Home /News /valsad /

60 વર્ષીય વૃદ્ધે અમદાવાદથી વસલાડ સુધી મચાવ્યો તરખાટ, પોલીસને હંફાવનાર આરોપી ઝડપાયો

60 વર્ષીય વૃદ્ધે અમદાવાદથી વસલાડ સુધી મચાવ્યો તરખાટ, પોલીસને હંફાવનાર આરોપી ઝડપાયો

60 વર્ષીય વૃદ્ધ આરોપી ઝડપાયો

60 વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા એક મહાશય ચોરીના રવાડે ચડીને સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી કરી દીધી હતી.

  ભરતસિંહ વાઢેર, વલસાડ: માણસના જીવનમાં વૃદ્ધાવસ્થાની ઉંમર ભજન કીર્તન કરી પ્રભુને ભજવાની હોય છે, પરંતુ 60 વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા એક મહાશય ચોરીના રવાડે ચડીને સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી કરી દીધી હતી. વલસાડના એક વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલી એક ચોરીનો ભેદ ઉકેલી વલસાડ રૂરલ પોલીસે 60 વર્ષીય એક વૃદ્ધ આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. જોકે, પોલીસ તપાસમાં આરોપી પકડાઈ ગયા  બાદ એક પછી એક 7થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

  વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક ધડોઈ ફાટક પાસે આવેલા જમના નગરના આસોપાલવ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા એક ફ્લેટમાં ગઈ 26 ઓગસ્ટના રોજ એક ચોરીનો બનાવ બન્યો હતો. એક ફ્લેટના દરવાજાનું તાળું તોડી અને એક સાતીર શખ્સ ફ્લેટમાં પ્રવેશ કરી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી અંદાજે 60 હજારથી વધુની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની તપાસ કરતા પોલીસને શરૂઆતમાં બનાવના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. આ સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ ચોરી કરતા હોવાનું દ્રશ્યો જોવા મળ્યું હતું. આથી પોલીસે તપાસ કરતા દરવાજો તોડી અને ઘરમાં પ્રવેશી ચોરી કરનાર વ્યક્તિ ઉંમરલાયક હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે આ મામલે તપાસ કરતા શરૂઆતમાં કોઈ કડી મળી ન હતી. પરંતુ સીસીટી ફૂટેજના આધારે વલસાડ રૂરલ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને આ તસ્કર સુધી પહોંચવાનું પગેરું મળ્યું હતું. આથી વલસાડ રૂરલ પોલીસે રાજસ્થાનના અજમેર શહેરમાંથી એક આરોપીની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીની ઉંમર જોતા પોલીસ પણ ચોકી ગઈ હતી. કારણ કે વૃદ્ધાવસ્થાની ઉંમરે પહોંચેલા 60 વર્ષીય આરોપીએ જ વલસાડના આ એક ફ્લેટમાં ચોરી કરી હતી અને તેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા. આથી પોલીસે તેની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ આ ધરી હતી.

  આ પણ વાંચો: સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, સોંપારીના પૈસાથી ત્રોફાવ્યા મોંઘા ટેટૂ

  પોલીસના હાથે ઝડપાયેલા આરોપી મૂળ રાજસ્થાનનો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં રહે છે. જેનું નામ શૈલેન્દ્ર કુમાર ઉર્ફે એસ.કે ઓમ પ્રકાશ શર્મા હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે તેને રિમાન્ડ પર લઈ આગવી ઢબે પૂછપરછ કરતા વૃદ્ધાવસ્થામાં પહોંચેલા આ મહાશય અગાઉ કરેલા ગુનાહિત કારનામાઓના ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળી હતી. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી ઓમ પ્રકાશ શર્મા અગાઉ સુરતના ઉમરા અને અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ આતંક મચાવી ચૂક્યો છે અને સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં 6થી વધુ ગુનાઓ આરોપી વિરુદ્ધ નોંધાયેલા છે. સાથે જ છેક અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આમ વૃદ્ધાવસ્થાની ઉંમરે પહોંચેલા શૈલેન્દ્ર કુરમાર ઉર્ફે એસકે સમગ્ર દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સુધીની પોલીસને દોડતી કરી દીધી હતી.

  આખરે વલસાડ પોલીસે તેની ધરપકડ કરતાં 7થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે આરોપી વૃદ્ધ હોવાથી તેના પર કોઈ શંકા ન કરે એટલે દિવસ દરમિયાન એટીકેટીમાં વિવિધ સોસાયટીઓમાં ફરી અને રેકી કરતો અને મોકો મળે ત્યારે જે ફ્લેટ કે મકાન ને ટાર્ગેટ કરે તેની આજુબાજુના ફ્લેટ કે મકાનને બહારથી બંધ કરી અને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. જોકે, વૃદ્ધ હોવાથી તેના પર કોઈ ચોરીનો શક ન કરે તેનો લાભ લઈને તેને ચોરીના રવાડે ચડી  એક પછી એક અનેક ગુનાઓને અંજામ આપી સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી કરી દીધી હતી.

  માણસના જીવનમાં વૃદ્ધાવસ્થા શાંતિથી જીવન પસાર કરવાનો સમય માનવામાં આવે છે. આ અવસ્થામાં ભજન કીર્તન અને પ્રભુ ભજન કરી શાંતિથી જીવન કરવાનું માનવામાં આવે છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં પહોંચેલા આ મિસ્ટર નટવરલાલ એટલે કે એસ.કે વૃદ્ધાવસ્થામાં પણ ગુનાઓની દુનિયામાં કદમ રાખી અને તરખાટ મચાવી દીધો હતો. ત્યારે પોલીસની આગામી તપાસમાં પણ આ મહાશયએ આચરેલા અનેક ગુનાહિત ભૂતકાળના કારનામાઓ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Crime news, Gujarat News, Valsad news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन