન કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેની સ્થાપના 1948માં પંડિત સાતવલેકર દ્વારા કરવામાં આવી હતી. અહીં 108થી વધુ ઋષિકુમારો વ્યાકરણ, સાહિત્ય, વૈદ, પૂરાણ, જ્યોતિષ તથા કોમ્પ્યુટર જ્ઞાન મેળવી રહ્યા છે.

વધુ જુઓ ...
Aksay kadam, valsad: મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ઓન્ધ ગામે તોફાનીઓએ પંડિત સાતવલેકરે લખેલા સંસ્કૃત ભાષાના ગ્રંથો સળગાવી દીધા હતા. બાદ પંડિત સાતવલેકરએ વર્ષ 1948માં વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ખાતે સ્વાધ્યાય મંડળની સ્થાપના કરી હતી.અહીં વૈદ મંદિર સંકુલમાં રામ પરિવાર,વૈદનારાયણ ભગવાન,જ્ઞાનેશ્વર મહાદેવ તથા પંચાયતન દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવે છે.

વૈદ મંદિરમાં પંડિત સાતવલેકરના જીવન સ્મરણો

વૈદ મંદિરમાં પંડિત સાતવલેકરના જીવનના સ્મરણો મુકવામાં આવ્યા છે. જેમાં જીવનના ચિત્રો રાખવામાં આવ્યા છે તથા મ્યુઝયમ બનાવામાં આવ્યું છે.તદ્ઉપરાંત પંડિત સાતવલેકરજીને વર્ષ 1968માં રાષ્ટ્રપતિ દ્બારા પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેની નકલ અહીં મુકવામાં આવી છે. યજ્ઞ શાળા વલસાડના કિલ્લા પારડી ખાતે આવેલા સ્વાધ્યાય મંડળ ખાતે અહીં અભ્યાસ કરતા ઋષિ કુમારોને (વિધાર્થીઓ)પ્રત્યક્ષ અભ્યાસ કરે છે અને શ્લોકનો અભ્યાસ કરે છે.પંડિત સાતવલેકરનું 100 વર્ષ જૂનું અતિથી ભવન

1948 માં પંડિત સાતવલેકર દ્વારા બનાવવામાં આવેલું ઘર આજે પણ સલામત હાલતમાં છે. અંદાજે 100 વર્ષથી પણ જૂનું છે. અહીં પંડિત સાતવલેકર રહેતા હતા. હાલ અત્યારે પંડિત સાતવલેકરજીના ઘરને હેરિટેજ તરીકે વિકસાવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.કામધેનુ ગૌશાળા

અહીં કામધેનુ ગૌ શાળા છે, જેની સ્થાપના વર્ષ 2002 માં કરવામાં આવી હતી, જેમાં 60 જેટલી ગીર ગાય રાખવામાં આવી છે તથા ગીર સંવર્ધન કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. તદ્ ઉપરાંત અહીં દરેક અગિયારસના દિવસે ગૌ પૂજન કરવામાં આવે છે.સરસ્વતી ગ્રંથાગાર: 250થી પુસ્તક

પંડિત સાતવલેકર દ્વારા અલગ અલગ વિષયો ઉપર લખવામાં આવેલા 250 થી 300 જેટલા પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે,જેમાં રામાયણ,મહાભારત,સંસ્કુત સ્વયં શિક્ષક જેવા વિવિધ ગ્રંથો છે, જેને હિન્દી,ગુજરાતી,મરાઠી,તથા સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યા છે.મહા વિદ્યાલય : 180 ઋષિકુમારો અભ્યાસ કરે

અહીં શ્રી બ્રહ્મશ્રી સાતવળેકર સંસ્કૃત મહા વિદ્યાલય ચલાવવામાં આવે છે,જેમાં 108 જેટલા નીવાસી ઋષિકુમારો (વિદ્યાર્થી) ધોરણ 9 થી કોલેજ સુધીનો અભ્યાસ કરે છે. જેમાં વ્યાકરણ,સાહિત્ય,વૈદ,પૂરાણ,જ્યોતિષ તથા કોમ્પ્યુટર શીખવવામાં આવે છે.જેમાં 4 જેટલા અધ્યાપકો અલગ અલગ વિષય ભણાવે છે.
First published:

Tags: Language, Local 18, Valsad