મ્લચીંગ ડ્રિપિંગ પધ્ધતિથી ખેતી કરી ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકો છો.
પણજ ગામના ખેડૂતે મલ્ચિંગ પદ્ધતિથી ચીભડાંની વાવેતર કરી પુષ્કળ ઉત્પાદન મેળવ્યું છે.વીઘે 300 મણથી વધુ ઉત્પાદન મેળવ્યું છે.20 કિલોના 250 થી 300 રૂપિયા આવી રહ્યા છે.
Akshay kadam,valsad: ખેરગામના પણજ ગામના ખેડુતે મલ્ચિંગ ટેક્નિકની મદદથી ચીભડાંની ખેતી કરી છે.જેના કારણે વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવી રહ્યા છે. સામાન્ય રીતે ચીભડાંની ખેતી ખેડૂતો સીધી ખેતી કરતા હોય છે. જેના કારણે રોગ,નિંદામણ સહિતના ખર્ચમાં વધારો થતો હોય છે.પરંતુ પણજ ગામના ધર્મેન્દ્રભાઈએ મલ્ચિંગ ડ્રિપિંગ પધ્ધતિથી ખેતી કરી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ મલ્ચિંગ ડ્રિપિંગ પધ્ધતિથી ખેતી કરી ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની સમજ આપી રહ્યા છે.
ખેતીનો ખર્ચ અને ઉત્પાદન
ચીભડાંનું બિયારણ 300-400 ગ્રામની કિંમત અંદાજે 600 રૂપિયા જેટલું હોઈ છે.રોપણની પદ્ધીનું અંતર 1.5 ફૂટ બે છોડ વચ્ચે અને 5 ફૂટ બે લાઈન વચ્ચે રાખવાનું હોઈ છે. પિયતની વાત કરીયે તો પિયત માત્ર અઠવાડિયે 1 થી 2 વખત 1 કલાક જેટલું આપવાનું હોઈ છે.ચીભડાંના પાકમાં ઈયળ કે ચુસીયા જીવાત ન પડે એ માટે દર 15 દિવસે એક વાર ફૂગ નાશક તથા જંતુનાશક દવાનો છટકાવ કરવો જોઈએ.વીઘે 300 મણથી વધુ ઉત્પાદન થાય છે અને 20 કિલોના 250 થી 300 રૂપિયા ના મળી આવે છે.
મલ્ચિંગના ફાયદા
પ્લાસ્ટિકના આવરણથી જમીનમાનું પાણી વાતાવરણના સીધા સંપર્કમાં આવતુ નથી અને સૂર્યપ્રકાશ સીધો જમીન ઉપર પડતો ન હોવાથી પાણી બાષ્પીભવન જતુ નથી.મલ્ચિંગ પદ્ધતિમાં જમીનનું તાપમાન જાળવાઈ રહે છે.જેથી પાકને પૂરતા પ્રમાણમાં તત્વો મળી રહે છે. જેના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. પાકમાં થતા જીવાત,રોગો ઓછા થાય છે તથા ઓછા ખાતર અને પાણીથી સારો પાક લઇ શકાય છે. નિંદામણ કરવાનું ઓછું થઈ જતું હોવાથી પાકના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. વધુ નફો મેળવી શકાય છે