Akshay kadam, valsad: દક્ષિણ ગુજરાતમાં કોઈના પણ ઘરે લગ્ન હોય અને ત્યાં ડીજે પર 'વાડામાં બકરા ચારે બનેવી ચકલા હુડ હુડ કરે રે લોલ' ગીત ન વાગે એવું બનતું નથી. કારણ કે આ ગીતનાં તાલ પર ભલભલા ઝૂમી ઊઠે છે. ત્યારે આજે આપણે જાણીએ કે ગલીએ ગલીએ ભજન ગાતા વલસાડના ભજનીકે કેવી રીતે આ ગીત બનાવ્યું અને આજે દેશ-વિદેશમાં તેઓ ઓરકેસ્ટ્રા પાર્ટીનો લાખો રૂપિયાનાં ઓર્ડર લેતા થઈ ગયા.
લગ્ન પ્રસંગમાં સંગીત સંધ્યાનું ખાસ મહત્વ હોઈ છે. જ્યાં વર/વધુ તથા એમાં સગા સબંધીઓ ગરબા તેમજ અન્ય ગીતો ઉપર ઝુમતા હોઈ છે ત્યારે આજે વાત કરવી છે વલસાડ ના પ્રખ્યાત કલાકાર મુકેશભાઈ પટેલની જેઓ વલસાડ ખાતે ઓરકેષ્ટ્રા પાર્ટીમાં એક આગવું સ્થાન ધરાવે છે.મુકેશભાઈ પટેલ લેઉઆ પાટીદાર સમાજ માંથી આવે છે તેમને ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે, ભણવામાં વધુ રસ ન હોવાથી તેમણે સંગીત માં જ તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું,
શાળામાં અને ગલીએ ગલીએ ભજન ગાતા
શરુઆતમાં તેઓ શાળામાં ગરબા તથા ગલીયે ગલીયે તેઓ ભજન મંડળી ચલાવતા હતા અને ભજનિક કલાકાર હેમંતભાઈ ચૌહાણના ભજનો તથા ફિલ્મી ગીતો ગાતા હતા. જે બાદ તેઓ પારડી તાલુકામાં રહેતા તેમના મિત્ર રજુભાઈ ઘડિયારના દ્વારા લખવામાં આવેલું 'વાડામાં બકરા ચારે બનેવી ચકલા હુડ હુડ કરે રે લોલ' જેના ઉપર ગીત બનાવ્યું હતું, જેનાથી તેમને ખ્યાંતના મળી હતી. એ ગીત બનાવવમાં એમને 15 થી 20 દિવસ થયા હતા અને એ ગીત એટલું બધું ચાલ્યું કે આજે દક્ષિણ ગુજરાતના દરેક લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર અચૂક વાગે છે અને લોકો મન ભરીને મોજ માણે છે.
વિદેશો માં પણ તેમના ચાહકો છે
“વાડામાં બકરા” ગીતથી તેમને પ્રસિદ્ધિ મળ્યા બાદ વલસાડ જ નહિ પરંતુ તેઓ દેશ, તેમને દેશ વિદેશ માં લગ્ન પ્રસંગે ગીતો ગાવા માટે બોલાવતા હોઈ છે. મુકેશભાઈ એ લંડન,સાઉથ આફ્રિકા, નેરોબિ,તાંઝાનિયા,મોમ્બાસા, કાકામેઘા તથા પેરિસ જેવા દેશો માં પણ પોતાના ગીતોની રમઝટ બોલાવી છે અત્યાર સુધી તેઓ અનેક દેશોમાં લગ્નમાં પોતાનો સંગીત પીરસી ચૂક્યા છે.
પેહલાનો ચાર્જ અને અત્યાર નો ચાર્જ
મુકેશભાઈ પટેલ જ્યારે ભજન મંડળી ચલાવતા હતા ત્યારે તેઓ માત્ર 1,100 રૂપિયા માં ભજનો ગાતા હતા જે બાદ તેમણે પોતાનું સુર સાગર નામનું ઓર્કેસ્ટ્રા ચાલુ કર્યું હતું અને શરૂઆત માં તેમને 8000 રૂપિયા નો ઓર્ડર કર્યો હતો જે બાદ તેમનું ગિત પ્રસિધ્ધ થતા તેઓ લગ્ન પ્રસંગે 1લાખ થી 2.50 લાખનો ચાર્જ કરે છે
જીવન નો યાદગાર પ્રસંગ
ન્યૂઝ 18 ની ખાસ વાતચીતમાં તેમને જણાવ્યું કે પારડી તાલુકા માં મારા મિત્ર રાજુભાઇ ઘલીયાળી એ “વાડામાં બકરા” ગીત લખ્યું હતું અને એમને મને આપ્યું હતું એમના દ્વારા લખવામાં આવેલ ગીતને મેં બનાવીને ગાયું, પરંતુ જ્યારે મને આ ગીત લખીને આપવામાં આવેલું તેના 12 જ દિવસ માં રાજુભાઇ નું વાપી ખાતે અકસ્માતમાં મોટ નીપજ્યું હતું, જે બાદ આ ગીત બનાવીને તૈયાર કર્યું અને આજે આ ગીતે મારી જિંદગી બનાવી દીધી છે