Home /News /valsad /Valsad: શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા ઉમિયા સોશિયલ ટ્રસ્ટે શરૂ કર્યુ આ ખાસ અભિયાન

Valsad: શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા ઉમિયા સોશિયલ ટ્રસ્ટે શરૂ કર્યુ આ ખાસ અભિયાન

X
વેપારીઓ

વેપારીઓ દ્વારા પણ ગ્રાહકોને ઝભલા થેલીના બદલે કાપડની થેલી વાપરવાનું કહી રહયા છે

ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા બજારમાં કાપડની થેલીનું અડધી કિમતે વિતરણ કરવામાં આવે છે. જેમ કે, થેલી બનાવવાનો ખર્ચ 20 થતો હોય તો તે થેલીને 10 રૂપિયામાં અને 50 રૂપિયામાં બનતી થેલી 20 રૂપિયામાં આપવામાં આવે છે.

Akshay Kadam, Valsad: વલસાડનાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વલસાડ શહેરનાં બજારમાં કાપડની થેલીનું અડધી કિમતે વિતરણ કરવામાં આવે છે.જેમ કે, થેલી બનાવવાનો ખર્ચ 20 થતો હોય તો તે થેલીને 10 રૂપિયામાં અને 50 રૂપિયામાં બનતી થેલી 20 રૂપિયામાં આપવામાં આવે છે.ખાસ વાત તો એ છે કે, જયારે કોઈ ગ્રાહક ઉમિયા બેગ ખરીદે અને એનું કામ પત્યા પછી એ થેલી પરત પણ આપે તો તેના બદલામાં એને ખરીદ કિંમત પાછી આપવામાં આવે છે

અડધી કિંમતમાં લઇ જાવ ,તમારું કામ પાટે એટલે થેલી પરત આપી પૈસા પરત લઇ જાવ

કેન્દ્ર સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક, ખાસ કરીને પ્લાસ્ટિકની થેલી અને પાણીની બોટલોના કારણે પર્યાવરણને થઈ રહેલા નુકસાનને રોકવાની દિશામાં મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુક્યો છે ત્યારે પર્યાવરણ ને નુકશાન કરતા પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા નવતર અભિયાન વલસાડ ખાતે જોવા મળ્યો છે.

આ પણ વાંચો: શું વલસાડમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ નથી? શાક માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ ઉપયોગ

નવતર પ્રયોગ થેલી વાપરીને આપી જાવ અને પૈસા પાછા લઇ જાવ

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્ટ ના આ નવતર પ્રયોગ ને વલસાડ શહેર માં ખુબ જ આવકાર મળી રહ્યો છે, સાથે સાથે ગ્રાહકો દ્રારા થેળીનો વપરાશ પૂર્ણ થયા બાદ થેલીઓ પરત કરવામાં આવે તો જેટલી કિંમતમાં થેલી ખરીદી હોય એ કિંમત પણ પરત કરવામાં આવે છે સાથે આ ગ્રુપ દ્રારા શહેરના વેપારીઓ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયા એ માટે થેલીઓ પર તેવોની દુકાનની બ્રાન્ડિંગ કરી અર્ધી કિંમતમાં કરી આપવામાં આવે છે જેથી દુકાન સંચાલકો પણ આ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાઈ રહયા છે અત્યાર સુધી ઉમિયા સોશિયલ ગ્રુપ દ્રારા 35 દિવસોમાં 10 હજાર થી વધુ ની થેલીનું વિતરણ કરવામાં આવ્યું છે તો આગામી દિવસોમાં વધુમાં વધુ લોકો સિંગક યુઝ પ્લાસ્ટિકની જગ્યા પર કાપડની થેલીઓ યુઝ કરે અને વલસાડ શહેર પ્લાસ્ટિક મુક્ત બને તેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે.
First published:

Tags: Plastic ban, Plastic free, Single Use plastic, Valsad