ભરતસિંહ વાઢેર, વલસાડઃ શહેરની નજીકથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ભરેલી એક કારને પોલીસે ઝડપી પાડી છે. વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ કાર પસાર થઈ હતી અને પોલીસે તેનો પીછો કર્યો હતો.
પોલીસે કારચાલકનો પીછો કર્યો
ત્યારે પોલીસે કારને રોકીને અંદર તપાસ કરતા મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ગણતરીના સમયમાં જ કારમાંથી 178 કિલો ઘઉં અને 656 કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે કારચાલકની પૂછપરછ કરી અને કારમાં ભરેલા અનાજના જથ્થાનું બિલ માંગ્યું હતું. પરંતુ કારચાલક પાસે અનાજનું કોઈ બિલ નહોતું. ત્યારે પોલીસે કારમાં ભરેલા અનાજના જથ્થો અને કાર જપ્ત કરી કાર ચાલકની અટકાયત કરી હતી.
ત્યારબાદ પોલીસે આ મામલે પુરવઠા વિભાગને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, આરોપી અનાજ ખેરગામ તરફ લઈ જતો હતો. ત્યારે તેની કારમાંથી અનાજનો જથ્થો મળ્યો હતો. તેની પાસેથી અનાજના કોઈ પુરાવા કે બિલ ન હોવાથી તે સરકારી અનાજ હોય તેવું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે આ જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો વગેરે મામલે તપાસ હાથ ધરી છે.
" isDesktop="true" id="1300021" >
અગાઉ પણ આવા કૌભાંડ પકડાયા છે
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાના કૌભાંડ અનેકવાર બહાર આવી ચૂક્યાં છે. ત્યારે આ વખતે પણ કારમાંથી મળેલો શંકાસ્પદ જથ્થો સરકારી હોય તેવું મનાઈ રહ્યુ છે. ગરીબો માટે ફાળવવામાં આવતા આ સરકારી અનાજને સગેવગે કરતા અનાજ માફીયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવું જરૂરી છે.