Home /News /valsad /VIDEO: અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી દુર્લભ માછલી વલસાડની ઔરંગા નદીમાંથી મળી આવી

VIDEO: અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી દુર્લભ માછલી વલસાડની ઔરંગા નદીમાંથી મળી આવી

અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી દુર્લભ માછલી વલસાડના જૂજવા ગામમાં જોવા મળી છે.

Mouth catfish: ઔરંગા નદીમાં સવારે માછલી પકડવા ગયેલા યુવાનની જાળમાં સકર માઉથ કૈટફિશ નામની અતિ દુર્લભ માછલી જોવા મળી હતી. જાણકારોના જણાવ્યા અનુસાર માછલી પાળવાના શોખીનો એક્વેરિયમમાં નાની માછલી તરીકે રાખતા હોય છે.

    ટેક્નોલોજીની આ દુનિયામાં માનવી હજુ સુધી દરિયાના ઘણા એવા રહસ્યો છે જે જાણી શક્યો નથી અને અવારનવાર દરિયામાંથી દૂર્લભ જીવો અને માછલીઓ મળી આવે છે ત્યારે વલસાડમાં એક અતિ દૂર્લભ માછલી મળી આવી છે. જૂજવાની ઔરંગા નદીમાંથી એમેરિકાની નદીઓમાં રહેતી માછલીઓ મળી આવી છે. જેને જોતા જ લોકોમાં કુતૂહલ જોવા મળી રહી છે.

    અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી દુર્લભ માછલી વલસાડના જૂજવા ગામમાં જોવા મળી છે. ઓરંગા નદીમાં પથરાયેલી માછલી પકડવાની જાળમાં આ માછલી ફસાઈ હતી. સકર માઉથ કેટફિશ નામની આ અતિ દુર્લભ પ્રજાતિની માછલી સામાન્ય રીતે માત્ર અમેરિકાની એમેઝોન નદીમાં જ જોવા મળે છે. અજીબ મોં વાળી સકર માઉથ કૈટ ફિશ મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.



    ઔરંગા નદીમાં સવારે માછલી પકડવા ગયેલા યુવાનની જાળમાં સકર માઉથ કૈટફિશ નામની અતિ દુર્લભ માછલી જોવા મળી હતી. જાણકારોના જણાવ્યા અનુસાર માછલી પાળવાના શોખીનો એક્વેરિયમમાં નાની માછલી તરીકે રાખતા હોય છે.

    આ પણ વાંચો- ગુજરાતના જાણીતા 300 કલાકારો GMDC ગ્રાઉન્ડમાં ગરબા-રમઝટની જમાવટ કરશે

    આ માછલી મોટી થયા બાદ નજીકની નદી કે તળાવમાં છોડી દેતા હોવાથી આ માછલી નદીમાં આવી હશે તેમ લોકો માની રહ્યા છે. જોકે આ માછલી વિશે માહિતી મળી કે હજારો કિલોમીટર દુર સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફિશ બીજી વખત વારાણસીના ગંગા નદીમાં પણ મળી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: ગુજરાત, વલસાડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन