વલસાડના પારડી તાલુકાના ડુમલાવ ગામમાં ખુંખાર દીપડો આવી ચડ્યો હતો અને શ્વાનનો શિકાર કર્યો હતો.વન વિભાગે અહીં પાંજરા ગોઠવ્યા હતા. જેમાં એક કદાવર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. જોકે હજુ બે દીપડા પકડવાના બાકી છે.
Aksay kadam, valsad: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ ગામના પારસીવાડ ફળિયામાં રહેતા એક પરિવારના ઘરે પાળેલા શ્વાનનું દીપડાએ મારણ કર્યું હતું. શિકારની શોધમાં ડુમલાવ નજીક વન વિભાગના પાંજરે નજીક દીપડો આવી પહોંચ્યો હતો અને કદાવર દીપડો પાંજરે પુરાઈ ગયો હતું. હજુ ગામમાં 2 કદાવર દીપડા ફરી રહ્યા છે. તેને પાંજરે પુરી રેસ્ક્યુ કરવા વન વિભાગની ટીમે આજુબાજુના વિસ્તારમાં 2 પાંજરા ગોઠવ્યા છે. વન વિભાગે દીપડાનો કબ્જો મેળવી નર્સરીમાં પ્રાથમિક ચેકઅપ કરવી આગળની તજવીજ હાથ ધરી છે
આ વિસ્તારમાં 3 કદાવર દીપડા ફરી રહ્યા
પારડી તાલુકામાં ડુમલાવ અને આજુબાજુના વિસ્તારમાં 3 કદાવર દીપડા ફરી રહ્યા છે. અવાર નવાર કદાવર દીપડાઓ પશુઓનું મારણ કરે છે. ગામના સરપંચ દ્વારા વલસાડ વન વિભાગને રજૂઆત કરી હતી. જેમાં પારડી વન વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને અલગ અલગ વિસ્તારોમાં પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ વિસ્તારમાંથી દીપડાઓ પાંજરે પુરાતાં ન હતા.
ડુમલાવ પારસી ફળિયાના કિકુભાઈ છગનભાઈ પટેલના ઘરેથી રાત્રે શ્વાનનું મારણ કર્યું હતું.જેની જાણ થતાં સ્ટાફ તાત્કાલિક ધટના સ્થળે પહોચી પાંજરું તથા સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા અને દીપડો પકડવાની કામગીરી કરી હતી.આખરે અંબાચ બાવીસા ફળિયા અને ડુમલાવના પારસી ફળિયાના વચ્ચે દીપડાને ફોરેસ્ટ વિભાગે પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે લોકોએ રાહત શ્વાસ લીધો હતો. ડુમલાવના સરપંચ પ્રકાશભાઇ પટેલે અવાર નવાર વન વિભાગને રજૂઆત કરી હતી. દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમે દીપડાનો કબ્જો મેળવી વલસાડની પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક ચેકઅપ કરવી આગળની તજવીજ હાથ ધરી હતી.
હજુ 2 દીપડા પકડવાના બાકી
વન વિભાગને એક દીપડો પકડવામાં સફળતા મળી છે. હજુ પણ બે દીપડા ડુમલાવ અને આજુબાજુના વિસ્તારમાં ફરી રહ્યાં છે. જેને ઝડપવા બે પાંજરા ગોઠવામાં આવ્યાં છે. આ વિસ્તારમાંથી દીપડાને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે.