‘એક સલુન આવું પણ' જ્યાં ગ્રાહકોની સલામતી માટે સંચાલકે ગ્રાહકનો સમાન અલગ રાખ્યો.
વલસાડના સલૂન સંચાલકની સાવચેતી જાણી લોકો દંગ રહી જાય છે. અહીં દરેક ગ્રાહકનો સમાન અલગ રાખવામાં આવે છે. તેના માટે ડબ્બા રાખ્યા છે. 130 ગ્રાહક છે તો 130 ડબ્બામાં સમાન રાખવામાં આવ્યો છે.
Akshay Kadam,valsad :કોરોના સંક્રમણને અટકાવવાં માટે વ્યવસાયકારો જાગૃત્ત બન્યા છે. પરંતુ વલસાડના મદનવાદમાં ચાલતા ન્યુ જલારામ હેર સલૂન છેલ્લા 15 વર્ષથી ગ્રાહકની સલામતી માટે દરેક ગ્રાહકોનો સમાન અલગ અલગ ડબ્બામાં રાખ્યો છે. વલસાડના જ્ઞાનેશ મહાલે નામનો યુવાન છેલ્લા 15 વર્ષથી સલૂનની દુકાન ચલાવે છે. ખાસ વાત એ છે કે, તેને દરેક ગ્રાહકનો સમાન જેવાકે કાતર,અસ્ત્ર અને નેપકીન, રૂમાલ અલગ રાખ્યો છે.તેનું કહેવું છે કે, દરેક ગ્રાહક સરખા હોતા નથી.કોઈને ચામડીના રોગ હોય છે. તેમજ અન્ય ગંભીર બીમારી પણ હહોઈ શકે. જેથી તેમની દુકાને આવતા તમામ ગ્રાહકોનો સમાન જ અલગ અલગ ડબ્બામાં રાખ્યો છે.
કુલ 130 જેટલા ગ્રાહક છે
દુકાનમાં મુકેલા 130 ડબ્બા જોઈ પહેલા સૌ કોઈને આશ્ચર્ય થાય છે. પરંતુ જ્ઞાનેશ મહાલ પાસે 130 જેટલા ગ્રાહકો છે અને દરેક ગ્રાહકનો સમાન અલગ અલગ ડબ્બામાં રાખે છે. જેને કારણે જ્ઞાનેશ મહાલેના ગ્રાહકો પણ બીજે દુકાનમાં વાળ કપાવવાનું કે દાઢી કરાવવાનું ટાળે છે.
રેગ્યુલર જ ભાવ લેય છે
જ્ઞાનેશ મહાલે વાળ કાપવાના અને દાઢી કરવાના રેગ્યુલર જ ભાવ લેય છે.દાઢી કરવાના 50 રૂપિયા અને વાળ કાપવાના 100 રૂપિયા લેય છે. જેને કારણે તેમની દુકાનમાં ગ્રાહકોનો ભારે ઘસારો રહે છે.
એક ભૂલ ગ્રાહક માટે ભારે પડે
જ્ઞાનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે. સલૂન સંચાલકો કોઈ વાર ભૂલથી કોઈ ગ્રાહકને વાપરેલી બ્લેડ બીજા ગ્રાહકને વાપરે તો ઘણા એવા રોગ થવાની સંભાવના છે.સલૂનમાંથી ઘણા રોગો ફેલાવાની સંભાવના રહે છે.મેં ઘણા એવા અલુન જોયું જેમાં ગ્રાહકોને એકનું એક નેપકીન અને એક જ અસ્ત્ર તથા કાતર વાપરવામાં આવે છે. જે ગમતું ન હતું,જેથી મને ખ્યાલ આવ્યો કે હું દરેક ગ્રહણનો સમાન અલગ જ રાખું,જેથી કરીને મારી બેદરકારીથી કોઈ ગ્રાહકને કોઈ ચેપ ન લાગે.