Home /News /valsad /Valsad: માત્ર 50 રૂપિયામાં અહી થાય છે સારવાર, આ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ

Valsad: માત્ર 50 રૂપિયામાં અહી થાય છે સારવાર, આ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ

X
રોટરી

રોટરી ફિઝિયોથેરાપી સેન્ટરમાં માત્ર 50 કે 100 રૂ. માં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

વલસાડમાં રોટરી ક્લબ દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટર શરુ કરવામા આવ્યું છે. અહીં દરેક લોકોને રાહત દરે સારવાર આપવામાં આવે છે. અન્ય જગ્યાએ રૂપિયા 300 થી 500નો ખર્ચ થાય છે. જયારે અહીં માત્ર 50 થી 100 રૂપિયાનો ખર્ચ થાય છે.

Akshay Kadam, Valsad: વલસાડના હાલર રોડ ખાતે રોટરી ક્લબ દ્વારા રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર રાહત દરે શરુ કરવામાં આવ્યું છે. અહીં એકદમ રાહત દરે દરેક વર્ગના લોકોને અદ્યતન સગવડ મળી રહે છે. રોટરી ક્લબ ઓફ વલસાડના સૌ પ્રથમ કાયમી પ્રોજકટ તરીકે રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર સ્વ.યોગેશ પરીખ નવદીપ ઘરઘંટી વાળાની યાદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે.



કેન્દ્રો આધુનિક મશીનોથી સજ્જ છે અને સંપૂર્ણ વાતાનુકૂલિત

અહીં વિકલાંગ બાળકોને જરૂરી સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત આઉટડોર દર્દીઓને નજીવા દરે સારવાર આપવામાં આવે છે.



આ કેન્દ્ર પર દરરોજ સરેરાશ 25 દર્દીઓ લાભ લઈ રહ્યા છે. ફિઝિયોથેરાપી સેન્ટર ઉપર આધુનિક મશીનોથી સજ્જ છે અને સંપૂર્ણ વાતાનુકૂલિત છે.



માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયામાં સારવાર

ડો. ભૂમિકા પટેલ, ડો. પ્રતિભા ગરાસિયા અને ડો. વીણા ટોપીવાળા દ્વારા વિવધ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેમાં નાના બાળકો થી લઈને 90 વર્ષના વડીલોને માટે આ સેન્ટર આશીર્વાદ રૂપ બન્યું છે.



માત્ર 50 અથવા 100 રૂપિયામાં દરેક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.આ સેન્ટરના પ્રોજેક્ટ ચેર ડો. સુનીલ દેશપાંડે અને સેક્રેટરી તરીકે રો. નિર્મલ દેસાઈ સેવા આપી રહ્યા છે. તેમજ આર્થિક જરૂરિયાત ઊભી થઈ તે રોટરી ક્લબના સભ્યો દ્વારા પૂરી પાડવામાં આવે છે.



અન્ય જગ્યાએ 300 થી 500 રૂપિયાનો ખર્ચ થાય

ફિઝિયોથેરાપી સેન્ટરમાં આવતા કલ્પનાબેન લાડે જણાવ્યું હતું કે,હું 4 જગ્યાએ ફિઝિયોથેરાપી માટે પૂછ્યું હતું. જ્યાં રોજના 300 રૂપિયા થી 500 રૂપિયનો ખર્ચ કહ્યો હતો, જયારે વલસાડ રોટરી ક્લબ દ્વારા શરુ કરવામાં આવેલા ફિઝિયો થેરાપી સેન્ટરમાં માત્ર 50 અને 100 રૂપિયામાં તમામ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ થાય છે. જે તમામ વર્ગના લોકો માટે સંજીવની સમાન છે.
First published:

Tags: Hospitals, Local 18, Valsad