Home /News /valsad /વલસાડ પાલિકાના વાંકે રાહદારીઓને ડામ! અનેક રજૂઆત છતાં કાર્યવાહી નહીં, ફરીવાર આખલાયુદ્ધ જામ્યું

વલસાડ પાલિકાના વાંકે રાહદારીઓને ડામ! અનેક રજૂઆત છતાં કાર્યવાહી નહીં, ફરીવાર આખલાયુદ્ધ જામ્યું

રસ્તા વચ્ચે જ આખલાઓએ યુદ્ધ ચાલુ કરતા રાહદારીઓએ અફરાતફરી મચાવી હતી

Valsad News: વલસાડના લીલાપોર વિસ્તારમાં જાહેર રસ્તા પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. રસ્તા વચ્ચે આખલાઓના જામેલા યુદ્ધને કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ સાથે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ શહેરમાં રખડતા પશુઓનો આતંક હજુ ઓછો થયો નથી. વલસાડના લીલાપોર વિસ્તારમાં જાહેર રસ્તા પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. રસ્તા વચ્ચે આખલાઓના જામેલા યુદ્ધને કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ સાથે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. છેલ્લા ઘણાં સમયથી અઠવાડિયે એકાદ કિસ્સો પશુઓના આતંકનો સામે આવતો હોય છે. ત્યારે વધુ એકવાર રસ્તા વચ્ચે આખલાયુદ્ધ જામ્યું હતું. ત્યારે રસ્તા પરથી પસાર થતા અનેક લોકો માંડ માંડ બચ્યા હતા. રસ્તા વચ્ચે જામેલા આખલા યુદ્ધને કારણે રોડની બંને તરફ લોકોએ રાહ જોઈ અને ઉભુ રહેવું પડ્યું હતું.

    રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા


    બનાવની વિગત મુજબ, વલસાડના લીલાપોર વિસ્તારમાં જાહેર રસ્તા પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા આખલા યુદ્ધને કારણે રાહદારીઓ વાહનચાલકો અને આસપાસમાં વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આખલા યુદ્ધને કારણે રસ્તાની બંને તરફ લોકોએ ઊભા રહેવું પડ્યું હતું. કેટલાક લોકોએ જીવને જોખમમાં મૂકી અને રસ્તો પસાર કર્યો હતો. તોફાને ચડેલા આખલાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓએ મુઠ્ઠી વાળીને દોડવું પડ્યું હતું. આમ લીલાપુરમાં જામેલો આ આખલા યુદ્ધ લાંબો સમય સુધી ચાલ્યું હતું. આથી રોડની બંને બાજુ વાહનચાલકો અને રાહદારીઓનો ટોળું વળ્યું હતું.


    અનેક રજૂઆત છતાં પાલિકા નિંદ્રામાં


    આ આખલાઓને છૂટાં પાડવા પસાર થતાં રાહદારીઓ વાહચાલકો અને આસપાસના લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમ છતાં આખલાઓ એકબીજાના જાની દુશ્મન બને અને લાંબા સમય સુધી લડતા જ રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, વલસાડ શહેરમાં જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓના આતંકને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ત્યારે પાલિકાને રજૂઆત કરવા છતાં પણ હજુ વલસાડ નગરપાલિકાના રેઢિયાળ વહીવટને કારણે શહેરના રસ્તાઓ પર રખડતી રંજાળનો આતંક હજુ પણ ઓછો થયો નથી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bull fight, Valsad news

    विज्ञापन