Home /News /valsad /Valsad: ડુંગરાળ અને દુર્ગમ પ્રદેશમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સંજીવની સાબિત થઈ; બીમારીના કેસ ઘટ્યા

Valsad: ડુંગરાળ અને દુર્ગમ પ્રદેશમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સંજીવની સાબિત થઈ; બીમારીના કેસ ઘટ્યા

દવા પણ સેન્ટરમાંથી નિઃશુલ્ક મળતા દર્દીના મહિને રૂ. 800થી 1000ની બચત થઈ રહી છે

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા ડુંગરાળ પ્રદેશથી ઘેરાયેલા છે, જ્યાં વસતા આદિવાસી બાંધવોએ નાની મોટી બિમારી કે પ્રસુતિ માટે જીવને જોખમમાં મુકી જોખમી ઘાટ ઉતરીને 7 કિમી દૂર દાબખલના સરકારી દવાખાને જવું પડતું હતું,

  Akshay kadam, Valsad: રાજ્યના છેવાડાના અને આદિવાસી જિલ્લા તરીકે ઓળખાતા વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા ડુંગરાળ પ્રદેશથી ઘેરાયેલા છે, જ્યાં વસતા આદિવાસી બાંધવોએ નાની મોટી બિમારી કે પ્રસુતિ માટે જીવને જોખમમાં મુકી જોખમી ઘાટ ઉતરીને 7 કિમી દૂર દાબખલના સરકારી દવાખાને જવું પડતું હતું, જેના કારણે સમય અને પૈસાનો વ્યય થતો હતો પણ હવે સરકારે મોટે ભાગે દરેક ગામોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલુ કર્યા છે જે ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યા છે.

  કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલા દાબખલનું માતુનિયા ગામ કે જેની વસ્તી 2,661ની છે. પહેલા અહીં આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ ન હોવાથી લોકોએ ખાનગી વાહનોમાં જોખમી ઘાટ ઉતરીને હોસ્પિટલમાં જવું પડતું હતું, હવે ગામમાં જ સારવાર મળતી હોય ઘરે ઘરે માંદગીનું પ્રમાણ ઘટી રહ્યું છે. સગર્ભા મહિલાઓને ત્રીજા મહિનાથી માંડીને બાળકનો જન્મ થાય ત્યાં સુધીની દેખરેખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા રાખવામાં આવે છે.

  આ પણ વાંચો: ધરમપુરની આર્ચ સંસ્થાએ આદિવાસી યુવાનોને તાલીમ આપી અને 100 ટકા રોજગારી મળી

  ગર્ભાવસ્થા અને બાળ જન્મ સંબંધિત સેવાઓ, 0 થી 5 વર્ષના કુપોષિત બાળકની 2 વર્ષ સુધી દર અઠવાડિયે વિઝિટ લેવાની હોય છે. હાયપરટેન્સન, બીપી, સુગર અને ડાયાબીટીસ સહિતની નાની મોટી બિમારીની દવા પણ સરકાર દ્વારા નિઃશુલ્ક અપાતી હોવાથી જે લોકો ખાનગી મેડિકલ સ્ટોર્સમાંથી દવા લાવતા હતા તે લોકો પણ અહીંથી જ દવા લઈ જતા હોવાથી દર મહિને તેઓને રૂ 800થી 900ની બચત થઈ રહી છે. 12 પ્રકારની આરોગ્યલક્ષી સેવાની સાથે ગ્રામજનોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ગ્રામ પંચાયત સાથે મળી જાહેર પાણીની ટાંકી અને કૂવામાં પાણી શુધ્ધતા માટે પીપીએચ ચકાસી કલોરીનેશન કરવામાં આવે છે.

  તંદુરસ્ત જીવન માટે યોગ પણ કરાવાય છે. 0 થી 5 વર્ષના બાળકોનું રસીકરણ કરાય છે. સ્કૂલોમાં હેલ્થ એજ્યુકેશનની સાથે કિશોર– કિશોરીઓને જરૂરી દવા પણ આપવામાં આવે છે. ક્ષય રોગ (ટીબી) નાબૂદી માટે પણ અભિયાન ચલાવાય છે. ગામમાં દરેક ઘરના પરિવારના સભ્યોથી વાકેફ થાય તે માટે વર્ષમાં એક વાર સર્વે પણ કરવામાં આવે છે.

  આ પણ વાંચો: વલસાડનું ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ છેલ્લા 22 વર્ષથી ગરીબ દર્દીઓની જઠરાગ્નિ ઠારે છે; આટલી હોસ્પિટલોમાં પહોંચાડે છે ટિફિન

  સરકારનું સૂત્ર છે કે, સ્વસ્થ દેશ જ સમૃધ્ધ દેશ બની શકે છે, તેને વલસાડ જિલ્લો ખરા અર્થમાં સાર્થક કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્યમાન ભારત હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવામાં ગુજરાતે મોટી સફળતા મેળવી છે. રાજ્યમાં 7006 સેન્ટર સ્થાપવાનો લક્ષ્યાંક હતો જેની સામે 7523 સેન્ટરો સ્થાપીને 107 ટકા સિધ્ધિ મેળવી છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો અહીં 300 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે, જે તમામમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની સાથે એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ અને આશા વર્કરોની નિમણૂક કરાતા હવે છેવાડાના ગામડા પણ આરોગ્ય ક્ષેત્રે સમૃધ્ધ બન્યા છે.
  First published:

  Tags: Health care, Tribal community, Valsad

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन